હેલ્થ બેનિફિટ્સ:ભોજનમાં કેમ મરચું વપરાય છે? તીખાં તમતમતા મરચાંનાં અઢળક ફાયદાઓ જાણી લો

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લીલા મરચાં ઇન્સ્યુલિન કન્ટ્રોલ કરે છે
 • રોજ લીલા મરચાં ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે.

દુનિયાના સૌથી તીખા મરચાંનો અવોર્ડ આસામના ભુત જોલોકિયાના નામે છે. તેનો SHU(સ્કોવિલે હીટ યુનિટ) 1001304 છે. SHU તીખાશ માટેનો માપદંડ છે. આસામ અને નાગાલેન્ડમાં ટેસ્ટી અને તીખા તમતમતા અથાણાં બનાવવામાં આવે છે. ઉત્તરાખંડ ઓર્ગેનિક બોર્ડે દાવો કર્યો છે કે, અમારે ત્યાં 50 પ્રકારના મરચાં થાય છે.

મરીના ફાયદાઓ:

 • સંધિવાના દુખાવામાં મરી ફાયદાકારક હોય છે.
 • એક રિસર્ચ પ્રમાણે, મરી ખાવાથી મેદસ્વિતા ઓછી થાય છે.
 • મરીના 4-5 દાણા, 1 ગ્રામ અજમો અને 10 ગ્રામ ગળાની ડાળીને પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો. તેને પીવાથી તાવમાં રાહત મળે છે.
 • મરીની તાસીર ગરમ હોય છે. આથી ઠંડીમાં તેનો વધારે ઉપયોગ થાય છે. તાવ-ઉધરસમાં 2 ગ્રામ મરીનો પાઉડર દૂધ સાથે લેવાથી આરામ મળે છે.
 • જો તમને માથામાં દુખાવો થયો હોય તો એક દાણો સોઈ પર લઈને તેને દીવા ઉપર રાખો અને તેમાંથી નીકળતો ધુમાડો સૂંઘશો તો માથાના દુખાવાથી છૂટકારો મળશે.

લીલા મરચાંના ફાયદાઓ:

 • લીલા મરચાંમાં એન્ટિબેક્ટેરિયલ ગુણો હોય છે. તે સ્કિનને ઇન્ફેક્શનમાં બચાવે છે.
 • લીલા મરચાં ઇન્સ્યુલિન કન્ટ્રોલ કરે છે. રોજ લીલા મરચાં ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે.
 • લીલા મરચાં શરીરની ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. મરચાં કહીએ ત્યારે આપણા શરીરમાં ગરમી બને છે અને તેનાથી કેલરી બર્ન થાય છે.
 • મરચાંમાં હાજર વિટામિન C અને બીટા કેરોટિન આંખો માટે ફાયદાકારક છે. લીલાં મરચાંને પ્રકાશ અને તડકાથી બચાવીને અંધેરમાં રાખવા.
 • લીલા મરચાં ખાવાથી તમે ખુશ રહી શકો છો. લીલા મરચાં મગજમાં એન્ડોર્ફિન લીક કરે છે. તેનાથી આપણને ખુશીનો અનુભવ થાય છે.

લાલ મરચાંના ફાયદાઓ:

 • લાલ મરચાંમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટ્રી ગુણ દર્દમાં આરામ આપવામાં મદદરૂપ થાય છે.
 • જો તમને વહેતા નાકની તકલીફ હોય તો મરચાં પાઉડરને પાણીમાં મિક્સ કરીને પી લો. તેનાથી આ તકલીફમાં રાહત મળશે.
 • લાલ મરચું વિટામિન Cનો સારો સોર્સ માનવામાં આવે છે. તેનાથી તમારી ઇમ્યુનિટી સારી રહેશે.
 • લાલ મરચાંમાં હાજર આયર્ન શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. બ્લડ ફ્લો યોગ્ય રાખવામાં પણ મદદ કરે છે.