ઓસ્ટ્રેલિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ પોતાના બોયફ્રેન્ડ અને તેના એક મિત્રની છરી વડે હત્યા કરી દીધી છે. મહિલાએ પોતાના ઈજાગ્રસ્ત બોયફ્રેન્ડનો પ્રાઈવેટ પાર્ટ પણ કાપી નાખ્યો હતો. પોલીસને મહિલાના બોયફ્રેન્ડનો મૃતદેહ મેલબોર્નના એક એપાર્ટમેન્ટમાંથી મળ્યો હતો, જ્યારે તેના મિત્રનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું.
10 વર્ષથી રિલેશનશિપમાં હતા, બંને સાથે રહેતા હતા
મેલબોર્નની રહેવાસી 44 વર્ષની જેસમીન 59 વર્ષના એમ્બેકની સાથે રિલેશનશિપમાં હતી. ઓસ્ટ્રેલિયાના 7NEWSના રિપોર્ટના અનુસાર, બંને છેલ્લા 10 વર્ષથી એકબીજાની સાથે રહેતા હતા. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે બંને મેલબોર્નના એક એપાર્ટમેન્ટમાં સાથે રહેતા હતા. આ એપાર્ટમેન્ટમાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
CCTV ફૂટેજમાં મહિલા અધનગ્ન અવસ્થામાં પડેલી અને લોહીથી લથપથ જોવા મળી એપાર્ટમેન્ટની આસપાસના CCTV ફૂટેજમાં મહિલા અધનગ્ન જતી જોવા મળી રહી છે. બોયફ્રેન્ડ અને તેના મિત્રોની હત્યા કરવામાં મહિલા પણ સામાન્ય રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેને લોહી છૂપાવવા માટે પોતાના હાથ પર શર્ટ લપેટી રાખ્યો હતો.
મહિલાએ પોતાના બોયફ્રેન્ડ અને તેના મિત્ર પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાના બોયફ્રેન્ડનું ત્યાં જ મૃત્યુ થયું હતું જ્યારે મિત્રનું મોત હોસ્પિટલમાં લઈ જતી વખતે થયું હતું.
હત્યારી ગર્લફ્રેન્ડની ધરપકડ થઈ, મૃતકની દીકરીએ ભાવુક પોસ્ટ લખી
આરોપી મહિલાને મેલબર્નની પોલીસે ધરપકડ કરી લીધી છે. હોસ્પિટલમાંથી સામાન્ય સારવાર પછી તેને પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી છે.
મહિલાના બોયફ્રેન્ડના મૃતક મિત્ર સરકિસ એબેડની દીકરીએ પોતાના પિતાને યાદ કરતા ભાવુક પોસ્ટ લખી છે. તેને લખ્યું કે, ‘મારા પિતા હિરો હતા. તેઓ એક સારા પિતા, મિત્ર અને પતિ હતા. તેમના જવાથી જે દુઃખ થઈ રહ્યું છે, એવું કોઈને ન થાય.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.