ચક્કરને અવગણશો નહીં:તમને ચક્કર કેમ આવે છે? ડૉક્ટર પાસેથી જાણો કારણો અને બચાવના ઉપાય

મીનાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દર્દીને એકદમ ચક્કર આવવાના શરૂ થઈ જાય તો તેનો અર્થ એ થયો કે તેને કોઈ મોટી સમસ્યા છે
 • અન્ય કારણોસર ચક્કર આવતા હોય તો હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવીને તેને કંટ્રોલ કરી શકાય છે

બેસવા-ઉઠવા પર તમને ચક્કર આવી રહ્યા છે અથવા સતત કેટલાય દિવસો સુધી હળવા ચક્કર આવી રહ્યા છે અથવા એટલા બધા ચક્કર આવતા હોય કે તમને ઊભા રહેવામાં કે બેસવામાં પણ તકલીફ થાય. તીવ્ર ચક્કર આવવા સર્વાઈકલ સ્પોન્ડિવાઈટિસ, એપિલેપ્સી, લો બીપી અને હૃદયની બીમારીના સંકેત હોય શકે છે. પારસ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ડૉ. સંજય ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, ચક્કર આવવા તે કોઈ બીમારી નથી પરંતુ બીજી બીમારીના સંકેત છે. તેથી જો તમને અચાનક ચક્કર આવતા હોય તો તરત ડૉક્ટરને બતાવો.

ચક્કર આવતા હોય તો તેને અવગણશો નહીં.
ચક્કર આવતા હોય તો તેને અવગણશો નહીં.

ચક્કર આવવાના કારણો

 • બ્રેન ટ્યુમર
 • સર્વાઈકલ સ્પોન્ડિલાઈસિસ
 • કાનનું સંક્રમણ
 • એપિલેપ્સી
 • બ્લડ પ્રેશર ઘટી જવું
 • હાર્ટની સમસ્યા
 • ચિંતા કરવાથી
 • એનીમિયા
 • શરીરમાં પાણીની ઊણપ

ડૉક્ટરને ક્યારે બતાવવું
જો દર્દીને એકદમ ચક્કર આવવાના શરૂ થઈ જાય તો તેનો અર્થ એ થયો કે તેને કોઈ મોટી સમસ્યા છે. આ સમસ્યા મગજ અને હૃદય સાથે સંબંધિત હોય શકે છે. જો ક્યારેક ક્યારેક ચક્કર આવે છે તો સર્વાઈકલ અથવા કાનના સંક્રમણની સમસ્યા હોય શકે છે. તે ઉપરાંત ઘણા અન્ય કારણ પણ હોય શકે છે, તેને જાણવા માટે શરૂઆતના લક્ષણ દેખાવા પર ડૉક્ટરને જરૂરથી બતાવો.

ચક્કર ગમે ત્યારે આવી શકે છે.
ચક્કર ગમે ત્યારે આવી શકે છે.

ચક્કર આવવાના લક્ષણો

 • ઉઠવા-બેસવા પર ચક્કર આવવા
 • માથાના દુખાવાની સાથે બેભાન થઈ જવું
 • ઉઠતી-બેસતી વખતે બેલેન્સ ન રહેવું
 • ખેંચ આવી રહી હોય એવું મહેસૂસ થવું
 • હૃદયના ધબકારા અનિયમિત થઈ જવા
 • ઉબકા આવવા

ઉપાય
ડૉ. રાજેશ કુમારના જણાવ્યા પ્રમાણ, જો તીવ્ર ચક્કર આવી રહ્યા છે તો ડૉક્ટરની પાસે જવું. ડૉક્ટર સમસ્યાનું કારણ જાણીને તેની સારવાર જણાવશે. તે ઉપરાંત ઘણી વખત કોઈ મોટી બીમારી વગર કોઈ અન્ય કારણોસર ચક્કર આવતા હોય તો હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવીને તેને કંટ્રોલ કરી શકાય છે. વધારે પાણી પીવું જેથી ડિહાઈડ્રેશનના કારણે ચક્કર ન આવે.