• Gujarati News
  • Lifestyle
  • Will Take Care Of The Elderly, Will Play Games, Will Also Remember The Times Of Serials, The Face Will Be Like A Man

વૃદ્ધોનું એકલાપણુ દૂર કરશે હ્યુમન રોબોટ:વૃદ્ધોનું ધ્યાન રાખશે, ગેમ્સ પણ રમશે, સીરિયલના ટાઈમ પણ યાદ રાખશે, ચહેરો પણ એકદમ માણસ જેવો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે વિજ્ઞાનની દુનિયામાં દરેક સપનું સાકાર થતું હોય તેવું લાગે છે, ત્યારે વિજ્ઞાનમાં વધુ એક વિકાસ થયો છે. માણસો જેવા રોબોટ એટલે કે હ્યુમન રોબોટથી વિજ્ઞાનમાં વધુ એક વાર ઉમેરો થયો છે. બ્રિટનમાં આવેલી રોબોટિક્સ કંપની એન્જિનિયર્ડ આર્ટ્સે હ્યુમનોઇડ રોબોટ બનાવ્યો છે જે આપણી સાથે વાત કરી શકે છે. તેઓ આપણું કામ કરશે. આપણી વચ્ચે જ રહેશે.

કંપનીના માલિક જેક્સનનું કહેવું છે કે, આ હ્યુમનોઇડ રોબોટ્સની આંખોમાં કેમેરો લગાવવામાં આવ્યો છે. અમે એનિમેશન દ્વારા તેમને માનવ જેવો ચહેરો આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જે લાગણીઓને વ્યક્ત કરી શકે.

રોબોટ વૃદ્ધ લોકોનો સાથી બનશે
આ મહિલા રોબોટનું નામ 'અમેકા' રાખવામાં આવ્યું છે. અમેકા અત્યારે ચાલી શકે તેમ નથી. તેના પગ તૈયાર કરવામાં આવી રહ્યા છે, પરંતુ તે અલગ-અલગ લોકો સાથે વાત કરવામાં સક્ષમ છે. જેક્સન કહે છે, તે વૃદ્ધોનો સાથી બની શકે છે. તમે હંમેશાં તેમની સાથે રહી શકો છો. તેમને જરૂરી ચીજવસ્તુઓની યાદ અપાવી શકે છે, જેમ કે તેમના મનપસંદ ટીવી પર પ્રોગ્રામનો સમય હોય ત્યારે તેમને જાણકારી આપે છે.

આ રોબોટ આંખથી આંખ મિલાવીને વાત કરી શકશે. તેમની સાથે જીવનસાથીની જેમ વર્તન કરશે. તેમાંથી તેઓ ક્યારેય કોઈ પણ વસ્તુથી બોર પણ નહીં થાય. તેમને ચેસ જેવી રમતો પણ શીખવવામાં આવશે, પરંતુ તેમને હરાવવાનું અશક્ય છે. હ્યુમનોઇડ રોબોટ્સના બિઝનેસમાં પણ ઘણી મોટી કંપનીઓ ઉતરી રહી છે.

ફિમેલ રોબોટ અમેકા અલગ અલગ લોકો સાથે વાત કરી શકે છે.
ફિમેલ રોબોટ અમેકા અલગ અલગ લોકો સાથે વાત કરી શકે છે.

ઈલોન મસ્કે બનાવ્યો છે હ્યુમનનોઇડ રોબોટ
ઈલોન મસ્કે આ વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ ઓપ્ટિમસ રોબોટનું ઉદ્ઘાટન કર્યું હતું. તે પૈડાં પર ચાલી શકતું હતું. પરંતુ કિંમત વિશે હજી સુધી કંઇ કહેવામાં આવ્યું નથી. ઈલોન મસ્કે કહ્યું હતું કે મોટા પાયે ઉત્પાદન બાદ તેની કિંમતમાં 16 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરી શકાય છે.

મસ્કની કંપની ટેસ્લાએ પણ ઓપ્ટિમસ રોબોટનું ઉદ્ઘાટન કર્યું છે.
મસ્કની કંપની ટેસ્લાએ પણ ઓપ્ટિમસ રોબોટનું ઉદ્ઘાટન કર્યું છે.

જાપાને ,માણસના ચહેરા જેવો જ રોબોટ બનાવ્યો
જાપાનની ઇન્ટેલિજન્ટ રોબોટિક્સ લેબના ડાયરેક્ટર હિરોશી ઇશિગુરોએ આ રોબોટને પોતાનો ચહેરો આપ્યો હતો. તેણે બીજો રોબોટ ડિઝાઇન કર્યો. તેને જાપાનના ડિજિટલ મંત્રી કોનો તારોનો ચહેરો આપ્યો. આ રોબોટ્સનો ઉપયોગ તેમની જાહેર સભાઓમાં કરવામાં આવશે. ઇશિગુરો કહે છે, લોકો અવતાર જેવા આ રોબોટ્સ સાથે પોતાના અવાજમાં વાત કરી શકશે. આ રોબોટ્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ સુરક્ષિત છે અને આવનારા સમયમાં વધુ સારા રહેશે.

જાપાનની ઇન્ટેલિજન્ટ રોબોટિક્સ લેબના ડિરેક્ટર હિરોશી ઇશિગુરો (જમણે) સાથેનો તેમનો રોબોટ (ડાબે).
જાપાનની ઇન્ટેલિજન્ટ રોબોટિક્સ લેબના ડિરેક્ટર હિરોશી ઇશિગુરો (જમણે) સાથેનો તેમનો રોબોટ (ડાબે).

અમેકા સવાલના જવાબ પણ આપે છે...
સવાલ : તમારો મનપસંદ મહિનો કયો છે?

જવાબ : મને વર્ષના મહિનામાંથી પસંદગી કરવાનું કહેવામાં આવે તો મને ઓક્ટોબર ગમે છે. મને ઠંડુ તાપમાન વધારે પસંદ છે.

સવાલ : શું રોબોટના પગ તૈયાર છે?
જવાબ : અત્યારે ચાલી નથી શકતો, પરંતુ મેં એન્જિનિયર્ડ આર્ટ્સ લેબમાં પ્રોટોટાઇપ લેગ્સ બનાવતા જોયા છે. મારા પગ બાયરન રોબોટના પગની ડિઝાઇન પર આધારિત હશે. આ મને વધારે ઉર્જા ખર્ચ કર્યા વિના ચાલવાની મંજૂરી આપશે.