હેલ્થ ટિપ્સ:સવારે જાગતાં જ આંખ કેમ ચોંટી જાય છે?, આ પાછળ અનેક કારણો જવાબદાર

13 દિવસ પહેલા
 • કૉપી લિંક

આંખમાંથી ચીકણો કે પીળો પદાર્થ નીકળે છે એને આંખનો કચરો કહેવામાં આવે છે. આમ તો આ એક સામાન્ય સમસ્યા છે, તેથી ગમે તે ઉંમરે થઈ શકે છે, પરંતુ જે લોકોને આ સમસ્યા ઘણા સમયથી હોય તો એ અનેક બીમારીઓનું કારણ બની શકે છે. આંખમાંથી ડિસ્ચાર્જ થવું એ કઈ બીમારીનો સંકેત છે એ કાનપુર મેડિકલ કોલેજના આઇ સ્પેશિયાલિસ્ટ ડો. શાલની મોહન જણાવે છે.

કન્જંક્ટિવાઇટિસની સમસ્યા
કન્જંક્ટિવાઇટિસની સમસ્યાને કારણે આંખમાંથી ડિસ્ચાર્જ થાય છે, જેને કારણે આંખોમાં લાલાશ અને બળતરા પણ થઈ શકે છે. કન્જંક્ટિવાઇટિસની સમસ્યા પાછળ વાઈરસ, બેક્ટેરિયા અથવા એલર્જીનું કારણ હોઈ શકે છે. કન્જંક્ટિવાઇટિસની સમસ્યા મોટે ભાગે તે લોકોને થાય છે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અને વાઇરસ છે.

બ્લેફેરાઇટીસ
બ્લેફેરાઈટીસ થવાથી પણ આંખોથી ડિસ્ચાર્જ થાય છે. આ સમસ્યા બેક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે થવાની પણ શક્યતા છે. આ સમસ્યાને કારણે પાંપણોના નીચેના ભાગમાં સોજો આવી શકે છે અને આંખોમાંથી પીળું ડિસ્ચાર્જ થાય છે .બેક્ટેરિયાને કારણે કન્જંક્ટિવાઇટિસ થાય છે, જેને 'પિંક આઇ' પણ કહેવામાં આવે છે. આ કારણે આંખો ગુલાબી અને સોજેલી દેખાય છે.

આંખમાં ઇજા
આંખમાં ઇજાને કારણે પણ આંખમાંથી ડિસ્ચાર્જ થાય છે. આ સમસ્યા જે વ્યક્તિને થાય છે તેમને એવું લાગે છે કે આંખમાં કંઈક ગયું છે.

આંસુની નસમાં સમસ્યા
ડો.શાલિની કહે છે, આંસુની નસમાં બ્લોકેજ અથવા વધુપડતાં આંસુ બનવાને કારણે આંખોમાંથી ચીકણું અને જાડું પાણી નીકળે છે. એનાથી આંખોની આસપાસ દુખાવો થાય છે. જો આંખોમાંથી કોઈ પણ પ્રકારનું ડિસ્ચાર્જ થતું હોય તો એને ધૂળ, માટી અને સૂર્યપ્રકાશથી બચાવવા માટે સનગ્લાસનો ઉપયોગ કરો.

આંખમાંથી ડિસ્ચાર્જ થાય છે ત્યારે નવશેકા પાણીથી આંખોને સાફ કરવી જોઈએ. આ માટે એક બાઉલમાં નવશેકું પાણી લો અને સુતરાઉ કાપડ પલાળી રાખો. આ પછી આ કપડાથી આંખોને સાફ કરો. આ સિવાય તમે ગુલાબજળની મદદથી પણ આંખોને સાફ કરી શકો છો.

જો બાળકોની આંખ વારંવાર લાલ થઈ જતી હોય તો આ છે કારણો

જો તમારા બાળકની આંખો વારંવાર લાલ થઈ રહી છે, તો પછી ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરગથ્થુ ઉપાય કરીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. ઘણી વખત બાળકોની આંખો લાલ થઈ જાય છે અને એેને કારણે અનેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. બાળકોની લાલ આંખના કારણે એમાં ડ્રાયનેસ, ખંજવાળ અને પાણી નીકળે છે. બાળકોની આંખો લાલ થવા પાછળ પણ ઘણા રોગો હોઈ શકે છે.

 • જો બાળક વારંવાર આંખોને ચોળે છે, તો એને કારણે આંખો લાલ થઈ શકે છે.
 • તો બાળકોમાં લાલ આંખ થવા પાછળનું સૌથી મોટું કારણ એલર્જી પણ છે. એલર્જીનું કારણ ધૂળની રજકણો, પ્રોડક્ટનો ઉપયોગ અને ઈજા પણ હોઈ શકે છે, જેના કારણે આંખોમાંથી પાણી પણ નીકળી જાય છે.
 • નવજાત બાળકમાં વાઇરલ ઇન્ફેક્શન એડીનો વાઇરસ અને હર્પીઝ વાઇરસને કારણે થઈ શકે છે. આ આંખોના અંદરના ભાગમાં લાલાશ આવી જાય છે.
 • બાળકોની આંખોમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન સામાન્ય રીતે હીમોફિલસ અથવા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાને કારણે થાય છે, જેમાં કીકીની આસપાસનો રંગ લાલ થઈ જાય છે અથવા આંખો પીળી દેખાય છે.
 • બાળકોને રમતી કે સૂતી વખતે કીડા કરડે છે ત્યારે પણ આંખો પણ લાલ થઇ શકે છે. જ્યારે બાળકોની આંખોમાં લાલાશ આવે ત્યારે એને અવગણશો નહીં.

બાળકોને આંખમાં લાલાશ ઘટાડવા માટે આ ઉપાય કરો

બાળકોની આંખોની લાલાશ ઘટાડવાની રીતો

 • જ્યારે આંખો લાલ થઈ જાય ત્યારે ઠંડા પાણીથી આંખ ધુઓ.
 • જેનાથી ધૂળ અથવા આંખોમાં થતી ઇજાઓ દૂર થાય છે.
 • નરમ ટુવાલથી આંખોને સાફ કરો.
 • સુતરાઉ કાપડથી બાળકની આંખો સીવી લો.
 • જો સાબુ કે શેમ્પૂને કારણે બાળકની આંખો લાલ થઇ રહી હોય તો ડોક્ટરની સલાહ લો.
 • જો બાળક વારંવાર આંખોને ઘસે છે, તો તેને રોકવાનો પ્રયાસ કરો.

આંખની આસપાસને નજરઅંદાજ ન કરો.
સવારે ઊઠ્યા પછી આંખોની આસપાસ સોજો હોય તો એને અવગણવો જોઈએ નહીં. ક્યારેક આ પ્રકારની ઘટના થવી સામાન્ય હોય છે, પણ એને અવગણશો નહીં. આંખોમાં આ પ્રકારની બળતરા થવાનાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમાં કેટલાંક કારણો સામાન્ય છે અને કેટલાંક ગંભીર હોઈ શકે છે.

આંખના સોજા પાછળ વધારે મીઠાનું સેવન પણ હોઈ શકે છે
જો આંખોમાં સોજો આવી ગયો હોય તો એ વધુપડતા મીઠાવાળું ખાવાને કારણે હોઈ શકે છે. જો ખોરાકમાં મીઠું વધુ લેવાથી શરીરમાં મીઠું જમા થાય છે અને એને કારણે પાણી જમા થવા લાગે છે. આ પાણીનો મોટા ભાગનો ભાગ પેશીઓમાં અને આંખોની આસપાસ નીચી પાંપણોમાં ભેગો થાય છે. આ કારણે આંખો ફૂલી જાય છે. આંખોનો સોજો ઓછો કરવા માટે ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઓછું કરો. આ સાથે જો તમે વધારે મીઠું ખાધું હોય તો ભરપૂર માત્રામાં પાણી પીવો.

એલર્જીની સમસ્યા
આંખોમાં બળતરા એલર્જીને કારણે પણ થઈ શકે છે, જેમાં મોસમી એલર્જી, ધૂળની એલર્જી, ત્વચાની એલર્જીનો પણ સમાવેશ થાય છે. એલર્જીને કારણે ચહેરા અને આંખોમાં સોજો આવી શકે છે અથવા ત્વચા પર લાલાશ, ફોલ્લીઓ થઈ શકે છે. એલર્જીથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરો.

દારૂનું વધારે સેવન
જે લોકો વધારે દારૂ પીએ છે તે લોકો સવારે જ્યારે જાગે છે ત્યારે આંખમાં સોજો આવે છે. દારૂ બ્લડ સેલ્સમાં ફેલાઈ જાય છે, જેને કારણે આંખમાં સોજો આવે છે. આંખનો સોજો દૂર કરવા માટે સવારે જાગ્યા બાદ અને રાતે સૂતાં પહેલાં વધારેમાં વધારે પાણી પીવું જોઈએ.

ચિંતાને કારણે પણ સોજો આવી શકે
ડો.શાલનીનું કહેવું છે કે ટેન્શન લેવાથી શરીરમાં કોર્ટિસોલ હોર્મોન વધી જાય છે, જેને કારણે આંખોની આસપાસ સોજા આવી જાય છે. શક્ય હોય ત્યાં સુધી ટેન્શન ઓછું કરો. કાકડી અને આઇસક્રીમ જેવી ઠંડી વસ્તુઓ ખાઓ. એનાથી થાક દૂર થશે અને સોજામાં રાહત મળશે.

ડિસ્ક્લેમર : આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.