અમેરિકા:‘હું કોરોના પોઝિટિવ છું’ એમ ખોટું બોલીને સુપરમાર્કેટમાં 25 લાખની વસ્તુઓ પર થૂંક લગાડનારી મહિલાને 2 વર્ષની જેલની સજા થઈ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે માર્ગેટને 22 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો ઓર્ડર આપ્યો
  • ધરપકડ પછી ખબર પડી કે માર્ગેટ ખોટું બોલતી હતી, તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

ગયા વર્ષે અમેરિકામાં એક મહિલાએ સુપરમાર્કેટમાં કરેલી મજાક-મસ્તીને લીધે 2 વર્ષ માટે જેલમાં જવાનો વારો આવ્યો છે. પોતાને ‘કોરોના પોઝિટિવ’ કહીને મહિલાએ સુપરમાર્કેટમાં જઈને છીંક ખાવાનું શરુ કરી દીધું હતું. મહિલાના થૂંકને લીધે લાખો રૂપિયાની વસ્તુઓ ફેંકી દેવાનો વારો આવ્યો હતો. આ મહિલા કોરોના પોઝિટિવ નહોતી તેમ છતાં તેણે આવી મજાક કરી હતી.

સુપરમાર્કેટમાં અનેક વસ્તુઓ પર છીંક ખાધી
ગયા વર્ષે માર્ચ મહિનામાં 37 વર્ષીય માર્ગેટ એન. સિરકો પેન્સિલવેનિયા રાજ્યમાં આવેલા ગેરિટીઝ સુપરમાર્કેટમાં ગઈ હતી.

ડ્રિંક કરીને આવેલી માર્ગેટ બૂમો પાડી રહી હતી કે, ‘તમને બધાને કોરોના થઈ જશે. હું કોરોના પોઝિટિવ છું. તમે બધા મરી જશો.’ પોલીસ પહોંચે તે પહેલાં તેણે સુપરમાર્કેટમાં પડેલી વસ્તુઓ પર છીંક ખાવાનું અને થૂંકવાનું શરુ કરી દીધું હતું.

માર્ગેટ કોરોના નેગેટિવ હતી
માર્ગેટના નાટકોને લીધે સુપરમાર્કેટને 26 લાખ રૂપિયાનો સામાન ફેંકી દેવો પડ્યો હતો. જો કે, ધરપકડ કર્યા પછી માર્ગેટનો ટેસ્ટ કરતા ખબર પડી કે તે કોરોના નેગેટિવ હતી. માનસિક બીમારીથી પીડિત માર્ગેટ દારૂ પીને માર્કેટમાં આવી હતી. માર્ગેટને આ મજાકની બદલે 2 વર્ષની જેલની સજા અને રિલીઝ પછી 8 વર્ષના પ્રોબેશનની સજા ફટકારવામાં આવી છે.

કોર્ટે માર્ગેટને 22 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો ઓર્ડર આપ્યો
લોકડાઉન દરમિયાન એકબાજુ લોકોને ખાવા નહોતું મળતું અને બીજી બાજુ માર્ગેટ જેવી મહિલાને લીધે માર્કેટને અનેક ફૂડ પેકેટ ફેંકી દેવા પડ્યા. આ બધું કર્યા પછી માર્ગેટે કોર્ટમાં માફી પણ માગી હતી. માર્ગેટનો પક્ષ ખેચતા તેની વકીલે કોર્ટમાં કહ્યું, માર્ગેટ માર્કેટમાં ગઈ ત્યારે તે કોરોના પોઝિટિવ નહોતી. તેણે વધારે દારૂ પીધો હતો. માર્ગેટની માનસિક સ્થિતિ યોગ્ય નથી. કોર્ટે વકીલની દલીલ સાંભળીને માર્ગેટ પ્રત્યે કોઈ દયા દેખાડવાને બદલે જેલની સજા અને સુપરમાર્કેટને 22 લાખ રૂપિયાનું વળતર ચૂકવાના આદેશ આપ્યા.

અન્ય સમાચારો પણ છે...