• Gujarati News
  • Lifestyle
  • Woman Finds Out After 10 Months Of Marriage That Her Husband Is A 'woman', Blindfolded During Sex

ઈન્ડોનેશિયા:મહિલાને લગ્નના 10 મહિના પછી ખબર પડી કે તેનો પતિ એક ‘મહિલા’ છે, સેક્સ દરમિયાન આંખો પર પટ્ટી બાંધી દેતી હતી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા કોર્ટમાં કેસ દાખલ કર્યો

ઈન્ડોનેશિયામાં એક મહિલાએ પોતે પુરુષ હોવાનો ઢોંગ કરી બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા. લગ્નના 10 મહિના સુધી તે પોતાની પત્નીને છેતરતો રહ્યો. આ દરમિયાન તેને પોતાની પત્ની પાસેથી 15 લાખ રૂપિયા પણની છેતરપિંડી પણ કરી હતી, પરંતુ આખરે લગ્નના 10 મહિના પછી વિશ્વાસઘાત ‘મહિલા પતિ’નું રહસ્ય ખુલ્યું. ‘ડેલી મેલ’ના એક રિપોર્ટના અનુસાર, પીડિત પત્નીએ પોતે પુરુષ હોવાનો દાવો કરનાર મહિલા પર કેસ કર્યો છે.

સેક્સ દરમિયાન આંખો પર પટ્ટી બાંધી દેતી
પોતે પુરુષ હોવાનો ઢોંગ કરી લગ્ન કરનારી મહિલા ઘણી સાતિર પણ હતી. લગ્ન પછી લાંબા સમય સુધી તે કોઈ ન કોઈ બહાને સેક્સની ના પાડતી રહી. બાદમાં સેક્સ દરમિયાન તેને પોતાની પત્નીની આંખો પર પટ્ટી બાંધવાનું શરૂ કરી દીધું. જેથી તેને કંઈ ખબર ન પડે.

ડેટિંગ એપથી પરિચય થયો હતો
લગભગ એક વર્ષ પહેલા ઈન્ડોનેશિયાની રહેવાસી એરયાનીએ ડેટિંગ એપની મદદથી પાર્ટનર શોધ્યો હતો. વાસ્તવમાં એક મહિલાએ પોતે પુરુષ હોવાનો ઢોંગ કરીને તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. મહિલાનો ચહેરો અને ચાલવાની રીત પણ પુરુષ જેવી હતી. આવી સ્થિતિમાં એરયાનીને લાગ્યું કે તે ખરેખર પુરુષ જ છે. સાથે જ પાર્ટનરે પોતાને સફળ બિઝનેસમેન હોવાનું જણાવ્યું હતું. જેના પછી એરયાનીએ તેની સાથે લગ્ન કરી લીધા.

મહિલાના માતા-પિતાને શંકા ગઈ હતી
લગ્નના થોડા દિવસ પછી પીડિત મહિલાના માતા-પિતાને તેના કથિત પતિ પર શંકા થવા લાગી. જેને જોતા ‘પતિ’ મહિલાને લઈ બીજા શહેરમાં ભાડાનાં મકાનમાં શિફ્ટ થઈ ગયો. આ દરમિયાન બધો ખર્ચો પત્ની પાસેથી લેતી રહી. તેને 10 મહિનાનાં લગ્ન દરમિયાન મહિલા સાથે 15 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...