• Gujarati News
  • Lifestyle
  • WikiLeaks Fame Julian Assange Falls In Love With His Own Lawyer, Remembers Getting Married After Having Two Children, Will Now Get Married In Jail

અજબ પ્રેમ કી ગજબ કહાની:અમેરિકાના નાકમાં દમ કરનારો ‘વિકિલીક્સ’ ફેમ જુલિયન અસાંજ પોતાની જ વકીલના પ્રેમમાં પડ્યો, બે બાળકો થયાં બાદ લગ્ન કરવાનું યાદ આવ્યું, હવે જેલમાં પરણશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુલિયન અસાંજ 2019થી લંડનની બેલમર્શ જેલમાં છે
  • સેન્સિટિવ ઈન્ફોર્મેશન લીક કેસમાં મોરિસ તેની વકીલ છે
  • કપલ 2015થી એકબીજાના પ્રેમમાં હતા

કહેવાય છે કે પ્રેમની તાકત આગળ દુનિયાની તમામ તાકતો નબળી પડી જાય છે. પોતાના ખુલાસાથી દુનિયાને હચમચાવી દેનારી વેબસાઈટ વિકિલીક્સના ફાઉન્ડર જુલિયન અસાંજ અને વકીલ સ્ટેલા મોરિસની લવ સ્ટોરી આ વાત સાબિત કરી જાય છે. અમેરિકન સરકારની જાસૂસીના આરોપમાં અસાંજ 2019થી લંડનની બેલમર્શ જેલમાં છે. તેના પર આરોપ હતો કે તેણે અમેરિકાના સેન્સિટિવ ડોક્યુમેન્ટ્સ લીક કર્યા હતા. અસાંજ અને મોરિસની લવ સ્ટોરી ઈક્વાડોરના દૂતાવાસમાં શરૂ થઈ હતી.

સેક્યુઅલ કેસના આરોપમાં સ્વીડન પ્રત્યાર્પણથી બચવા માટે અસાંજને ઈક્વાડોરના દૂતાવાસમાં રખાયો હતો. અહીંથી જ અસાંજ અને મોરિસનું ઈલુ ઈલુ શરૂ થયું હતું. કપલે બંનેનું રિલેશનશિપ 2020માં જાહેર કર્યું હતું. 2020માં જ તેમણે લગ્ન કરવા માટે જેલ અધિકારીઓને અરજી કરી હતી. લાંબા ગાળે આ અરજીને હવે આવકારો મળ્યો છે. જેલ અધિકારીની પરમિશન મળ્યા બાદ હવે લંડનની જેલમાં અસાંજ અને મોરિસ લગ્ન કરશે.

અસાંજનો કેસ લડતાં લડતાં લવ થઈ ગયો

વિકિલીક્સની વેબસાઈટ પર અપલોડ થયેલા વીડિયો પ્રમાણે દક્ષિણ આફ્રિકામાં જન્મેલી વકીલ મોરિસને અસાંજનો કેસ લડ્યા બાદ તે ગમવા લાગ્યો હતો. 2019માં અસાંજને દૂતાવાસમાં બેલમર્શની જેલમાં ટ્રાન્સફર કરાયો.

2011ની મુલાકાત બાદ પ્રેમ ગાઢ બન્યો

અસાંજ સાથે મોરિસની મુલાકાત 2011માં થઈ. તે સમયે મોરિસ તેની કંપનીની લીગલ ટીમમાં સભ્ય હતી. યૌન ઉત્પીડનના આરોપમાં પ્રત્યાર્પણથી બચવા માટે 2012માં અસાંજએ ઈક્વાડોર દૂતાવાસમાં રોકાયો હતો. અહીં બંનેની દરરોજ મુલાકાત થતી હતી. 2015માં બંનેને પ્રેમ થયો અને 2 વર્ષ બાદ તેમણે સગાઈ કરી.

જેલમાં પણ અસાંજને મોરિસનાં સપનાં આવતાં
મોરિસ અસાંજની વકીલ હતી. જુલિયનનો કેસ જે રીતે મોરિસ હેન્ડલ કરી રહી હતી તે વાત પર તે ફીદા થઈ ગયો હતો. જેલમાં ગયા બાદ પણ અસાંજના પ્રેમમાં કોઈ ફરક ન પડ્યો. જેલમાં પણ અસાંજ મોરિસના સપના જોતો.

2017માં જ લગ્નનાં સપનાં જોયાં
અસાંજએ દૂતાવાસમાં જ બંનેના લગ્નના સપનાં જોયા હતા. 2017માં તેણે મોરિસને એક ડાયમંડ રિંગ ઓનલાઈન બતાવી. મોરિસને આ રિંગ ખુબ પસંદ પડી. જોકે બંનેના પ્રેમ વચ્ચે કાયદો આવી જતા અસાંજએ જેલમાં જવું પડ્યું.

મોરિસને જુલિયનમાં દુનિયાનો સૌથી શ્રેષ્ઠ માણસ દેખાયો
મોરિસના એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, 2011માં મોરિસ અને તેના સંબંધ એકદમ પ્રોફેશનલ હતા. તે સમયે દરરોજ મોરિસ અસાંજને મળવા દૂતાવાસ જતી હતી. પ્રોફેશનલ રિલેશનશિપ ફ્રેન્ડશિપમાં કન્વર્ટ થઈ ગઈ. દુનિયામાં તેને મોરિસ સૌથી શ્રેષ્ઠ માણસ લાગ્યો. દૂતાવાસમાં કપલ નોર્મલ લાઈફની યોજના બનાવતા હતા.

અસાંજને જેલમાંથી મુક્તિ મળે તેના માટે દુનિયાભરમાં પ્રદર્શન થાય છે
અસાંજને જેલમાંથી મુક્તિ મળે તેના માટે દુનિયાભરમાં પ્રદર્શન થાય છે

લગ્ન પહેલાં 2 બાળકો

કપલની સગાઈ થઈ ચૂકી છે. તેમને 2 દીકરા છે. 4 વર્ષના મોટા દીકરાનું નામ ગ્રેબિયલ છે અને 2 વર્ષના નાના દીકરાનું નામ મેક્સ છે. આટલા વર્ષોથી મોરિસ એકલી જ દીકરાઓની સારસંભાળ કરે છે.

બંને બાળકો પપ્પા સાથે વીડિયો કોલ પર વાત કરે છે

અસાંજએ તેના બંને બાળકોનો જન્મ વીડિયો કોલ પર જોયો. દૂતાવાસમાં બંને બાળકો પપ્પા અસાંજને મળવા પણ જતા હતા. હાલ બંને બાળકો વીડિયો કોલથી પિતા સાથે વાત કરે છે. મોરિસ તેનાં બાળકો સાથે અસાંજના પેરેન્ટ સાથે રહે છે.

અન્ય સમાચારો પણ છે...