તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાપાનનાં વૈજ્ઞાનિકોનો પ્રયોગ:હવાથી ગેજેટ્સ ચાર્જ થશે, વૈજ્ઞાનિકોએ બનાવ્યો વાયરલેસ ચાર્જિંગ રૂમ, હવે ચાર્જર, કેબલ અને પ્લગની જરૂર નહીં પડે, જાણો આ રૂમ કેવી રીતે કામ કરશે?

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી ટેક્નોલોજીથી ઇલેક્ટ્રિક ફિલ્ડ વગર જ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરી શકાશે
  • રૂમમાં મેગ્નેટિક ફિલ્ડને લીધે રૂમમાં હાજર કોઈ પણ વ્યક્તિ કે પ્રાણીને નુકસાન નહીં પહોંચે

ટૂંક સમયમાં તમારે લેપટોપ અને મોબાઈલ ફોન્સ ચાર્જ કરવા માટે ચાર્જર, પ્લગ, કેબલ અને પોર્ટની જરૂર નહીં પડે. રૂમમાં મૂકેલા ગેજેટ્સ ઓટોમેટિક ચાર્જ થઇ જશે. જાપાનના વૈજ્ઞાનિકોએ એક વાયરલેસ ચાર્જિંગ રૂમ તૈયાર કર્યો છે, આ રૂમમાં હવાથી ગેજેટ્સ ચાર્જ થઈ જશે.

વૈજ્ઞાનિકોએ કહ્યું, આ એક નવી ટેક્નિક છે તેનાથી ઇલેક્ટ્રિક ફિલ્ડ વગર જ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરી શકાય છે. રૂમમાં મેગ્નેટિક ફિલ્ડને લીધે રૂમમાં હાજર કોઈ પણ વ્યક્તિ કે પ્રાણીને નુકસાન નહીં પહોંચે.

50 વૉટનો પાવર મળશે
10X10 ફૂટ વાયરલેસ ચાર્જિંગ રૂમ તૈયાર કરનારા જાપાનના ટોક્યો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, અમે કયા રૂમનું ટેસ્ટિંગ કર્યું છે. વ્યક્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર મેગ્નેટિક ફિલ્ડની ગાઇડલાઇનનું ધ્યાન રાખીને આ રૂમ 50 વૉટ સુધીનો પાવર જનરેટ કરે છે. નવો વાયરલેસ ચાર્જિંગ રૂમ એક પ્રકારના વાયરલેસ ચાર્જિંગ પેડની જેમ કામ કરે છે. ખાસ વાત તો એ છે કે, તેમાં ચાર્જિંગ પેડની પણ જરૂર નહીં પડે.

વાયરલેસ ચાર્જિંગ રૂમમાં કેટલો ખર્ચ આવે?
આ રૂમ બનાવવાનો ચોક્કસ ખર્ચ કહેવો હાલ મુશ્કેલ છે, કારણકે અત્યારે આ શરૂઆતના સ્ટેજમાં છે અને તેમાં ઘણા ચેન્જ થઇ રહ્યા છે. આ ટેક્નોલોજી લોકો સુધી પહોંચવામાં અમુક વર્ષો લાગશે.

આ રૂમ કેટલો સુરક્ષિત?
સંશોધકોનું કહેવું છે કે, અમે પ્રયોગમાં સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખ્યું છે. રિસર્ચના નેક્સ્ટ સ્ટેજમાં આ રૂમને વધુ સુરક્ષિત બનાવવાના પ્રયત્નો ચાલુ રહેશે. નવા વાયરલેસ રૂમ માટે એલ્યુમિનિયમ ટેસ્ટ રૂમ રેડી કર્યો છે. તેમાં પાવર લેમ્બ, ફેન્સ અને મોબાઈલ ફોનને રૂમમાં અલગ-અલગ જગ્યા પર મૂકીને ચાર્જ કરવામાં આવ્યા.

આ ટેક્નોલોજી સાથે જોડાયેલા વિવાદનું સોલ્યુશન મળશે
વાયરલેસ ચાર્જિંગ સાથે એક વિવાદ પણ જોડાયેલો છે. એક સ્ટડી પ્રમાણે, આવા પ્રકારના ચાર્જિંગમાં મેગ્નેટ અને કોઇલનો ઉપયોગ કરવામાં આવે છે. એપલના અમુક ડિવાઇસમાં પણ આનો ઉપયોગ થઇ ચૂક્યો છે. આ હાર્ટના દર્દીઓમાં મૂકેલા પેસમેકેર અને બીજા ડિવાઇસને ઓફ કરી શકે છે. તેનાથી દર્દીઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

નવા રિસર્ચ સાથે જોડાયેલા સંશોધક એલેનસન સેમ્પલ કહ્યું કે, અમારી ટેક્નોલોજી સાથે આવું થવાનું જોખમ ઓછું છે. અમે જે વાયરલેસ ચાર્જિંગ રૂમ રેડી કર્યો છે તેમાં મેગ્નેટનો ઉપયોગ સ્થાયી તરીકે નહીં કરવામાં આવે. આથી માણસોના સ્વાસ્થ્યને કોઈ જોખમ નથી.

રિસર્ચરે જણાવ્યું, અમારી નવી ટેક્નોલોજીથી લો-ફ્રિકવન્સી ધરાવતું મેગ્નેટિક ફિલ્ડ તૈયાર કરવામાં આવશે. તેનાથી ડિવાઇસમાં પાવર ટ્રાન્સફર કરી શકાશે.