તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચંદીગઢ:25 વર્ષીય મહિલાને પીરિયડ્સ દરમિયાન આંખમાંથી લોહીનાં આંસુ આવે છે, જાણો આ રેર કન્ડિશન શું છે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ત્રણ મહિનાની સારવાર પછી હાલ મહિલા સ્વસ્થ છે - Divya Bhaskar
ત્રણ મહિનાની સારવાર પછી હાલ મહિલા સ્વસ્થ છે
  • ભાગ્યે જ જોવા મળતો કેસ બ્રિટિશ મેડિકલ જર્નલમાં પબ્લિશ થયો છે
  • મહિલાને આંખમાં કોઈ ઇજા નહોતી થઇ
  • ‘ઓક્યુલર વિકેરિયસ પીરિયડ્સ’ દરમિયાન હોઠ, આંખ, ફેફસાં,પેટ અને નાકમાંથી બ્લીડિંગ થાય છે

ચંદીગઢમાં 25 વર્ષીય પરિણીત મહિલાનાં રેર મેડિકલ કેસને લીધે ડૉક્ટર પણ ગૂંચવણમાં પડી ગયા. આ મહિલાને પીરિયડ્સ દરમિયાન આંખમાંથી લોહીનાં આંસુ વહેતાં હતાં. જી હા, આ વાત સાંભળતા માનવામાં આવે તેવી નથી, પણ ચંડીગઢની મહિલામાં આ રેર કન્ડિશન જોવા મળી હતી. આંખમાં બ્લડનાં આંસુ જોતા મહિલા ગભરાઈ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી. જો કે તેને શરીરમાં બીજે ક્યાંય દુખાવો થતો નહોતો. પણ આંખમાંથી લોહીનાં આંસુ બે વખત પીરિયડ્સ દરમિયાન વહ્યા હતા. આ કેસ બ્રિટિશ મેડિકલ જર્નલમાં પબ્લિશ થયો છે.

આંખનાં રિપોર્ટ નોર્મલ આવ્યા
શરૂઆતમાં આ મહિલાને પીરિયડ્સ અને આંસુ વચ્ચેનું કોઈ કનેક્શન ના સમજાયું. તેણે આંખોનું ચેકિંગ કરાવ્યું, પણ બધા રિપોર્ટ નોર્મલ આવ્યા.તેને આંખમાં કોઈ ઇજા નહોતી થઇ કે પછી તેના ફેમિલી બેકગ્રાઉન્ડમાં પણ આવો કોઈ રેકોર્ડ નથી. આ કેસ મહિલાને તો સમજાયો નહિ, પણ ડૉક્ટરે તેનું કારણ શોધી લીધું.

બે વખતે પીરિયડ્સ દરમિયાન આંખમાંથી લોહીનાં આંસુ આવ્યાં
બે વખતે પીરિયડ્સ દરમિયાન આંખમાંથી લોહીનાં આંસુ આવ્યાં

શરીરનાં અનેક ભાગમાંથી બ્લીડિંગ થાય છે
જ્યારે જ્યારે મહિલાની આંખમાંથી આંસુની ધાર લોહીમાં ફેરવાઈ ગઈ હતી ત્યારે તે માસિકધર્મમાં હતી. તેની રેર કન્ડિશન ‘ઓક્યુલર વિકેરિયસ પીરિયડ્સ’ છે. આ કન્ડિશનમાં હોઠ, આંખ, ફેફસાં, પેટ અને નાકમાંથી પણ બ્લીડિંગ થાય છે.

મહિલાને સારવાર દરમિયાન ગર્ભનિરોધક દવા આપવામાં આવી હતી. ત્રણ મહિનાથી તેને પીરિયડ્સ દરમિયાન કોઈ તકલીફ થતી નથી અને હાલ તે એકદમ સ્વસ્થ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો