કહેવામાં આવે છે કે, બાળકોની નાની કે મોટી કોઇ તકલીફ માતા સહન કરી ન કરી શકે. પરંતુ અમુક વાર ગુસ્સામાં સાચા-ખોટાની ખબર રહેતી નથી અને બધો ગુસ્સો બાળક પર કાઢે છે. સાયકોલોજિસ્ટ ડોક્ટર બિંદા સિંહ કહે છે કે, માતા માટે તેનું બાળક સૌથી સોફ્ટ ટાર્ગેટ છે, જેના પર તે સરળતાથી ચીસો પાડી શકે છે, તેને મારી પણ શકે છે. તે પોતાના કામમાં એટલી બધી વ્યસ્ત અને પરેશાન રહે છે કે, ઘણી વખત વિચાર્યા વગર તે પોતાનો બધો ગુસ્સો બાળક પર કાઢે છે. ઘણી વખત માતાઓ ગુસ્સે થઈને નાની ભૂલ માટે પણ બાળકને એવી સજા આપે છે, જેનું વળતર બાળકને જીવનભર ભોગવવું પડે છે.
માતાએ એવી સજા આપી કે, બાળકી વરસો સુધી રહી બેડ પર
ડોક્ટર બિંદા સિંહ એક કેસ વિશે કહે છે કે, એક દસ વર્ષની બાળકી કોઇ કારણસર તેના ભાઈ સાથે ઝઘડો કરી રહી હતી. બાળકોનો ઝઘડો વધી ગયો હતો. આ દરમિયાન માતા ગુસ્સે થઈ ગઈ અને તેણે બાળકની પીઠ પર મુક્કો મારી દીધો હતો. જેમાં બાળકને 'કરોડરજ્જુમાં ઈજા' થઈ ગઈ, જેના કારણે તે ચાલી શકતી ન હતી અને પથારી્વશ થઇ ગઈ હતી. બાળક અને માતા સહિત સમગ્ર પરિવારને 7 થી 8 વર્ષ સુધી સહન કરવું પડ્યું હતું. માતાના આ વર્તનને કારણે બાળકના માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ ખરાબ અસર પડી હતી. જો કે, બાળકી હવે સ્વસ્થ થઈ ગયું છે, પરંતુ તે આ ઘટનાને ભૂલી શકતી નથી.
માતા ગુસ્સામાં આવીને ટોર્ચર કરે છે.
બીજા કિસ્સા વિશે વાત કરવામાં આવે તો, ડૉ.બિંદા કહે છે કે પિતા માનસિક રોગી હોવાને કારણે માતા ઘણી વાર પરેશાન અને ગુસ્સામાં રહેતી હતી. તે પોતાનો બધો ગુસ્સો બાળક પર કાઢીને દરેક નાની-નાની વાતમાં બાળકનું અપમાન કરતી અને કહેતી કે 'તે તેના પિતા જેવો થયો છે.' જેની અસર મગજ પર થતા બાળક ચૂપ રહેવા લાગ્યું હતું. માતાએ દરરોજ આ વાત કહેતા બાળકે પણ સ્વિકાર્યું હતું કે, તે ખરેખર પોતાના પિતાની જેમ માનસિક રીતે નબળો છે. અન્ય એક કિસ્સો સમજાવતાં ડો.સિંઘ કહે છે કે, પોતાના બાળકની હત્યા કરતી વખતે માતા ગુસ્સામાં આવીને વેલણ ફેંક્યું હતું, જેના કારણે તેનું માથું ફાટી ગયું હતું.
માતા કેમ ગુસ્સો કરે છે?
જે પણ માતાઓ બાળક પર ગુસ્સો કરે છે, તે પાછળનું કારણ અંગત જીવનમાં ચાલી રહેલી મુશ્કેલી પણ હોય શકે છે. ઘણી ઘટનાઓમાં તો પતિ સાથે અણબનાવ અને પોતાના સંબંધની ચિંતા સતાવતી હોય છે. આ સિવાય પણ એક બીજું કારણ છે કે માતાઓ એવું પણ વિચારે છે કે, તેમનું બાળપણ પણ આ રીતે જ વીત્યું હતું. તેની માતાએ પણ તેની સાથે એ જ રીતે વર્તન કર્યું હતું. ઘણી વાર તો માતા વિચારે છે કે બાળક તેને આટલું પરેશાન કરી રહ્યું છે, જો તે તેની માતા હોત, તો તેણે આ સમયે શું કર્યું હોત. આ વિશે વિચારીને તેઓ બાળકો સાથે આ પ્રકારનું વર્તન કરે છે.
બાળકોનાં જીવન સાથે ના રમો.
એવું નથી કે, તમે બાળકના માતા-પિતા છો એટલે બાળકો સાથે કોઇ પણ પ્રકારનું વર્તન કરશો તો ચાલશે. બાળકોને સમજવાની કોશિશ કરો. કોઇ ગુસ્સા પર કાબૂ રાખતા શીખો, નહીં તો એવું પણ બની શકે છે કે તમે ગુસ્સામાં આવીને બાળક સાથે એવું ન કરો, જેનું પરિણામ તમારે જીવનભર ભોગવવું પડે. જો બાળક શેતાની કરે તો તે સમયે તેને છોડી દો અને થોડા સમય પછી પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરો. બાળકના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. બાળકોની સામે કંઈપણ ખરાબ બોલવાનું ટાળો. બાળકને એવી સજા ન કરો કે જેનાથી તમને અને તમારા બાળકને આજીવન ખર્ચ થાય અને ભોગવવું પણ પડે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.