કોરોના મહામારીને લીધે અનેક લોકોનું જીવન ખોરવાઈ ગયું. ઘણા લોકોએ જીવ ગુમાવ્યા તો ઘણા હજુ પણ કોરોનાવાઇરસના ડર હેઠળ જીવી રહ્યા છે. ઇંગ્લેન્ડમાં 33 વર્ષીય મહિલા પ્રેગ્નન્સી દરમિયાન કોરોના પોઝિટિવ થઈ. તેની હાલત વધારે ખરાબ થઇ જતા કોમામાં સરી પડી. લોરા વૉર્ડને જ્યારે હોશ આવ્યો તે માતા બની ગઈ હતી. તેણે કોમાની સ્થિતિમાં જ સ્વસ્થ દીકરીને જન્મ આપ્યો હતો.
દોઢ મહિના સુધી કોમામાં રહી
લોરાને 15 ઓક્ટોબરની ડેટ આપી હતી પણ કોમ્પ્લિકેશન આવતા 2 મહિના પહેલાં C સેક્શન ડિલિવરી કરવી પડી. લોરા ખુશ છે કે તેની દીકરી એકદમ સ્વસ્થ છે. ઇંગ્લેન્ડમાં રોયલ બૉલ્ટન હોસ્પિટલમાં આશરે 50 દિવસ પછી કોમામાં રહ્યા પછી લોરાને હોશ આવ્યો. જન્મ સમયે દીકરીનું વજન ઓછું હતું પણ હાલ તે સ્વસ્થ છે.
પ્રેગ્નન્સી દરમિયાન લોરાએ વેક્સિન લીધી નહોતી
કોરોના ટાઈમમાં લોરાની તબિયત બગડતા તેણે ટેસ્ટ કરાવવાનું વિચાર્યું. કોરોના ટેસ્ટ પહેલાં નેગેટિવ આવ્યો અને પછી પોઝિટિવ આવ્યો. લોરાએ પોતાને આઇસોલેટ કરી દીધી પણ એક દિવસ અચાનક તેને શ્વાસ લેવામાં તકલીફ પડી અને પછી તે હોસ્પિટલમાં દાખલ થઈ. લોરા પ્રેગ્નન્ટ હતી ત્યારે ગર્ભવતી મહિલાઓને વેક્સિન આપવામાં આવતી નથી અને તેણે લીધી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.
કોમામાં સરી પડેલી પત્ની સાથે તેનો પતિ રોજ વીડિયો કોલમાં વાત કરતો
લોરાને એક ત્રણ વર્ષનો દીકરો પણ છે. તેને અફસોસ છે કે, દીકરાના જન્મનું કઈ યાદ નથી. છેલ્લે કોરોના વોર્ડમાં દાખલ હતી ત્યાં સુધીનું જ યાદ છે. જો કે, કોમામાં હોવા છતાં લોરાનો પતિ જ્હોન રોજ તેની સાથે વીડિયો કોલમાં વાત કરતો હતો. 13 ડિસેમ્બર એટલે કે આજે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
આ એક ચમત્કાર છે
લોરાએ કહ્યું, મારે રોજ એક્સર્સાઈઝના ક્લાસ હોય છે. હું રોજ વધુને વધુ સ્ટ્રોંગ બની રહી છું. હોસ્પિટલની નર્સે કહ્યું હતું, મેં આટલા ઓછા સમયમાં કોમામાં સરી પડેલી વ્યક્તિને રિકવર થતા જોઈ નથી. આ કોઈ ચમત્કારથી ઓછું નથી. લોરાએ પોતાના કડવા અનુભવ પછી સલાહ આપી કે, પ્લીઝ, વેક્સિન લઇ લો. હું નથી ઇચ્છતી મારા જેવી સ્થિતિમાં તમે પણ મૂકાવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.