હેલ્થ ટિપ્સ:મહિલાઓનાં ચહેરા પર વાળ કેમ હોય છે? ઉંમર વધવાની સાથે થાય છે આ બદલાવ

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઘણી વાર મહિલાઓનાં ચહેરા પર વાળ જોવા મળે છે. ગાલ, માથા, હોઠનાં ઉપરના ભાગમાં વાળ જોવા મળે છે. ઘણી મહિલાઓમાં પુરુષો જેવા વાળ જોવા મળે છે. જયારે મહિલાઓને દાઢી પર વાળ જોવા મળે છે તો મહિલાઓને સંકોચ થાય છે. આ ફેશિયલ હેર બેબી હેર હોય છે.

50ની ઉંમર પછી ફેશિયલ હેર વધુ હોય છે
નરમ અને પાતળા વાળ હોય છે, પરંતુ ઉંમર વધવાની સાથે આ વાળનો ગ્રોથ વધુ બની જાય છે. મેનોપોઝ પછી ચહેરા પર વધુ વાળ જોવા મળે છે. રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સનાં પ્લાસ્ટિક સર્જરી વિભાગના એચઓડી અને કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જન રાંચી, ડો. વિક્રાંત રંજન જણાવે છે કે હોર્મોન્સમાં અસંતુલનને કારણે આવું થાય છે.

હોર્મોન્સની મોટી ભૂમિકા
જ્યારે શરીરમાં મોટો ફેરફાર થાય છે, ત્યારે હોર્મોન્સ અસંતુલિત થવાનું શરૂ કરે છે. ઉદાહરણ તરીકે, ગર્ભાવસ્થા, પીસીઓએસ, મેનોપોઝની સ્થિતિમાં હોર્મોન્સ ઘટવાનું અને વધવાનું શરૂ કરે છે. એટલું જ નહીં નાની ઉંમરની છોકરીઓમાં ઘણી વખત પીરિયડ્સ અનિયમિત બની જાય છે. જ્યારે હોર્મોન્સ ગડબડ થવાનું શરૂ થાય છે ત્યારે તેઓ માત્ર ચહેરા પર જ નહીં, પણ પીઠ, પગ, હાથ વગેરે પર પણ વાળ જોવા મળે છે.

મેનોપોઝમાં શું હોય છે?
મેનોપોઝ સમયે એસ્ટ્રોજન હોર્મોન ઘટવાનું શરૂ થાય છે. જ્યારે એન્ડ્રોજન હોર્મોન વધારવાનું શરૂ કરે છે, ખાસ કરીને ટેસ્ટોસ્ટેરોન પુરુષોમાં જોવા મળે છે. સ્ત્રીઓના ચહેરા પર રહેલા વાળના ખૂબ જ નાના વાળ હોય છે જે બારીકાઇથી જોવામાં આવે ત્યાર જ ખબર પડે છે. પરંતુ જ્યારે એન્ડ્રોજન હોર્મોન્સ વધે છે, ત્યારે આ હેર ફોલિકસમાંથી ઘાટા અને કાળા વાળ નીકળવાનું શરૂ થાય છે.

બીમારીઓના પણ છે લક્ષણો
ડો. વિક્રાંત રંજન જણાવે છે કે ,ચહેરા પરના વાળનો અર્થ એ નથી કે તે એક રોગ છે. પરંતુ હોર્મોન્સ બદલવાનો આ સંકેત આપે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ પીસીઓએસથી પીડાય છે, તો પછી વજનમાં વધારો, અનિયમિત પીરિયડ્સ, ચહેરા પર ખીલ, વંધ્યત્વ, દાઢી પરના વાળ વગેરે સમસ્યા થાય છે.

એશિયન મહિલાઓમાં સૌથી વધુ જોવા મળે છે આ સમસ્યા
ઇન્ટરનેશનલ જર્નલ ઓફ વિમેન્સ ત્વચા રોગના એક અહેવાલમાં, અમેરિકન,યુરોપિયન અને આફ્રિકનની મહિલાઓની સરખામણીએ એશિયન મૂળની સ્ત્રીઓમાં દાઢી પર વધુ વાળ હોય છે. એક રિપોર્ટ અનુસાર,વધુ પડતા મામલામાં આ જેનેટિક હોય છે. એક અહેવાલ મુજબ, મોટા ભાગના કિસ્સાઓમાં તે આનુવંશિક છે. માતાઓ, દાદી અથવા બ્લડ રિલેશનમાં જે લોકોના ચહેરા પર વાળ હોય છે તે જિનમ તરીકે આગળ વધે છે.