આશ્ચર્યમ:6 મહિનાથી મહિલા ગુમ હતી, પોલીસે તપાસ કરતાં યુટાહના જંગલોમાં ઘાસ અને પાણીના સહારે જીવતી મળી આવી

6 મહિનો પહેલા
  • 47 વર્ષીય આ મહિલા જંગલમાં માત્ર ઘાસ અને પાણી પર રહી 6 મહિના જીવી
  • આટલા મહિના સુધી અનાજ ન ખાવાને લીધે મહિલા નબળી પડી ગઈ હતી
  • રેસ્ક્યુ ટીમે જંગલમાંથી મહિલાનું રેસ્ક્યુ કરે તેને હોસ્પિટલમાં દાખલ કરી

અમેરિકાના યુટાહમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. 47 વર્ષીય મહિલા છેલ્લા 6 મહિનાથી ગુમ હતી. 6 મહિના બાદ તે જંગલમાંથી મળી આવી. નવાઈની વાત એ છે કે આટલા મહિનાઓ સુધી અનાજ વગર તે માત્ર ઘાસ અને પાણી પર જીવન પસાર કરી રહી હતી.

આ મહિલા 25 નવેમ્બરના રોજ ગુમ થઈ હતી. શરૂઆતમાં તે ડાયમંડ ફોર્ક એરિયામાં દેખાઈ હોવાનો રિપોર્ટ નોંધાયો હતો. લોકલ ઓથોરિટીના મતે તે મહિલા ગુમ નહોતી થઈ પરંતુ તે પોતાની મરજીથી આ જગ્યાએ આવી હતી.

કેમ્પ સાઈટ પર મહિલાની કાર મળી આવતા પોલીસે તેની શોધ શરૂ કરી
કેમ્પ સાઈટ પર મહિલાની કાર મળી આવતા પોલીસે તેની શોધ શરૂ કરી

રિપોર્ટ નોંધાયાના થોડા દિવસ બાદ કેમ્પ સાઈટ પર તેની કાર મળી આવતા પોલીસે તેની તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ કેમ્પગ્રાઉન્ડ સાઈટ બંધ થતાં મહિલાની શોધખોળ પર રોક લાગી હતી. થોડા દિવસ પછી તેના કેમ્પિંગ ઈક્વિપમેન્ટ મળી આવતા પોલીસે તેની સઘન તપાસ કરી તેનું રેસ્ક્યુ કર્યું હતું.

આ ટેન્ટમાં મહિલાએ 6 મહિના પસાર કર્યા
આ ટેન્ટમાં મહિલાએ 6 મહિના પસાર કર્યા

મહિલાનો શોધી રહેલા પોલિસના ડ્રોન સર્વિલાન્સમાં કેમ્પ સાઈટ દેખાઈ. આ નાનકડી કેમ્પ સાઈટમાં જ મહિલા રહેતી હતી.

ઘાસ અને પાણીના સહારે 6 મહિના પસાર કર્યા

6 મહિના સુધી અનાજ વગર રહેવાથી મહિલાનું વજન ઉતરી ગયું હતું અને તે ઘણી નબળી જણાઈ રહી હતી. જોકે તેની કેમ્પ સાઈટની બાજુમાં જ નદી પસાર થતી હતી મહિલા આ નદીમાંથી જ પોતાની પાણીની જરૂરિયાત પૂરી કરતી હતી. કેમ્પ સાઈટની આસપાસ પસાર થતાં લોકો પાસેથી મહિલા ભોજન માટે મદદ માગતી હતી. મહિલાએ રેસ્ક્યુ ટીમને જણાવ્યું હતું કે તે આટલા મહિના ઘાસ ખાઈને જીવી છે. મહિલાનું રેસ્ક્યુ કરનારી ટીમે તેની હાલત જોઈ હોસ્પિટલમાં દાખલ કરી. જોકે સ્થાનિક પોલીસના મતે તેણે કોઈ ગુનો કર્યો નથી.