• Gujarati News
  • Lifestyle
  • Why Don't Men Take Responsibility For Contraception In Sex? This Is How Busy Couple Manage Their Love Life

સેક્સ સિરિયસલી:સેક્સમાં પુરુષો કોન્ટ્રસેપ્શનની જવાબદારી કેમ લેતા નથી? બિઝી કપલ્સ લવ લાઈફ કેવી રીતે મેનેજ કરશો?

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

પતિ ગર્ભનિરોધક ગોળીની જવાબદારી કેમ લેતા નથી? આ પ્રશ્ન મહિલાઓ માટે એક ચિંતાનો વિષય બની ગયો છે. ઘણા કપલ્સ સેક્સ માટે સમય પણ કાઢી શકતા નથી. સેક્સ સાથે જોડાયેલી ઘણી તકલીફો છે, જો તેનું સોલ્યુશન ના મળે તો તકલીફ વધી જાય છે.

આવી જ તકલીફોનું સોલ્યુશન જણાવી રહ્યા છે સેક્સોલોજિસ્ટ ડૉ. રાજન ભોસલે..

હું કોન્ટ્રસેપ્ટિવ પિલ્સ અને સેક્સ એન્જોય કરું છું, પરંતુ મેં આ વિશે મારા પતિને કહ્યું નથી, શું આ યોગ્ય છે?
મોટાભાગના પુરુષ કોન્ટ્રસેપ્શનની જવાબદારી લેવા માગતા નથી આથી મહિલાઓએ આગળ આવીને ઓપ્શન શોધવા પડે છે અને આ કોઈ ખરાબ કામ નથી. પ્રેગ્નન્સીની જવાબદારી મહિલાઓએ લેવી પડે આથી દવાનો યોગ્ય સમયે ઉપયોગ કરવો એ તેમનો અધિકાર છે. તમે કઈ ખોટું નથી કરી રહ્યા. જો તમને ગિલ્ટ ફીલ થતું હોય તો પતિ સાથે વાત કરવી જોઈએ. તમે પતિને કહી શકો છો કે હું મા બનવા માનસિક રૂપે તૈયાર નથી આથી કોન્ટ્રસેપ્ટિવ પિલ્સનો ઉપયોગ કરું છું.

અમે વર્કિંગ કપલ છીએ અને ઘણા બિઝી રહીએ છીએ. ઘરે આવીને એટલા થાકી જઈએ છીએ કે સેક્સની ઈચ્છા થતી નથી. અમે ઘણીવાર સવારે સેક્સ માટે સમય કાઢીએ છીએ, પરંતુ જોઈન ફેમિલી હોવાને લીધે ઘણીવાર સવારે પણ સમય મળતો નથી. ઘણીવાર પતિ નારાજ થાય છે. અમે સેક્સ લાઈફ કેવી રીતે મેનેજ કરીએ?
સેક્સ કયા સમયે થાય છે તેના કરતાં વધારે જરૂરી એ છે સેક્સ થાય. તમારે બંનેએ બિઝી શેડ્યુલમાંથી સેક્સ માટે સમય કાઢવા માટે પ્લાનિંગ કરવું જોઈએ. જે રીતે આપણે કરિયરમાં આગળ વધવા કે પછી ફિટ બોડી માટે પ્લાનિંગ કરીએ છીએ તેમ સેક્સ માટે પણ પ્લાનિંગ જરૂરી છે. તમે બંને સમય પ્રમાણે સેક્સ લાઈફ મેનેજ કરો અને સમયને ધ્યાનમાં રાખશો તો એક ટાઈમ ટેબલ સેટ કરી શકશો. બંને એકબીજાને યાદ કરાવતા રહો કે સેક્સનો ટાઈમ નજીક આવી રહ્યો છે. તમે બંને તે સમયની રાજ જોશો અને સેક્સ લાઈફ એન્જોય કરી શકશો. આ કપલ્સની પર્સનલ મેટર છે, આથી બંનેએ સાથેમળીને પ્લાનિંગ કરવું જોઈએ.

ડૉ. રાજન ભોસલે, MDપ્રોફેસર એન્ડ HOD, સેક્સ્યુઅલ મેડિસીન ડિપાર્ટમેન્ટ, KEM હોસ્પિટલ એન્ડ જી. એસ. મેડિકલ કોલેજ
​​​​​​​
સેક્સ સિરિયસલી માટે તમે તમારા સવાલ આ ઈમેલ આઈડી પર મોકલી શકો છો: db.women@dbcorp.in મેલ કરતાં સમયે ઈમેલના સબ્જેક્ટમાં સેક્સ સિરિયસલી અચૂક લખો.