તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Woman Orders 'iPhone 12 Pro Max' From E commerce Site But Broken Tiles Came Out Of The Box In Delivery, The Company Asked To Pay The Amount Of IPhone For The Tiles

ઈંગ્લેન્ડ:મહિલાએ ઈ કોમર્સ સાઈટ પરથી 'આઈફોન 12 પ્રો મેક્સ' ઓર્ડર કર્યો પરંતુ ડિલિવરીમાં બોક્સમાંથી તૂટેલી ટાઈલ્સ નીકળી, કંપનીએ ટાઈલ્સ માટે આઈફોનની રકમ ચૂકવવા કહ્યું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ ઓનલાઈન લોનથી 'આઈફોન 12 પ્રો મેક્સ' મંગાવ્યો હતો
  • બોક્સમાંથી ફોનને બદલે તૂટેલી ટાઈલ્સ નીકળતા તેણે કંપની પાસેથી પૈસા માગ્યા

ઈંગ્લેન્ડમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ઓલિવિયા પાર્કિંસન નામની મહિલાએ ઓનલાઈન આઈફોન 12 પ્રો મેક્સ મંગાવ્યો હતો. આ મહિલાને શોક ત્યારે લાગ્યો જ્યારે આઈફોન 12 પ્રો મેક્સના બોક્સમાં તૂટેલી ટાઈલ્સ મળી. મહિલાએ તેનો ફોટો ટ્વિટર પર પોસ્ટ કરતાં જ તે વાઈરલ થયો છે.

આ ઘટના 14 એપ્રિલની છે. જે હવે ટોક હોફ ધ ટાઉન બની છે. મહિલાએ ટ્વિટર પર ઈ કોમર્સ કંપની અને પેમેન્ટ કંપનીને ટેગ કરી મદદ માગી.

આ ઘટના વિશે તે સતત અપડેટ્સ આપી રહી હતી. ઘટનાના સાતમાં દિવસે લખ્યું કે ફોનને બદલે તૂટેલી ટાઈલ્સ મળ્યાને 7 દિવસ થયા છે. કંપનીએ ઈન્વેસ્ટિગેશન શરૂ કર્યું છે. એક લોયલ કસ્ટમરને તેઓ ટાઈલ્સને બદલે આઈફોનના પૈસા માટે જવાબદાર ગણી રહી છે. 10મા દિવસે તેણે અપડેટ કરી કહ્યું કે હવે કંપની મારી પાસે ટાઈલ્સના બદલે આઈફોનના પૈસા માગી રહી છે.

આઈફોનના બોક્સમાં આવેલી તૂટેલી ટાઈલ્સ
આઈફોનના બોક્સમાં આવેલી તૂટેલી ટાઈલ્સ

મહિલાએ આ ફોન લોનથી મગાવ્યો હતો. તેણે ઈ કોમર્સ કંપનીને પહેલાં જ થોડું પેમેન્ટ કરી દીધું હતું, પરંતુ આઈફોનને બદલે ટાઈલ્સ મળતાં તેણે ઈ કોમર્સ કંપની અને પેમેન્ટ કંપની પાસેથી પૈસા પાછા આપવાની માગ કરી હતી.

પેમેન્ટ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, અમારી તપાસમાં માલુમ પડ્યું કે ઓલિવિયા ફ્રોડનો શિકાર બની છે. તેથી અમે તેનું અકાઉન્ટ બંધ કરીએ છીએ અને લોનની રકમ પણ પરત કરવામાં આવશે.

તો ઈ કોમર્સ કંપની યોડેલે કહ્યું કે, અમારી તપાસમાં જાણવા મળ્યું કે મહિલાના ઘરે પાર્સલ સીલ પેક ડિલિવર થયું હતું. અમે ઓલિવિયાના સંપર્કમાં છીએ અને તેની આ સમસ્યાનું સમાધાન કરીશું.