સુંદર દેખાવાની ઘેલછા:‘બાર્બી ડૉલ’ જેવા લુક માટે 20 વર્ષીય યુવતીએ 24 લાખ રૂપિયા ખર્ચ્યા, પેરેન્ટ્સની બચતમાંથી બ્રેસ્ટ સર્જરી કરાવી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેસીનું ગાંડપણ તેના પેરેન્ટ્સને જરાય ગમતું નથી
  • પોતાના શોખ પૂરા કરવા જેસી માતા-પિતાથી અલગ રહે છે

દુનિયામાં ઘણા લોકોને પરફેક્ટ અને અટ્રેક્ટિવ દેખાવાનો અભરખો હોય છે. આવા લોકો સુંદર દેખાવવા માટે લાખો રૂપિયા ખર્ચે છે. ઘણા લોકોએ જોઈએ એવું પરિણામ મળે છે તો ઘણા લોકોને સર્જરી કરાવ્યાનો અફસોસ આખી લાઈફ રહે છે. જર્મનીમાં રહેતી 20 વર્ષીય યુવતીએ બાર્બી ડૉલ જેવા દેખાવ પાછળ 24 લાખ રૂપિયાનો ધુમાડો કર્યો છે.

કપડાં પણ બાર્બી ડૉલ જેવા પહેરે છે
આ યુવતીને લોકો જેસી બનીના નામે ઓળખે છે. જેસીને નાનપણથી બાર્બી ડૉલ પ્રત્યે અનહદ લગાવ હતો. તે મોટી થઇ તેમ છતાં તેના લગાવમાં કોઈ ફેરફાર ના આવ્યો. જેસી ઘરની બહાર જાય ત્યારે પણ બાર્બી ડૉલ જેવો મેકઅપ કરે છે. તે કપડાં પણ ઢીંગલીની સ્ટાઈલના જ પહેરે છે.

સર્જરી માટે પેરેન્ટ્સનું સેવિંગ્સ વાપર્યું
જેસીનું ગાંડપણ તેના પેરેન્ટ્સને જરાય ગમતું નથી. તેઓ ઘણીવાર આ વાતને લઈને જેસીને ખીજાયા પણ છે, પણ જેસીમાં કોઈ ફેરફાર ના થયો. તે સ્કૂલિંગ પૂરું કર્યા પછી પેરેન્ટ્સથી અલગ રહેવા લાગી અને પોતાના શોખ પાછળ રૂપિયા ખર્ચવાનું શરૂ કર્યું. જેસીએ તેના પેરેન્ટ્સની બચતમાંથી બ્રેસ્ટ સર્જરી કરાવી.

20 વર્ષની ઉંમરમાં અનેકવાર સર્જરી કરાવી
બ્રેસ્ટ સર્જરી કરાવ્યા પછી આત્મવિશ્વાસ વધારવા તેણે લિપ્સની સર્જરી કરાવી. વર્ષ 2020માં તેણે ફરીથી બ્રેસ્ટ સર્જરી કરાવી. આટલી નાની ઉંમરે આટલી બધી સર્જરી કરાવનારી તે યુરોપની પ્રથમ યુવતી છે. સમય જતો ગયો તેમ તેણે એક પછી એક સર્જરી કરાવવાનું ચાલુ રાખ્યું.

જેસી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ફોટો અને વીડિયો ખૂબ વાઇરલ થાય છે. આ યુવતી ઘણીવાર એડલ્ટ કન્ટેન્ટ પણ પોસ્ટ કરે છે.

સર્જરી કરાવ્યા પહેલાં યુવતી આવી દેખાતી હતી
સર્જરી કરાવ્યા પહેલાં યુવતી આવી દેખાતી હતી

હાલ જેસીને સર્જરી કરાવ્યાનો કોઈ અફસોસ નથી. બાર્બી ડૉલ જેવી ફિગર મેળવીને તે ઘણી ખુશ છે.