તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Woman Wanted A Partner Over 6 Feet Tall, Woman Sues Dating Agency And Seeks Refund Of Rs 3.68 Lakh

ઓસ્ટ્રેલિયા:મહિલાને 6 ફૂટથી ઊંચો પાર્ટનર જોઈતો હતો, ડેટિંગ એજન્સીએ ઠીંગણો વ્યક્તિ સજેસ્ટ કરતાં કેસ કરી 3.68 લાખ રૂપિયાનું રીફંડ માગ્યું

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓસ્ટ્રેલિયાની ડૉ. એલિન મૂરેએ ડેટિંગ એજન્સી સામે કેસ કર્યો
  • એજન્સીએ ઓછી હાઈટ ધરાવતી વ્યક્તિ સજેસ્ટ કરતાં ગુસ્સો આવ્યો
  • જોઈનિંગ ફીના પૈસાનું રીફંડ લેવા તેણે કોર્ટમાં કેસ કર્યો

ઓસ્ટ્રેલિયાની એક મહિલા 2 વર્ષથી પર્ફેક્ટ પાર્ટનરની શોધમાં હતી. ડેટિંગ એજન્સીએ તેના ક્રાઈટેરિયાની બહારનો પાર્ટનર મેચ કરી સજેસ્ટ કર્યો તો તેણે લાલગુમ થઈ ડેટિંગ એજન્સી પર જ કેસ કરી દીધો. મહિલા 6 ફૂટ કરતાં ઊંચી હાઈટવાળા પાર્ટનરની શોધમાં હતી. ડેટિંગ એપમાં તેને આ હાઈટ કરતાં ઓછી હાઈટ ધરાવતો વ્યક્તિ મેચ થયો તો તેણે કંપની પાસેથી જોઈનિંગ ફીના $4995 (આશરે 3,68,00 રૂપિયા)નું રીફંડ માગ્યુ છે.

ડૉ. એલિન મૂરે તેનો લાઈફ પાર્ટનર શોધવા માટે હાઈ એન્ડ ડેટિંગ એજન્સી 'એલિટ' સાથે કનેક્ટ થઈ હતી. એલિને પોતાની ક્રાઈટેરિયાની બહારના ડેવિડ નામના વ્યક્તિને એપમાં મેચ તરીકે જોતાં ગુસ્સો આવ્યો. તેને 6 ફૂટ કરતાં ઊંચી હાઈટ ધરાવતો પાર્ટનર જોઈતો હતો જ્યારે ડેવિડની હાઈટ તેનાં કરતાં નાની હતી. આ જોઈ તેણે કોર્ટમાં કેસ કરી ડેટિંગ એજન્સી પાસેથી 3.68 લાખ રૂપિયાનું રીફંડ માગ્યું છે.

એલિન મૂરેએ હાઈ પ્રોફાઈલ ડેટિંગ એજન્સીનું સબસ્ક્રિપ્શન લીધું હતું
એલિન મૂરેએ હાઈ પ્રોફાઈલ ડેટિંગ એજન્સીનું સબસ્ક્રિપ્શન લીધું હતું

આ કારણે હાઈટ વધારે મહત્ત્વની

એલિન જણાવે છે કે તેની ફેમિલીમાં બધાની હાઈટ ઊંચી છે. તેમની સરખામણીએ તે પોતાને ઠીંગણી ગણે છે. તેથી તેને એવો લાઈફ પાર્ટનર જોઈએ છે જે 6 ફૂટ કરતાં વધારે હાઈટ ધરાવતો હોય.

ડેટિંગ એજન્સીએ 6 ફૂટ કરતાં ઓછી હાઈટ ધરાવતી વ્યક્તિને તેનો પર્ફેક્ટ મેચ ગણાવતા ડેટિંગ એજન્સી સામે ઓસ્ટ્રેલિયાની સિવિલ કોર્ટમાં કેસ કર્યો છે. ડૉ. મૂરેને આશા છે કે તેને રીફંડ મળશે.

અન્ય સમાચારો પણ છે...