તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Wing Commander Shruti Chauhan To Represent India At Mrs. Galaxy, Held In Chicago, Registered Name For This Competition On The Advice Of Her Junior

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશનું ગૌરવ વધાર્યું:વિંગ કમાન્ડર શ્રુતિ ચૌહાણ શિકાગોમાં આયોજીત મિસીઝ ગેલેક્સીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જુનિયરની સલાહ પર સ્પર્ધા માટે નામ રજીસ્ટર કરાવ્યું હતું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રુતિ સેક્સ વર્કરના બાળકોને સમાજમાં સન્માન અપાવવા માટે કામ કરી રહી છે
  • જે બાળકોના પિતા દેશની સેવામાં શહીદ થયા છે તેમને પણ મદદ કરે છે.

છેલ્લા 16 વર્ષથી ઇન્ડિયન એરફોર્સમાં પોતાની સેવા આપતી વિંગ કમાન્ડર શ્રુતિ ચૌહાન આ વર્ષે ઓગસ્ટમાં શિકાગોમાં આયોજીત મિસીઝ ગેલેક્સી પ્રતિયોગિતામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જાન્યુઆરીમાં યોજાયેલી મિસીઝ ઇન્ડિયા INC વર્લ્ડ બ્યુટી પેજન્ટ 2021માં સેકન્ડ રનર અપ રહી ચૂકી છે. શ્રુતિએ કહ્યું, આ સ્પર્ધા માટે મેં બે મહિનાથી વધારે સમય સુધી

ટ્રેનિંગ લીધી અને કોમ્પિટિશનને લીધે એક અઠવાડિયાં પહેલેથી રેમ્પ વોકની પ્રેક્ટિસ પણ કરી. બ્યુટી પેજન્ટમાં ભાગ લેવાની સલાહ મને જુનિયરે આપી હતી. શરુઆતમાં શ્રુતિએ આ વાત ગંભીરતાથી ના લીધી, પરંતુ તેના જુનિયરની જીદ કરી અને આ સ્પર્ધા માટે રજીસ્ટર કરાવ્યું અને પછી તૈયારીઓ શરુ કરી.

38 વર્ષીય શ્રુતિએ કહ્યું, આ સ્પર્ધા માટે મને એરફોર્સે પૂરી મદદ કરી. સફળ થવા માટે આકરી મહેનત કરી. આ દરમિયાન તેણે કામ અને ઘર એ બંનેમાં બેલેન્સ જાળવ્યું. જો કે, આ પેજન્ટ ગયા વર્ષે જૂન મહિનામાં યોજાવાની હતી, પરંતુ મહામારીને કારણે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં યોજાઈ હતી.

શ્રુતિએ જણાવ્યું, હું મારી ફિઝિકલ ફિટનેસ પર ધ્યાન આપવાની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ કામ કરું છું. મેરિડ વુમન માટે ફેશન સ્પર્ધામાં સ્પોન્સર શોધવા મુશ્કેલ હોય છે. આથી અન્ય ક્ષેત્રોમાં પણ પોતાને સાબિત કરવા જરૂરી છે. શ્રુતિ સેક્સ વર્કરના બાળકોને સમાજમાં સન્માન અપાવવા માટે કામ કરી રહી છે. જે બાળકોના પિતા દેશની સેવામાં શહીદ થયા છે તેમને પણ મદદ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો