અમેરિકા:ઉપરાઉપરી કોકટેલ પીધા પછી યુવતીના આગળના દાંત પડી ગયા, સોશિયલ મીડિયા પર લાખો લોકોએ વીડિયો જોયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 26 વર્ષીય ઓટમને તેના મિત્રો સાથે પાર્ટી કરવી ભારે પડી
  • દાંત પડી ગયા પછી કહ્યું, ‘હું ઓકે છું, દાંત તો ફરીથી ફિક્સ થઈ જશે’

અમેરિકામાં 26 વર્ષીય યુવતીની મજા સજામાં ફેરવાઈ ગઈ છે. આ યુવતી તેના મિત્રો સાથે બેસીને મિમોસાસ (એક પ્રકારની કોકટેલ) પી રહી હતી, થોડા સમય પછી ખબર પડી કે તેણે કોકટેલ પીવાની મોજમાં પોતાના આગળના દાંત ગુમાવી દીધા. આ ઘટના મેરીલેન્ડની છે અને યુવતીનું નામ ઓટમ છે. આખી ઘટના ઓટમકેથી6 ટિકટોક યુઝરે શેર કરી છે.

રેસ્ટોરાંની બહાર તેના મિત્ર સાથે મસ્તી કરતી હતી.
રેસ્ટોરાંની બહાર તેના મિત્ર સાથે મસ્તી કરતી હતી.

યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર 39 લાખથી વધારે લોકોએ જોયો છે. વીડિયોમાં યુવતી બોલે છે, 4 મિમોસાસ પછીની હું, તેનો મિત્ર બોલે છે, 8 મિમોસાસ પછીનો હું. આમ તેઓ એક પછી એક કોકટેલ પીતા જાય છે અને વીડિયો શૂટ કરતા જાય છે.

થોડીવાર પછી ઓટમના આગળના દાંત પડી જતાં બધાને આશ્ચર્ય થયું હતું. વીડિયોની કેપ્શનમાં લખ્યું, મિમોસાસ એક ડ્રગ છે. દાંત પડી ગયા હોવા છતાં પણ યુવતી હસી રહી હતી અને બોલી, હું ઓકે છું. ચિંતા જેવું કંઈ નથી. ફરીથી ફિક્સ થઇ જશે.

વીડિયો બનાવવામાં મશગૂલ યુવતી.
વીડિયો બનાવવામાં મશગૂલ યુવતી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતાં લાખો વ્યૂઝ મળી ગયા. યુઝર્સ ફની કમેન્ટ પણ કરી રહ્યા છે.

હસવું કે રડવું કંઈ ખબર નહોતી પડતી.
હસવું કે રડવું કંઈ ખબર નહોતી પડતી.
અન્ય સમાચારો પણ છે...