અમેરિકાની એરલાઈન્સની બેદરકારી વિશે આશ્ચર્યચકિત કરનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક દુલ્હન હેરિગ ગોગ પોતાના મિત્રોની સાથે બેચરલ પાર્ટીમાં જઈ રહી હતી. તે સાઉથવેસ્ટ એરલાઈન્સમાં હતી, પરંતુ બાથરૂમમાં જઈને ફસાઈ ગઈ અને લગભગ 45 મિનિટ સુધી અંદર બંધ રહી.
લેન્ડિંગ સુધી દુલ્હન ફસાયેલી રહી
સાઉથવેસ્ટ એરલાઈન્સ લેન્ડિંગ માટે તૈયાર હતી. લોકોને તેમની સીટ પર પાછા જવા માટે અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું હતું. ટોયલેટમાં બંધ હેરિગે પણ આ અનાઉન્સમેન્ટ સાંભળ્યું. તેને સોશિયલ મીડિયા પર કહ્યું, પાયલટે અટેન્ડેન્ટને લેન્ડિંગ માટે બેસવા માટે કહ્યું અને મેં માત્ર 'આઈ એમ સોરી' એટલું સાંભળ્યું અને હું સમજી ગઈ હતી કે હું ટોયલેટમાંથી નહીં નીકળી શકું.
કંપનીએ વળતર આપવાની ના પાડી
રિપોર્ટના અનુસાર, ટોયલેટમાં ફસાયાના 45 મિનિટ પછી એરલાઈનના કર્મચારીઓ દ્વારા ક્રાઉબારનો ઉપયોગ કર્યા પછી તે દરવાજો ખોલવામાં સફળતા મળી. આ ઘટના પછી પણ હેરિસને તેનું કોઈ વળતર ન મળ્યું. હેરિસે સોશિયલ મીડિયા પર સાઉથવેસ્ટ એરલાઈન્સનો સંપર્ક કર્યો હતો, પરંતુ તે લોકોએ કોઈ વાત સાંભળી નહીં.
વિચિત્ર કમેન્ટ કરી રહ્યા છે લોકો
એક યુઝરે લખ્યું, અરે વાહ, નવો ડર દૂર થયો. અન્ય એકે લખ્યું, જો પ્લેનમાં કોઈ ઈમર્જન્સી લેન્ડિંગ થાય અથવા પ્લેનમાં આગ લાગી ગઈ હોત તો. આ સંપૂર્ણ રીતે કંપનીની બેદરકારી છે. આ કારણે મહિલાને વળતર મળવું જોઈએ.
મહિલાએ ઘટના પછી બેચલર પાર્ટી સેલિબ્રેટ કરી
અન્ય યુઝરે લખ્યું, 45 મિનિટથી ટોયલેટમાં બંધ થયા પછી પણ દુલ્હને પોતાની ગ્રાન્ડ બેચરલ પાર્ટી રાખી. તેને સોશિયલ મીડિયા પર કહ્યું, તેને પોતાના મિત્રોની સાથે એક સુપર કુલ શાનદાર પાર્ટી અને ડિનર કર્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.