• Gujarati News
  • Lifestyle
  • Why Men And Women Yearn For New Bodies; What Is The Risk Of Life In Sex Change? It Is Not Easy To Change From A Man To A Woman

સેક્સ ચેન્જ:શા માટે પુરુષો અને સ્ત્રીઓ નવા શરીર માટે ઝંખે છે; સેક્સ ચેન્જમાં જીવનું જોખમ કેટલું? પુરુષમાંથી સ્ત્રી બનવું સરળ નથી

5 મહિનો પહેલા
  • કોઈ પુરુષને લાગે છે કે તેનું શરીર પુરુષનું છે, પરંતુ તે પોતાને એક સ્ત્રી જેવું અનુભવે છે, ત્યારે તે સેક્સ ચેન્જ સર્જરીનો સહારો લે છે

થોડા દિવસ પહેલા આંધ્રપ્રદેશમાં એક છોકરાનું સેક્સ ચેન્જ સર્જરી દરમિયાન મૃત્યુ થઈ ગયું. યુટ્યુબની મદદથી બીફાર્માના બે વિદ્યાર્થીઓ દ્વારા આ સર્જરી કરવામાં આવી હતી. જ્યારે આ પ્રકારની સર્જરી કરવામાં આવે છે, ત્યારે શું તે શરીર અને મન બંને માટે જોખમ ઊભું કરે છે.

ગ્લોબલ માર્કેટ ઈનસાઈટના એક રિપોર્ટના અનુસાર, ટ્રાંસજેન્ડ મુદ્દા પર વધતી જાગૃતાના કારણે જેન્ડર ચેન્જના કેસ વધ્યા છે. તે સિવાય આ પ્રકારના સર્જિકસ સેન્ટર્સ વધવાના કારણે પણ જેન્ડર ચેન્જની સર્જરીમાં વધારો થયો છે.
ગ્લોબલ માર્કેટ ઈનસાઈટના એક રિપોર્ટના અનુસાર, ટ્રાંસજેન્ડ મુદ્દા પર વધતી જાગૃતાના કારણે જેન્ડર ચેન્જના કેસ વધ્યા છે. તે સિવાય આ પ્રકારના સર્જિકસ સેન્ટર્સ વધવાના કારણે પણ જેન્ડર ચેન્જની સર્જરીમાં વધારો થયો છે.

શા માટે પુરુષો અને સ્ત્રીઓ નવા શરીર માટે ઝંખે છે
જ્યારે કોઈ પુરુષને લાગે છે કે તેનું શરીર પુરુષનું છે, પરંતુ તે પોતાને એક સ્ત્રી જેવું અનુભવે છે, ત્યારે તે સેક્સ ચેન્જ સર્જરીનો સહારો લે છે. આવી સર્જરીની ઈચ્છા ધરાવતી મોટાભાગની મહિલાઓ પણ આ પરિસ્થિતિમાં સેક્સ રિઅસાઈનમેન્ટ સર્જરીનો સહારો લે છે.

સાઈકિયાટ્રિસ્ટ ડૉ. જ્યોતિ કપૂરના અનુસાર, આવી સર્જરી પહેલા કાઉન્સિલિંગ જરૂરી હોય છે. આ કાઉન્સિલિંગ લાંબા સમય સુધી ચાલે છે અને તેમાં સાઈકિયાટ્રિસ્ટ એ જાણવાનો પ્રયાસ કરે છે કે વ્યક્તિ આવેશમાં આવીને અથવા ભાવનામાં આવીને તો આવો નિર્ણય નથી લઈ રહ્યોને.

જર્મનીમાં લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડરને લગતા કાયદામાં થયેલા ફેરફારોને કારણે અહીંના સેક્સ ચેન્જ સર્જરીનું માર્કેટ સમગ્ર યુરોપમાં સૌથી મોટું માનવામાં આવે છે.
જર્મનીમાં લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડરને લગતા કાયદામાં થયેલા ફેરફારોને કારણે અહીંના સેક્સ ચેન્જ સર્જરીનું માર્કેટ સમગ્ર યુરોપમાં સૌથી મોટું માનવામાં આવે છે.

કેવી રીતે શરીરમાં ફેરફાર કરવામાં આવે છે દિલ્હીની એચસીએમસીટી મણિપાલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડૉ. કિરણમોય સારંગીના અનુસાર, 'સેક્સ રિઅસાઈનમેન્ટ સર્જરી'માં પુરૂષ જનનેન્દ્રિયોને સ્ત્રીની જનનેન્દ્રિય સાથે બદલવામાં આવે છે. તેના પછી નવા જિનેટેલિયા ‘ફંક્શન’અને ‘ફીચર’માં મહિલા જનનેન્દ્રિય જેવા થઈ જાય છે. એટલે કે સ્ત્રી બની ગયેલા પુરુષની સેક્સ લાઈફ સામાન્ય સ્ત્રીઓ જેવી થઈ જાય છે, પરંતુ મેલ ટૂ ફિમેલ બનવાની આ સર્જરી પછી પણ તેઓ માતા નથી બની શકતી નથી. ઓપરેશન પહેલા સેક્સ ચેન્જ કરવાની ઈચ્છા ધરાવતા પુરુષોને ફેમિનેઝિંગ હોર્મોન થેરપી આપવામાં આવે છે. તેને ઈન્ડોક્રાઈન હોરમોન થેરપી પણ કહેવામાં આવે છે. હોરમોન આપવાથી પુરુષનું શરીર મહિલાના શરીરમાં પરિવર્તિત થવા લાગે છે. તેના ચહેરાના વાળને ઓછા કરવામાં મદદ કરે છે. ઓછામાં ઓછા એક વર્ષ સુધી બે સાઈકિયાટ્રિસ્ટ પાસે કાઉન્સિલિંગ કરાવવામાં આવે છે. પ્લાસ્ટિક સર્જન સહિત ડૉક્ટરોની આખી ટીમને જ્યારે એવું લાગે છે કે વ્યક્તિ ખરેખર શરીર અને દિમાગથી સેક્સ ચેન્જ કરાવવા માટે તૈયાર છે, ત્યારે સર્જરી કરવામાં આવે છે.

ઑસ્ટ્રેલિયામાં, આ પ્રકારની સર્જરી મેડિકેર અને આરોગ્ય વીમા કવચને કારણે આવી સર્જરીની જરૂરિયાત ધરાવતા લોકોને પણ લલચાવી રહી છે.
ઑસ્ટ્રેલિયામાં, આ પ્રકારની સર્જરી મેડિકેર અને આરોગ્ય વીમા કવચને કારણે આવી સર્જરીની જરૂરિયાત ધરાવતા લોકોને પણ લલચાવી રહી છે.

છોકરાની દાઢીને છોકરીની જેમ બનાવવામાં આવે
ડૉ. કિરણમોય સારંગીના અનુસાર, આ સર્જરી બે ભાગમાં વહેંચાયેલી છે, ટોપ સર્જરી અને બોટમ સર્જરી. પુરુષોમાંથી મહિલા બનવાની પ્રક્રિયામાં દાઢી મહિલા જેવી બનાવવામાં આવે છે. તે ટોપ સર્જરીનો ભાગ હોય છે. બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ પણ ટોપ સર્જરીમાં આવે છે.

વેઝાઇનાપ્લાસ્ટીને બોટમ સર્જરીનો ભાગ માનવામાં આવે છે. મહિલામાંથી પુરુષ બનવાની પ્રક્રિયામાં મેસ્કેટોમી સર્જરી થાય છે. આ સર્જરીમાં શરીરમાંથી બ્રેસ્ટને દૂર કરવામાં આવે છે. ડૉક્ટર આ સર્જરી કરતા પહેલા દર્દી પાસે કાગજી કાર્યવાહી પૂરી કરાવે છે, કેમ કે આ સર્જરીને ફરીથી બદલીને પહેલા જેવું શરીર નથી બનાવી શકાતું. તે લગભગ અસંભવ પ્રક્રિયા હોય છે.

નાલસા વર્સિસ યુનિયન ઓફ ઈન્ડિયાના ડિસીઝનમાં , લેસ્બિયન, ગે, ટ્રાન્સજેન્ડર, ટ્રાન્સસેક્સ્યુઅલ, ક્વિયર સમુદાયોને થર્ડ જેન્ડર કેટેગરીમાં મૂકવામાં આવ્યા હતા. તેમના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે તેમ પણ જણાવાયું હતું.
નાલસા વર્સિસ યુનિયન ઓફ ઈન્ડિયાના ડિસીઝનમાં , લેસ્બિયન, ગે, ટ્રાન્સજેન્ડર, ટ્રાન્સસેક્સ્યુઅલ, ક્વિયર સમુદાયોને થર્ડ જેન્ડર કેટેગરીમાં મૂકવામાં આવ્યા હતા. તેમના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે તેમ પણ જણાવાયું હતું.

સેક્સમાં ફેરફારનો અધિકાર એટલે રાઈટ ઓફ ચોઈસ
સુપ્રીમ કોર્ટના વકીલ નિપુણ સક્સેનાના અનુસાર, સેક્સ ચેન્જ કરાવવું ‘રાઈટ ઓફ ચોઈસ’અંતર્ગત આવે છે. સેક્સમાં ફેરફારની સ્વતંત્રતા જસ્ટિસ કેએસ પુટ્ટાસ્વામી VS યુનિયન ઓફ ઈન્ડિયામાં 11 જજની ડિવિઝન બેંચમાં આપવામાં આવી. આ અધિકારને ‘રાઈટ ઓફ ડિગ્નિટી’ માનવામાં આવે છે. આ અધિકાર દરેક વ્યક્તિને સન્માનની સાથે જીંદગી જીવવાનો અધિકાર આપે છે.

કેટલાક દેશોમાં ઈન્શ્યોરન્સ કવર મળવાના કારણે લોકો ત્યાં જઈને સર્જરી કરાવવા માગે છે. તેનાથી દર્દીનો ખર્ચો ઓછો થઈ જાય છે. સાથે બીજા દેશોમાંથી આવી સર્જરી માટે આવતા લોકોની સંખ્યા વધે છે.
કેટલાક દેશોમાં ઈન્શ્યોરન્સ કવર મળવાના કારણે લોકો ત્યાં જઈને સર્જરી કરાવવા માગે છે. તેનાથી દર્દીનો ખર્ચો ઓછો થઈ જાય છે. સાથે બીજા દેશોમાંથી આવી સર્જરી માટે આવતા લોકોની સંખ્યા વધે છે.

થાઈલેન્ડમાં આવી સર્જરી કરાવવા લોકો જાય છે, 10 લાખ ખર્ચ આવે છે
ભારતમાં આવી સર્જરી પર 4થી 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવે છે. વિવિધ હોસ્પિટલની સુવિધાના અનુસાર આ સર્જરીના ખર્ચમાં અંતર હોય છે. ઉપયોગમાં લેવામાં આવેલી વસ્તુઓના આધારે કિંમતમાં અંતર જોવા મળે છે જેમ કે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ 30 હજારથી લઈને લાખ રૂપિયા સુધી હોય છે. કેટલાક લોકો આવી સર્જરી માટે વિદેશ પણ જાય છે ખાસ કરીને તે લોકો જે તેને છુપાવવા માગે છે.

આવી સર્જરીઓ માટે થાઈલેન્ડ પસંદગીનું સ્થળ છે. તે ઉપરાંત યુકે, યુએસએ, કેનેડા, જર્મની, ફ્રાન્સ જેવા દેશોમાં પણ આ સર્જરી કરવામાં આવી રહી છે.

સેક્સ ચેન્જ સાથે સંબંધિત કાયદો અને સજા
એડવોકેટ નિપુણ સક્સેનાના અનુસાર, સેક્સ ચેન્જ ઓપરેશન દરમિયાન ડૉક્ટરની બેદરકારીથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો IPCની 304 ‘A’ના અંતર્ગત તેના પર કેસ નોંધવામાં આવશે. આ કેસમાં એ જોવામાં આવે છે કે કેવી રીતે સર્જરી કરવામાં આવી હતી, તેને કોણ કરી રહ્યું હતું, તેમાં શું બેદરકારી રાખવામાં આવી હતી.

જો બેદરકારી સાબિત થઈ જાય છે તો મેડિકલ નેગ્લિજિન્સનો કેસ બનશે. બે વર્ષની કડક સજા થઈ શકે છે. કોઈ પુરુષની સાથે જબરદસ્તી સેક્સ ચેન્જ કરાવવાની પ્રક્રિયા થાય છે તો તેને ઈમેક્યુલેશન કહેવામાં આવે છે. ભારતીય દંડ સંહિતાની કલમ 320 અંતર્ગત આ સજાપાત્ર અપરાધ ગણવામાં આવે છે. તેમાં સાત વર્ષની સજાની જોગવાઈ છે. ​​​​​​​

પહેલા પતિનું જેન્ડર ચેન્જ કરાવ્યું, પછી બાળક ન આપી શક્યો કહીને તલાક માગ્યા
થોડા દિવસ પહેલા ભોપાલમાં જેન્ડર ચેન્જનો એક કેસ સામે આવ્યો. તેમાં પત્નીના કહેવા પર પતિએ જેન્ડર બદલી નાખ્યું પરંતુ બાદમાં મહિલાએ એવું કહીને છૂટાછેડા માગ્યા કે તેનો પતિ તેને બાળક નહીં આપી શકે.

સ્ટડીના અનુસાર, ઘણી વખત સેક્સ ચેન્જ કર્યા બાદ દર્દીને અહેસાસ થાય છે કે તેણે ભૂલ કરી છે. આ પ્રકારના માર્કેટમાં વધી રહેલા જેન્ડ ચેન્જ માર્કેટને પથ્થર તરીકે ગણવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...