કાળઝાળ ગરમી ચાલી રહી છે. તાપમાન દરરોજ રેકોર્ડ તોડી રહ્યું છે. તડકો અને લૂના કારણે લોકો ડિહાઈડ્રેશનનો ભોગ બની રહ્યા છે. આમ છતાં પણ લોકો જયારે તડકામાં બહાર જાય છે ત્યારે કોઈને કોઈ લાપરવાહી કરતા હોય છે. જયારે આપણે તડકામાંથી ઘરે પરત ફરીએ છીએ ત્યારે અનેક ભૂલો કરીએ છીએ. જે ભૂલ બીમારીનું કારણ બની શકે છે. આજે કામના સમાચારમાં મણીપાલ ટાટા મેડિકલ કોલેજના એસોસિએટ સ્પેશ્યાલીસ્ટ, ડો.કુમાર રાહુલ ગરમીથી બચવાની આસાન ટિપ્સ બતાવે છે.
સવાલ : ગરમીમાં લોકો બીમાર કેમ પડે છે?
જવાબ : ફક્ત ઉનાળામાં જ નહીં પરંતુ દરેક ઋતુમાં લોકો બીમાર પડી શકે છે, બદલાતી જતી ઋતુઓનાં કારણે માણસની ઇમ્યુનીટીમાં વધ-ઘટ થાય છે. જેના કારણે શરીરમાં કીટાણુ અને બેક્ટેરિયા આસાનીથી આવી જાય છે. જે તમને બીમાર કરી દે છે. સલાહ આપવામાં આવે છે કે, ઋતુમાં આવેલા બદલાવને હળવાશમાં ના લેવા જોઈએ.
સવાલ : ઉનાળાની ઋતુમાં કઇ પ્રકારની બીમારીઓ થાય છે ?
જવાબ : તડકો, ભેજ, ધૂળવાળી હવા અને ચેપ ગરમીનું કનેક્શન છે. આ સિઝનમાં શરીરમાં પાણીની અછત સાથે ટાઈફોઈડ, ફૂડ પોઈઝનિંગ જેવી બીમારીઓ થઇ શકે છે. ઉનાળામાં ત્વચા સંબંધિત રોગો જેવા કે, ખંજવાળ ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા પણ વધુ રહે છે. આ બધાથી બચવા માટે ખાવા-પીવામાં ઘણી સાવચેતી રાખવી પડે છે. ઉદાહરણ તરીકે, ઉનાળામાં ડિહાઈડ્રેશનથી બચવા માટે વધારેને વધારે પ્રવાહી અને ઠંડી તાસીરવાળા ડાયટનું સેવન કરવું જોઈએ. ઉનાળાની ઋતુમાં ઘણા લોકો શેરડીનો રસ બરફ સાથે પીતા હોય છે સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે.
તડકામાંથી ઘરે પરત ફર્યા બાદ કઇ ભૂલ ના કરવી જોઈએ ?
ઠંડું પાણી પીવાથી બચો
ઘણા લોકો તડકામાંથી ઘરે આવીને તુરંત જ ઠંડું પાણી પી લેતા હોય છે. તડકામાંથી ઘરે આવ્યા બાદ ઠંડું પાણી પીવાથી અચાનક જ શરીરનું તાપમાન બદલાઈ જાય છે જેના કારણે તાવ, શરદી અને ઉધરસ થવાની આશંકા રહે છે. બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન રૂમના તાપમાન બરાબર થવા દો. બાદમાં ઠંડું પાણી પીવાની બદલે સાદું પાણી પીવો.
બહારથી આવ્યા બાદ સ્નાન ના કરો
ઉનાળામાં તમે બહારથી ચાલીને આવ્યા હોય અથવા તો વાહન ચલાવીને આવ્યા હોય તો ઘરે આવીને તુરંત જ સ્નાન ના કરો. બહારથી આવ્યા બાદ શરીરનું તાપમાન ઘણું વધી જાય છે. તે સમયે શરીર પર પાણી નાખવાથી શરીરનું તાપમાન બગડી જાય છે. શરદી-ઉધરસ અને માથાનાં દુખાવાની સમસ્યા રહે છે.
ફેસ વોશ ના કરો
તડકામાંથી ઘરે પરત ફર્યા બાદ તુરંત જ ચહેરા પર પાણી ના નાખો. જેનાથી ચહેરા પર બ્લડ વેસલ્સ ફેલાઈ જાય છે, જેનાથી સામાન્ય તાપમાનમાં અનુકૂળ થવાનો સમય નથી મળતો. બહારથી આવ્યા બાદ થોડો સમય સ્કિનને સામાન્ય તાપમાન પર આવવા દો, આ બાદ ફેસવોશ કરીને ટોનર લગાવવાનું ના ભૂલો
તડકામાંથી આવ્યા બાદ તુરંત જ એસી અને કુલરને ચાલુ ના કરો
ઘણા લોકો તડકામાંથી ઘરે આવતાની સાથે જ કુલર અને એસી ચાલુ કરી દે છે. આવું બિલકુલ ન કરવું જોઈએ. આપણું શરીર જુદા-જુદા તાપમાનમાં ઢળવા માટે સમય લે છે. જો તમે એસી અથવા કૂલર ચાલુ કરો છો તો તેનું તાપમાન ઓછું રાખો. સાથે જ કુલર અને એસીમાંથી તુરંત જ તડકામાં બહાર ન નીકળો.
ઉનાળામાં આ વાતનું રાખો ખાસ ધ્યાન
વધુ પાણી પીવો
ઉનાળાની ઋતુમાં ઝાડા, એસિડિટી જેવી સમસ્યાઓથી બચવા માટે વધારેમાં વધારે પાણી, લીંબુ પાણી, જ્યુસ અને નારિયેળ પાણી પીવું જોઈએ.
બહારનો ખોરાક બને ત્યાં સુધી ટાળો
બહાર તળેલું અને ખુલ્લામાં રાંધેલું કોઈપણ ખોરાક ખાવાનું ટાળો. આ ઋતુમાં દૂષિત ખોરાક કે પાણીથી રોગ થવાનું જોખમ વધારે છે.
પ્રવાહી ડાયટ લો
ઉનાળાની ઋતુમાં વધુમાં વધુ પ્રવાહી લો. જેમાં લીંબુ પાણી, લસ્સી, મેંગો શેઇક, બિલ્લાના શરબતનું સેવન વધુ કરો.
એક વારમાં વધુ ખોરાક ના લો
ઉનાળાની ઋતુમાં દિવસની શરૂઆત મીઠા અને રસદાર ફળોથી કરવી સારી રહેશે. સવારે નાસ્તામાં તરબૂચ,શક્કરટેટી કે સંતરા લઈ શકાય. બપોરના ભોજનમાં ડુંગળી અને કાકડીને સલાડ તરીકે લઇ શકાય. જેનાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થશે. શરીરનું તાપમાન પણ નિયંત્રણમાં રહેશે.
મીઠું ઓછું ખાવો
વધુ પડતું મીઠું ખાવું હંમેશા નુકસાનકારક હોય છે. ઉનાળાની ઋતુમાં મીઠા પર નિયંત્રણ રાખવું જોઈએ. મધ્યમ માત્રામાં મીઠું ખાવાથી બ્લડ પ્રેશરને કંટ્રૉલ કરવામાં મદદ મળે છે.
સવાલ : ઉનાળામાં ચક્કર આવે તો શું કરવું જોઈએ ?
જવાબ : જો તડકામાં રહેવાને કારણે તમને થાક કે ચક્કર આવતા હોય તો તરત જ પાણી અથવા લીંબુનું શરબત પીવો. ચક્કર આવવાના સમયે સૂર્યથી દૂર થઈ જવું જોઈએ. શેડ અથવા છાંયામાં જઈને આરામ કરો. જ્યારે તડકો વધારે હોય ત્યારે અડધો કલાક આરામ કરો. આ તમારા શરીરને સ્વસ્થ થવા માટે સમય આપશે
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.