• Gujarati News
  • Lifestyle
  • Woman Living All By Herself In An Isolated Town Takes A Two day Trip Just To Buy Groceries

સ્ટ્રગલ સ્ટોરી:કેનેડામાં છેવાડાના શહેરમાં રહેતી યુવતી ખાવા-પીવાની વસ્તુઓ લેવા છેક 544 કિમી દૂર જાય છે, 2 દિવસની રોડ ટ્રિપમાં ક્યાંય મોબાઈલ નેટવર્ક આવતું નથી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીનેડ મીડર પોતે ન્યૂટ્રિશન કોચ છે, રૂપિયા ખર્ચીને પણ ફ્રોઝન ફૂડ ખાવા મજબૂર છે
  • શિયાળામાં ટ્રિપનો સમય વધી જાય છે

આપણને ક્યારેક મમ્મી સુપરમાર્કેટમાંથી કઈક વસ્તુ લાવવાનું કહે ત્યારે મોઢું બગાડતા હોય છીએ કે ક્યારેક તો બહાના પણ આપી દઈએ છીએ પણ કેનેડામાં રહેતી યુવતી પાસે એવો કોઈ ઓપ્શન જ નથી. તે જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા માટે કોઈ 1-2 કિમી નહીં પણ 544 કિમી દૂર જાય છે. આ વસ્તુઓ લઈને ઘરે આવતા તેને બે દિવસનો સમય લાગે છે. સીનેડે એક વીડિયોમાં પોતાની સ્ટ્રગલ લાઈફ જણાવી હતી અને જે હાલ ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

રૂપિયા ખર્ચીને પણ ફ્રોઝન ફૂડ ખાવા મજબૂર
સીનેડ કેનેડામાં છેવાડે આવેલા યુકોન શહેરમાં રહે છે. આ શહેરમાં વસ્તી સીનેડ મીડર પોતે ન્યૂટ્રિશન કોચ છે પણ તેના શહેરમાં સુવિધા ના હોવાથી તેના નસીબમાં ફ્રેશ ફ્રૂટ્સ કે શાકભાજી લખ્યા જ નથી. તે દર 6થી 8 અઠવાડિયે સુપરમાર્કેટમાં જાય છે અને ફ્રોઝન ફૂડ ખરીદે છે. ફ્રેશ ફૂડ ઘરે આવે ત્યાં સુધી સારું રહે પણ ખરા અને ના પણ રહે.

આખા રસ્તામાં ક્યાંય નેટવર્ક આવતું નથી
સીનેડ જ્યારે પણ વસ્તુઓ લેવા જાય ત્યારે તેની રોડ ટ્રિપ થઇ જાય છે. પણ આ રસ્તા પર જવું એ સૌથી મોટી અડચણ છે. આખો રોડ નો ફોન સર્વિસ ઝોનમાં છે. ઘણીવાર બરફવર્ષા થતી હોય કે વાતાવરણ ખરાબ હોય ત્યારે તેને કારની સ્પીડ ધીમી રાખવી પડે છે અને રોડ ટ્રિપનો સમય વધી જાય છે. ખાસ કરીને શિયાળામાં તે વધારે હેરાન થાય છે.

હિમવર્ષા વખતે ટ્રાવેલિગનો સમય વધી જાય છે
વીડિયોમાં સીનેડે કહ્યું કે, વાતાવરણ ચોખ્ખું ના હોવાથી રસ્તો દેખાતો નથી, રસ્તામાં અચાનક પ્રાણીઓ આવી જાય છે. ફોન સર્વિસ નથી. એકવાર આવવા-જવામાં તેના 75 હજાર રૂપિયા ખર્ચ થઈ જાય છે. ઠંડીમાં ફ્રેશ ફૂડ્સ વધારે સમય સુધી સારું ના રહે આથી તે કેનમાં પેક અથવા તો ફ્રોઝન ફૂડ જ ખરીદે છે.

આની પહેલાં પણ યુકોન શહેરના અન્ય એક રહેવાસી ગુરદીપ પંધેર દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે કોવિડ વેક્સીન લીધાની ખુશી સેલિબ્રેટ કરવા માટે યુકોનમાં બરફથી જામેલા તળાવ પર ભાંગડા કર્યા હતા. તેણે પોતે વેક્સીન લઈને અન્ય લોકોને પણ વેક્સીન લેવા માટે પ્રેરણા આપી હતી.

સીનેડની સ્ટ્રગલ સ્ટોરીનો વીડિયો:

અન્ય સમાચારો પણ છે...