એક વ્યક્તિએ તેના શરીર પર ઘણા બધા પ્રયોગ કર્યા છે, જેના કારણે તે મનુષ્ય હોવા છતાં શેતાન જેવો લાગે છે. આ વ્યક્તિએ હવે એવું કર્યું છે કે તમે સાંભળીને સ્તબ્ધ થઈ જશો. હકીકતમાં બ્રાઝિલ સરકારે દેશને માસ્ક ફ્રી કરવાની જાહેરાત કરી હતી. બ્રાઝિલના માઈકલ ફરો પ્રડો નામના માનવ શેતાન તરીકે જાણીતા વ્યક્તિએ માસ્ક ફ્રી પ્રતિબંધો હટાવવાની ઉજવણી કરી અને તેના કાન કાપી નાખી નાખ્યાં છે. જો કે આ વ્યક્તિ વ્યવસાયે ટેટૂ આર્ટિસ્ટ છે.
દેશમાં ફેસમાસ્કનો નિયમ નાબૂદ
દેશમાં માસ્કનો નિયમ દૂર કરવામાં આવતા માઈકલની ખુશીનો પાર ન રહ્યો અને તેને લાગ્યું કે હવે કાનની શું જરૂર, આવું વિચારીને તેણે જાતે તેના કાન કાપી નાખ્યાં હતા.
માનવ શેતાનનો દેખાવ જોઈને તમે પણ ડરી જશો
બ્રાઝિલમાં માનવ શેતાન તરીકે જાણીતો માઈકલનો દેખાવ ખરેખર શેતાન કે રાક્ષસ જેવો છે. તેને શરીર પર ડઝનબંધ ટેટૂ કરાવ્યા છે. માત્ર ટેટૂ જ નહીં પણ પિયર્સિંગ પણ કરાવ્યું છે. માઈકલે તેના માથાના આગળના ભાગમાં શીંગડા ઉગાડ્યાં છે. તેણે તેના નાક, કાન અને રિંગ ફિંગર પણ કાપી નાખી છે અને તેને બદલે સિલ્વર ડેન્ચર્સ નખાવ્યું છે. માઈકલે liposuction અને ટમી ટક (પેટ)ની સર્જરી કરાવી છે જેમાં બેલી બટનને દૂર કરવામાં આવે છે. 2021માં પણ માઈકલે તેની બે આંગળીઓ કપાવી નખાવી હતી અને તેના હાથને એક ક્લો જેવો બનાવી દીધો હતો, આ બધુ કરવા પાછળ તેનો હેતુ બ્લેક એલિયન જેવા દેખાવાનો હતો.
સોશિયલ મીડિયા પર ફોટો વાઈરલ
સોશિયલ મીડિયા સાઈટ Reddit પર તેનો નવો લુક વાઈરલ થયો છે. જ્યાં તે કાન વગર જોવા મળી રહ્યો છે. આ ફોટો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
પોતાના આ સ્વરૂપ વિશે માઈકલે કહ્યું
માઈકલ જ્યારે રસ્તા પરથી પસાર થાય છે તો લોકો તેને આશ્ચર્યની નજરથી જુએ છે. આ જ કારણ છે કે તેનું નિકનેમ હ્યુમન શેતાન રાખવામાં આવ્યું છે. જો કે તેના મિત્રો અને પરિવારના લોકો તેને હંમેશાં સપોર્ટ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.