અનએક્સપેક્ટેડ સરપ્રાઈઝ:23 વર્ષીય સિંગલ મધર પોતાની બીજી પ્રેગ્નન્સીથી તદ્દન અજાણ હતી, 9 મહિના પછી લેબર પેન ઊપડ્યું અને અચાનક દીકરાને જન્મ આપ્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફિનલેન્ડની યુવતીને 9 મહિના સુધી પ્રેગ્નન્સીના કોઈ લક્ષણો ના દેખાયા

ઘણીવાર આપણે પ્રેગ્નન્સીના શૉકિંગ કિસ્સા સાંભળીને વિચારોમાં પડી જઈએ છીએ તો ઘણીવાર અમુક કિસ્સા સાંભળીને આપણને વિશ્વાસ આવતો નથી. ફિનલેન્ડમાં 23 વર્ષીય ટિલ્ડા કૅન્ટાલાને જીવનમાં ક્યારેય ના ભૂલાય તેવી સરપ્રાઈઝ મળી. ટિલ્ડા સવારે પેટમાં અસહ્ય દુખાવા સાથે ઊઠી અને થોડી જ મિનિટ પછી તો તેણે બાળકને જન્મ આપ્યો. ટિલ્ડા ઓલરેડી બે વર્ષની દીકરીની સિંગલ મધર છે. પોતાની બીજી પ્રેગ્નન્સીથી તે તદ્દન અજાણ હતી. હાલ તે પોતાના બંને સંતાનો સાથે રહે છે અને તેનો દિવસ પણ બાળકોની આજુબાજુ જ ફરતો રહે છે.

બીજી પ્રેગ્નન્સીથી તદ્દન અજાણ
23 વર્ષીય ટિલ્ડાએ ન્યૂઝ એજન્સીને પોતાની સરપ્રાઈઝ પ્રેગ્નન્સી વિશે કહ્યું કે, ‘પેટમાં દુખાવો થતા મેં વિચાર્યું કે ખરાબ ભોજનથી આવું થઈ રહ્યું છે. થોડા સમય પછી આ દુખાવો નોર્મલ ના લાગ્યો. એ પછી મને બોડીમાંથી એવી ફીલિંગ આવી કે અંદરથી કઇક બહાર આવી રહ્યું છે. ત્યારે મને ખબર પડી કે આ દુખાવો બાળકની આવવાની તૈયારીનો છે. હું ભાગીને મમ્મી સાથે ગઈ અને ત્યારે બેબીનું માથું બહાર આવી ગયું હતું અને તેના કાળા વાળ દેખાઈ રહ્યા હતા.’

23 વર્ષની ઉંમરે બે બાળકોની માતા
ટિલ્ડાના અંકલે એમ્બ્યુલન્સને ફોન કર્યો.. પોતાની પ્રેગ્નન્સીથી 9 મહિના સુધી અજાણ ટિલ્ડાનું થોડું વજન વધી ગયું હતું પણ તેણે આ વાત સિરિયસલી ના લીધી. ટિલ્ડાએ કહ્યું, હોસ્પિટલ પહોંચી હું ગભરાઈ ગઈ હતી. હું પહેલેથી એક સંતાનની સિંગલ મધર છું અને હવે આ બીજું બાળક. ટિલ્ડાને ભલે પોતે ગર્ભવતી હોવાની શંકા ના ગઈ પણ નસીબજોગે તેણે એકદમ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. ટિલ્ડાએ તેના બીજા સંતાનનું નામ એલેક પાડ્યું છે. આ એલેક ત્રણ મહિનાનો થઈ ગયો છે. ટિલ્ડાએ કહ્યું કે, ‘એલેકના જન્મ વખતે મને જોરદાર ઝાટકો લાગ્યો હતો મને સતત ચિંતા રહેતી કે બધું કેવી રીતે મેનેજ કરીશ? મારા ફેમિલીના સપોર્ટથી હવે સ્થિતિ નોર્મલ થઈ રહે છે. દીકરા-દીકરીની સિંગલ મધરની લાઈફ એન્જોય કરી રહી છું.

સિંગલ મધર ટિલ્ડાનો દીકરો
સિંગલ મધર ટિલ્ડાનો દીકરો
સિંગલ મધર ટિલ્ડાની દીકરી
સિંગલ મધર ટિલ્ડાની દીકરી

એક મહિના પહેલાં ઇંગ્લેન્ડમાં 23 વર્ષીય યુવતીને અચાનક પેટમાં દુખાવો ઉપડતા ખબર પડી કે તે પ્રેગ્નન્ટ હતી. પ્રેગ્નન્સીના સાડા આઠ મહિને તેણે સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. બેબી બમ્પ ના હોવાથી તેને ક્યારેય પ્રેગ્નન્ટ હોવાની શંકા ગઈ નહોતી.

પ્રેગ્નન્ટ હોવાની વાત સાંભળી લેવિનિયાને જોરદાર ઝટકો લાગ્યો
વેસ્ટ યોર્કશાયરમાં રહેતી લેવિનિયા મોંગા તેના મિત્રો સાથે કોકટેલ પાર્ટીમાં ગઈ હતી. અહીં અચાનક પેટમાં તીવ્ર દુખાવો ઉપડતા તેને હોસ્પિટલમાં દાખલ કરી. ટેસ્ટિંગ દરમિયાન ખબર પડી કે તે સાડા આઠ મહિનાનો ગર્ભ ધરાવે છે અને આ દુખાવો બીજો કોઈ નહીં પણ લેબર પેનનો છે. ડૉક્ટરની વાત સાંભળવાની સાથે જ લેવિનિયાને જોરદાર ઝટકો લાગ્યો હતો. એ પછી ડૉક્ટરે લેવિનિયાને અન્ય વોર્ડમાં શિફ્ટ કરીને C સેક્શનથી ડિલિવરી કરી. હાલ લેવિનિયા એક દીકરીની માતા છે.

લેવિનિયાએ કહ્યું, હું રેગ્યુલર પીરિયડ્સમાં થતી હતી અને મેં વખતે પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યા હતા અને બંને વખત તેનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું હતું. એક ટેસ્ટ તો દીકરીના જન્મના અઠવાડિયાં પહેલાં જ કર્યો હતો. લેવિનિયા અને તેના 25 વર્ષીય પાર્ટનરે તેમના દીકરીનું નામ વિલો રાખ્યું હતું..