માંડ-માંડ જીવ બચ્યો:25 વર્ષીય યુવતી બોયફ્રેન્ડ સાથે ડેટ પર ટાઈટમ ટાઈટ ડેનિમ શોર્ટ્સ પહેરીને ગઈ, કમર નીચે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ જતા ICUમાં જવું પડ્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોર્થ કેરોલિનાની રહેવાસી સેમને 8 કલાક સુધી ટાઈટ શોર્ટ્સ પહેરવી ભારે પડી
  • કમર નીચેના ભાગમાં બ્લડ કોટ્સ થયા અને ઓક્સિજન સર્ક્યુલેશન બંધ થયું

સુંદર દેખાવાની ચાહમાં ઘણીવાર આપણે આપણો જીવ જોખમમાં મૂકી દઈએ તેવા કપડાં પહેરીએ છીએ. ફેશનેબલ કપડાં પહેરતી વખતે આપણે કઈ વિચારતા નથી, પણ આનું પરિણામ જોખમી આવી શકે છે. હાલમાં જ કપડાંને લઈને બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકામાં નોર્થ કેરોલિનામાં રહેતી 25 વર્ષીય સેમ તેના બોયફ્રેન્ડ સાથે ડેટ પર હાઈ વેસ્ટેડ ડેનિમ શોર્ટ્સ પહેરીને ગઈ હતી. 8 કલાક સુધી તે એકદમ ટાઈટ શોર્ટ્સમાં ફરી અને તેને ગંભીર બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને કમર નીચે બ્લડ ક્લોટ્સ થઈ ગયા. સમયસર સારવાર મળતા માંડ-માંડ સેમનો જીવ બચ્યો છે.

રેડ ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં સેમ
રેડ ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં સેમ

સેમ હવે ક્યારેય ટાઈટ શોર્ટ્સ નહીં પહેરે
સેમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પણ ઘણી એક્ટિવ રહે છે. અહીં તેણે વીડિયો પોસ્ટ કરીને પોતાની ભૂલ સ્વીકારી હતી. કેપ્શનમાં લખ્યું હતું, ‘મોરલ ઓફ ધ સ્ટોરી, ટાઈટ શોર્ટ્સ આર આઉટ!’ 8 કલાક ટાઈટ શોર્ટ્સ પહેરવાને લીધે તે સેલ્યુલાઈટિસ અને સેપ્સિસની ઝપેટમાં આવે ગઈ. સેપ્સિસમાં ઈન્ફેક્ટેડ પાર્ટમાં લોહીના ગઠ્ઠા જામી જાય છે તેને લીધે ઓક્સિજનનું સર્ક્યુલેશન બંધ થઈ જાય છે અને ઓર્ગન ફેલ્યોરના ચાન્સ પણ વધી જાય છે.

સેમને થયેલું ઇન્ફેક્શન ઘણું ગંભીર હતું
સેમ પોતાના બોયફ્રેન્ડ સાથેની ફર્સ્ટ ડેટમાં અનકમ્ફર્ટેબલ ડ્રેસ પહેરીને ગઈ હતી. ટાઈટ કપડાં પહેરતા તો પહેરાઈ ગયા પણ તેને લીધે સેમને ICUમાં જવું પડ્યું. ડેટ પરથી આવ્યા પછી સેમની તબિયત લથડી ગઈ અને તેને કમરની નીચે તીવ્ર દુખાવો થવા લાગ્યો. સેમ ડૉક્ટર પાસે ગઈ તો તેમણે સ્કિન ઇન્ફેક્શન થયું હોવાનું કહીને એન્ટિબાયોટિક્સ આપી. એન્ટિબાયોટિક્સની દુખાવા પર કોઈ અસર ના થઇ અને તેણે જોયું કે કમરની નીચેના ભાગે લાલ ચામઠા થઈ ગયા હતા આ બધા લક્ષણો સેલ્યુલાઈટિસના હતા.આ સિરિયસ બેક્ટેરિયા ઇન્ફેક્શનને લીધે જીવ પણ જય શકે છે કારણકે આ ઇન્ફેક્શન શરીરમાં ખૂબ ઝડપથી ફેલાય છે. ઘણીવાર તેમાં ઈન્ફેક્ટેડ પાર્ટ કાપવો પણ પડે છે.

સેમની માતા હોસ્પિટલમાં સેલ્ફી ક્લિક કરતી હતી
સેમની માતા હોસ્પિટલમાં સેલ્ફી ક્લિક કરતી હતી

હોસ્પિટલમાં સેમની માતા તેની દીકરી સાથે સેલ્ફી ક્લિક કરતી હતી
સેમને સમયસર ICUમાં સારવાર મળી ગઈ અને તેની સર્જરી ના કરવી પડી. ત્રણ દિવસની ટ્રીટમેન્ટ પછી સેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. સેમ એડમિટ હતી ત્યારે તેનો બોયફ્રેન્ડ મળવા આવ્યો હતો. સેમની માતા દીકરીના બેડ સાથે સેલ્ફી ક્લિક કરી રહી હતી. સેમની વ્યથા વર્ણવતો ટિકટોક વીડિયો ટોટલ 81 લાખ લોકોએ જોયો. ઘણા યુઝર્સે કપડાંને લીધે તેમની સાથે થયેલા ખરાબ અનુભવો પણ શેર કર્યા.

અન્ય સમાચારો પણ છે...