• Gujarati News
  • Lifestyle
  • Woman Slips On Spilt Drink On Dance Floor And Breaks Her Elbow, Sues Wedding Venue For Rs 1.5 Crore

ઇંગ્લેન્ડ:ડાન્સ ફ્લોર પર દુલ્હનનો પગ લપસતા હાથ ભાંગ્યો, વેડિંગ પ્લાનર પાસેથી દોઢ કરોડ રૂપિયાનું વળતર માગવા કોર્ટમાં કેસ કર્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમણા હાથમાં ફ્રેક્ચરને લીધે કેરા યોગ્ય રીતે ડ્રાઈવ કે લખી શકતી નથી

ઇંગ્લેન્ડની રહેવાસી 35 વર્ષીય કેરા ડોનોવૅને પોતાના વેડિંગ માટે ઘણા સપનાં જોઈને રાખ્યા હતા. વેડિંગ ડે પર જ કેરા ડાન્સિંગ ફ્લોર પર લપસી પડી અને તેને જમણા હાથમાં ફ્રેક્ચર આવ્યું. આ ફ્રેક્ચરને લીધે કેરાને એટલો બધો ગુસ્સો આવ્યો કે તેણે વેડિંગ પ્લાનર કંપની સામે દોઢ કરોડનું વળતર માગવા માટે કોર્ટમાં કેસ ફાઈલ કરી દીધો.

ફ્રેક્ચરને લીધે સ્કૂલ ટીચરની નોકરી ગુમાવી
કેરાએ કહ્યું, મારા વેડિંગ વેન્યુ પર ડાન્સિંગ ફ્લોર પ્લાસ્ટિકનો હતો અને તેમાં LED લાઇટ્સ હતી. આ ફ્લોર પર મહેમાનો સરખી રીતે ડાન્સ પણ કરી શકતા નહોતા અને ઘણા હાથમાંથી ડ્રિન્ક પણ ઢોળાયું હતું. ફ્લોર પર ઢોળાયેલું ડ્રિક મને ના દેખાયું અને તેમાં મારો પગ પડતા હું લપસી ગઈ. આ ઘટના સપ્ટેમ્બર 2018ની છે. 3 વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ કેરાનો હાથ સાજો થયો નથી. ફ્લોર પર પડવાને લીધે તેને હાથમાં પાટો આવ્યો અને તે સ્કૂલ ટીચરની નોકરી પણ કન્ટિન્યુ ના રાખી શકી.

દોઢ કરોડ રૂપિયાનું વળતર માગ્યું
​​​​​​​કેરાએ કન્ટ્રી હાઉસ વેડિંગ્સ લિમિટેડ સામે કોર્ટમાં કેસ કર્યો છે. આ કેસ તેણે 15 હજાર પાઉન્ડ એટલે કે દોઢ કરોડ રૂપિયાનું વળતર લેવા માટે ફાઈલ કર્યો છે. નવાઈની વાત એ છે કે, મેરેજ હતા તે જગ્યાની ગણતરી ઇંગ્લેન્ડના બેસ્ટ વેન્યુ તરીકે થાય છે.

કેરાને હજુ પણ હાથથી લખવામાં તકલીફ થાય છે
​​​​​​​કેરાના વકીલે કહ્યું કે, સાંજે મહેમાનો ડાન્સ ફ્લોર પર હાથમાં ડ્રિંક લઈને ચાલતા હતા ને ડાન્સ કરતા હતા. આ દરમિયાન તેમના ગ્લાસમાંથી ડ્રિંક છલકાઈને ફ્લોર પર પડી રહ્યું હતું. સતત ઢોળાતા ડ્રિંકને લીધે ડાન્સ ફ્લોર ભીનો થઈ ગયો. કેન જેવી આ ફ્લોર પર હાઈ હીલ્સ પહેરીને ગઈ તેવો તેનો પગ લપસ્યો અને જમણા હાથનું હાડકું ભાંગ્યું. આ ઘટનાને 3 વર્ષ થઇ ગયા હોવા છતાં પણ કેરા સરખી રીતે લખી શકતી નથી, વાહન નથી ચલાવતી અને કીબોર્ડ યુઝ કરવામાં પણ તેને તકલીફ પડે છે.

કોર્ટમાં કન્ટ્રી હાઉસ વેડિંગ્સ લિમિટેડે પોતાનો બચાવ કરવા કહ્યું કે, તે ડાન્સ ફ્લોર કોઈ સામાન્ય નહીં પણ હાઈ-ટેક હતો. ફ્લોર પર ડ્રિંક ઢોળાયેલુ હતું આથી કેરાનો પગ લપસી ગયો.