• Gujarati News
  • Lifestyle
  • Wife Gets Angry When She Sees 3 Carat Diamond Ring Given By Husband At Wedding, Takes Off Ring And Puts On Bur Band

પતિની ગિફ્ટ પર રડી પડી મહિલા:લગ્નમાં પતિએ આપેલી 3 કેરેટ હીરાની વીંટી જોઈ પત્ની ગુસ્સે ભરાઈ, રિંગ ઉતારીને રબર બેન્ડ પહેરી લીધું

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક મહિલા લગ્નમાં પતિ તરફથી આપવામાં આવેલી ડાયમંડ રિંગથી એટલી શરમમાં મૂકાઈ ગઈ કે તેણે રડતા રડતા તેને ઉતારીને મહિલાએ રબર બેન્ડ પહેરવાનું વધારે યોગ્ય માન્યું. મહિલાના પતિએ લગ્નમાં 3 કેરેટ હીરાની વીંટી આપી હતી. પતિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરતા તેની લાગણી વ્યક્ત કરી હતી.

વીડિયોમાં મહિલા રડી રહી છે અને પોતાની ભાવનાઓ વ્યક્ત રહી છે. આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે, લોકો પત્નીને જ્વેલરીની જગ્યાએ સંબંધોને પ્રાધાન્ય આપવાની સલાહ આપી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ વીડિયોમાં અરાશની પત્નીનો હાથ બતાવવામાં આવ્યો છે, જેમાં તે નાનું સિલિકોન રબર બેન્ડ પહેરેલી જોવા મળી રહી છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં અરાશ કહે છે કે, "મારી પારસી પત્નીને" તેની "નાની" 3 કેરેટની હીરાની વીંટી પર શરમ આવે છે, તેથી તે તેની જગ્યાએ આ રબરની વસ્તુ પહેરે છે.

પતિએ પત્નીની કહાની જણાવી
પતિએ કહ્યું કે, મારી પારસી પત્નીને તેની નાની 3 કેરેટની હીરાની વીંટી પહેરવામાં શરમ આવે છે. તેથી તે તેની જગ્યાએ રબરની રિંગ પહેરે છે. એક અન્ય વીડિયોમાં તેની પત્ની કહી રહી છે કે વીંટી એટલી મોટી નથી. આ વિશે તેનો પતિ કહે છે કે તેની પત્ની સંબંધોની જગ્યાએ બનાવટી વસ્તુઓને વધારે મહત્ત્વ આપે છે.

પત્નીએ આપ્યો જવાબ
તેમજ આ સિરીઝના બીજા વીડિયોમાં તેની પત્ની એવું કહી રહી છે કે, કોઈએ મને કહ્યું કે તેના પિતરાઈ ભાઈને પતિ તરફથી આપવામાં આવેલી નાનકડી વીંટી દેખાઈ જ નથી રહી, તેથી સ્વભાવિક છે કે, તેમણે મારી વીંટી નથી જોઈ...એટલા માટે તે એટલી મોટી નથી. જો તે મોટી હોત, તો તે તેને જોઈ લીધી હોત. તેના પછી તેણે ડાયમંડ રિંગની જગ્યાએ આ રબર રિંગને પહેરવાનું પસંદ કર્યું.