કોયડાઓ કાયમ માટે આપણી આસપાસ જ હોય છે અને તેને ઉકેલવા પડકારજનક અને લાભદાયી બંને હોઈ શકે છે અને જો તમે આવા જ કોઈ કોયડાની શોધમાં છો તો અમારી પાસે એક કોયડો છે, જે તમારા મગજને ગૂંચવણમાં મૂકી દેશે. ટ્વિટર પર શેર કરવામાં આવેલી આ મનમોહક પઝલ લોકોને શ્રેણીબદ્ધ સંકેતોનો ઉપયોગ કરીને અને તર્કનો ઉપયોગ કરીને તેનું મૂલ્યાંકન કરીને 3-અંકનાં કોડને ક્રેક કરવાનો પડકાર આપે છે તો, શું તમે પઝલ પર તમારો હાથ અજમાવવા માટે તૈયાર છો?
IAS અધિકારીએ શેર કર્યું આશ્ચર્યજનક પઝલ
માઇક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર IAS અવનીશ શરણ દ્વારા શેર કરવામાં આવેલા આશ્ચર્યજનક પઝલનું કેપ્શન કંઈક આવુ છે, ‘તમારો જવાબ?’ IAS અધિકારી દ્વારા શેર કરવામાં આવેલી આ પઝલ લોકોને આપેલા સંકેતોનો ઉપયોગ કરીને લોક માટે યોગ્ય કોડ શોધવા માટે પડકાર આપે છે. 11 માર્ચનાં રોજ શેર થયા પછી આ ટ્વીટને 8.1 લાખથી વધુ વ્યૂઝ અને 5,700 થી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે. યૂઝર્સે કોમેન્ટ સેક્શનમાં તેના જવાબો પણ પોસ્ટ કર્યા છે, ચાલો જાણીએ શું છે સાચો જવાબ?
લોકોએ કોમેન્ટ્સમાં શું પોસ્ટ કર્યું? તે અહીં છે:
એક વ્યક્તિએ પોસ્ટ કર્યું, ‘0,4,2. પહેલા અને ચોથા સંકેતથી અનુક્રમે 6 અને 8 દૂર કરવામાં આવે છે. તેથી, 2 એ સાચું છે અને તે યોગ્ય જગ્યાએ છે. ત્રીજા સંકેત મુજબ 0 અને 2 સાચા છે પરંતુ, ખોટી જગ્યાએ હવે તે 0_2 થઈ જાય છે. બીજા સંકેત દ્વારા 1 શક્ય નથી કારણ કે, આપણે મધ્યમાં નંબર મૂકવો પડશે, તેથી ફક્ત 4 બાકી છે.’ બીજાએ પોસ્ટ કર્યું, ‘પહેલા જુઓ ચોથી શરત મુજબ 7,3,8 કોડમાં નથી ... તે પછી સ્થિતિ 1 અને 2 નું અવલોકન કરીને આપણે નિષ્કર્ષ કાઢીએ છીએ કે, 6 પણ કોડમાં નથી અને આપણને આપણો કોડ અંક 2 પણ યોગ્ય જગ્યાએ મળે છે .... હવે... સ્થિતિનું અવલોકન કરો ત્રીજું અને પાંચમું આપણને આપણા બીજા બે અંકો મળે છે.... 1.એટલે કે 042.’ ત્રીજાએ લખ્યું, ‘042 એ સાચો કોડ છે કારણ કે, તે તમામ નિયમોનું પાલન કરે છે.’
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.