તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇંગ્લેન્ડ:21 વર્ષીય માતાને લાગ્યું તે જોડિયાં બાળકોને જન્મ આપશે,પણ તેણે તો 5.8 કિલો વજનની બેબીને જન્મ આપ્યો

2 મહિનો પહેલા
મા-દીકરી બંને એકદમ સ્વસ્થ છે
  • એમિલિયા દેશની બીજા નંબરની સૌથી વજનદાર ન્યૂબોર્ન ચાઈલ્ડ છે
  • બાળકનું આટલું વજન કોઈને ડૉક્ટરને પણ નવાઈ લાગી હતી

ઇંગ્લેન્ડમાં 21 વર્ષીય માતાએ 16 એપ્રિલે દીકરીને જન્મ આપ્યો, પણ જન્મ આપતાની સાથે જ બેબી ચર્ચાનું કેન્દ્ર બન્યું. જન્મતાની સાથે તેનું વજન 5.8 કિલો હતું. બાળકનું આટલું વજન કોઈને ડૉક્ટર પણ અચંબામાં મૂકી ગયા હતા. જો કે, હાલ બાળક અને માતા એ બંને સ્વસ્થ છે. એમિલિયા યુકેમાં બીજા નંબરનું સૌથી વજનદાર ન્યૂબોર્ન ચાઈલ્ડ બની છે.

21 વર્ષીય એમ્બર કુમ્બરલેન્ડ પ્રથમવાર માતા બની અન તેણે 24 કલાક લેબર પેઈન સહન કરીને એમિલિયાને જન્મ આપ્યો છે. એમ્બરે કહ્યું, એમિલિયાનો જન્મ હું ક્યારેય નહીં ભૂલી શકું. ડૉક્ટરે કહ્યું, તમે કોઈ ન્યૂબોર્ન બેબી નહીં પણ ટોડલરને જન્મ આપ્યો છે.

એમ્બરે કહ્યું, પ્રેગ્નન્સી દરમિયાન હું માર્કેટમાં જતી ત્યારે લોકો મારા બેબી બમ્પ સામે સામે વિચિત્ર રીતે જોતા હતા કારણકે તેની સાઈઝ નોર્મલ કરતાં વધારે હતી. મને અને મારા પતિ સ્કોટ તથા ડૉક્ટરને લાગતું હતું કે હું જોડિયાં બાળકોને જન્મ આપીશ પણ સોનોગ્રાફીમાં માત્ર એક જ બાળક દેખાતું હતું.

21 વર્ષીય એમ્બર અને 22 વર્ષીય સ્કોટ એમિલિયાના જન્મથી ઘણા ખુશ છે. હોસ્પિટલમાં નર્સ તેમની દીકરી સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરતા હતા. સ્કોટે કહ્યું, અમે એક બાળકના પેરેન્ટ્સ બનીને ઘણા ખુશ છીએ. એમિલિયા એકદમ સ્વસ્થ છે.

જો કે, એમિલિયાના આટલા બધા બધા વજનથી એમ્બરને વધારે દુખાવો સહન કરવો પડ્યો હતો. C સેક્શન ડિલિવરીમાં એમિલિયાનો જન્મ થયો હતો. તેની પ્રેગ્નન્સીમાં ઘણા બધા કોમ્પ્લીકેશન હતા પણ હાલ મા-દીકરી એકદમ સ્વસ્થ છે.

અન્ય સમાચારો પણ છે...