તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Winter Gardening; What Flowers Grow In Winter In India? Easy To Grow Winter Flowers For Your Garden | How To Protect Your Plants

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિન્ટર ગાર્ડનિંગ:બગીચામાં ગુલાબ, ગુલદાઉદી અને સૂર્યમૂખી જેવા રંગબેરંગી ફૂલો વાવો, જાણો તેને રોપવા અને દેખભાળ કરવાની રીત

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉનાળામાં તમે તમારા બગીચામાં રંગબેરંગી ફૂલ જોવા ઈચ્છો છો તો તેની તૈયારી અત્યારથી કરી દો. ઠંડીના છેલ્લા દિવસો છે. આ ટાઈમમાં તમે અમુક એવા છોડ વાવી શકો છો જે તમારા ગાર્ડનમાં રંગબેરંગી ફૂલોની સંખ્યા વધારી શકે. આ સીઝનમાં ગુલાબ, ગુલદાઉદી અને સૂર્યમૂખી જેવા છોડ રોપી શકો છો. જાણો આ છોડ રોપવાની અને દેખભાળ કરવાની રીત.....

આ રીતે રોપો: આ વાવવા માટે કલમની રીત બેસ્ટ છે. ગુલાબના છોડની એક ડાળખી તોડો. જે તરફથી તોડી છે તેને માટીમાં રોપો. માટીમાં રોપ્યા પહેલાં ખાડામાં ફોસ્ફરસ, છાણ અને ખાતર ઉમેરો. ત્યારબાદ છોડ રોપો.

આ રીતે કાળજી રાખો: છોડ એવી જગ્યાએ રોપો જ્યાં તેને પૂરતો સૂર્યપ્રકાશ મળી શકે. ગુલાબને વધારે નરમાશની જરૂર હોય છે આથી ઈચ્છો તો તેમાં ઘાસ ભેળવી શકો છો. તેનાથી છોડનો ગ્રોથ સારો થાય છે.

આ રીતે રોપો: આને ગુલબહાર પણ કહેવાય છે. ભીની માટીમાં બીજ રોપી દો. 10થી 20 દિવસમાં છોડ દેખાશે. માટીમાં ખાતર ભેળવવાનું ના ભૂલો જેથી છોડને પોષણ મળતું રહે.

આ રીતે કાળજી રાખો: તડકો આવતો હોય તેવી જગ્યાએ રોપો. છોડની માટીમાં ભીનાશ રહે તેનું ધ્યાન રાખો.

આ રીતે રોપોઃ તેને કટિંગથી પણ લગાવી શકાય છે. તેના ફૂલ વિવિધ રંગોમાં જોવા મળે છે. તેની લગભગ 30 પ્રજાતિઓ જોવા મળે છે.

આ રીતે કાળજી રાખોઃ તેની બહુ કાળજી રાખવાની જરૂર નથી પડતી. ડેઝીને તડકો અને ઠંડી બંને માફક આવે છે. જો બહારથી છોડ લાવીને રોપી રહ્યા હો તો ધ્યાન રાખો કે તેમાં કોઇપણ પ્રકારના જીવાણુ ન લાગેલા હોય.

આ રીતે રોપોઃ સૂર્યમુખીના બીજ વાવવા માટે કુંડું હોય કે જમીન ઓછામાં ઓછો 2 ઇંચનો ખાડો હોવો જરૂરી છે. જમીનમાં થોડો ભેજ હોવો જોઈએ. તેમાં બીજ નાખીને માટીથી તેને ઢાંકી દો. દરરોજ થોડું પાણી ઉમેરો. છોડ 10 દિવસમાં બહાર આવવાનું શરૂ કરી દેશે.

આ રીતે કાળજી રાખોઃ આ છોડને વધારે સૂર્યપ્રકાશની જરૂર છે. તેથી, તેમને એવી જગ્યાએ રાખો જ્યાં સીધો સૂર્યપ્રકાશ આવતો હોય. જો સૂર્યમુખીના છોડ 45 દિવસ જૂનાં થઈ જાય તો છોડની માટીમાં એક ચમચી એનપીકે ખાતર ઉમેરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો