• Gujarati News
  • Lifestyle
  • Within A Few Days Of The Marriage, The Wife's Stomach Swelled And The Woman Avoided Talking About The Gas Problem.

ગાઝિયાબાદ:લગ્નના 3 મહિનામાં જ પત્નીને બેબી બમ્પ નીકળ્યો, ગેસથી પેટ ફૂલ્યું હોવાનું બહાનું કાઢનારી પત્ની 8 મહિનાની ગર્ભવતી હતી, પતિએ છેતરપિંડીનો કેસ કર્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્નના થોડાક દિવસમાં જ પેટ ફૂલી જતાં પતિને શંકા ગઈ
  • શરૂઆતમાં પત્નીએ ગેસની સમસ્યાને લીધે પેટ ફૂલ્યું હોવાની વાત જણાવી
  • લગ્નના 3 મહિના બાદ મેડિકલ ચેકઅપમાં પત્નીને 8 મહિનાની ગર્ભવતી જોઈ પતિને આઘાત લાગ્યો

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં રહેતા એક પતિની ખુશીનો પાર ન રહ્યો જ્યારે તેને ખબર પડી કે તે પિતા બનવાનો છે, પરંતુ પત્નીની પોલ ખોલતાં જ તેની ખુશી એક શૉકમાં પરિવર્તિત થઈ ગઈ. આ કપલે લગ્ન કરે 3 મહિના થયા હતા પરંતુ તેની પત્ની 8 મહિનાથી પ્રેગ્નન્ટ હતી તે જાણીને તેનો ઘેરો આઘાત લાગ્યો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો આરોપ લગાવી પતિએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

લગ્નના થોડા દિવસ બાદ પત્નીનાં શરીરમાં ફેરફાર આવવા લાગ્યા. તેનું પેટ ફૂલવા લાગ્યું. આ જોઈને તેના પતિએ વારંવાર પૂછ્યું કે શું તે પ્રેગ્નન્ટ છે કે કેમ. શરૂઆતમાં તો મહિલાએ તેને ગેસની સમસ્યાને લીધે પેટ ફૂલી ગયું હોવાની ગોળી પીવડાવી. લગ્નના 1 મહિના બાદ મહિલાએ તેના પતિને જણાવ્યું કે તે પિતા બનવાનો છે શરૂઆતમાં તો તે ખુશીથી ઘેલો બની ગયો.

પરંતુ, પતિને દાળમાં કંઈક કાળુ લાગ્યું. તે મહિલાને ડૉક્ટર પાસે લઈ ગયો અને અલ્ટ્રાસાઉન્ડમાં પોલ ખુલી ગઈ. આ કપલને લગ્ન કરે માત્ર 3 મહિના જ થયા હતા. ડૉક્ટરે અલ્ટ્રાસાઉન્ડ ચેકઅપમાં જણાવ્યું કે મહિલા 8 મહિનાની ગર્ભવતી છે. આ શબ્દો સાંભળીને જ યુવકની જાણે દુનિયા વિખેરાઈ ગઈ. પોતાની સાથે છેતરપિંડી થયા હોવાની વાત કહી યુવકે ઘરમાં પત્ની પર પસ્તાળ પાડી. તેણે પત્નીનાં માતા પિતાને તેમની દીકરી પાછી લઈ જવા કહ્યું.

આટલું જ નહિ પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. ફરિયાદમાં તેણે પોતાની સાથે છેતરપિંડી થયાની વાત કરી છે. તેનો આરોપ છે કે તેની સાથે છેતરપિંડીથી લગ્ન થયા છે. ન્યાય માટે તેણે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. મહિલાએ 25 જૂને દીકરાને જન્મ આપ્યો છે હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...