આખરે શું છે કારણ:શા માટે કાળઝાળ ગરમીમાં વાહનોના એસી યોગ્ય રીતે કામ કરતાં નથી?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

તમે ઘણીવાર અનુભવ્યું હશે કે, જો તમે લાંબી મુસાફરી પર હોવ ત્યારે વાહનનું AC યોગ્ય રીતે રિસ્પોન્સ નથી આપતું તેવું લાગે છે. સામાન્ય રીતે તમારી કારનું એર કંડિશનર જે સ્તર પર ચાલતું હોય છે તેટલું સ્પીડમાં નથી ચાલતું. ઉલટાનું કેટલીકવાર તે ગરમ હવા ફેંકવા લાગે છે. સામાન્ય દિવસોમાં નહીં પરંતુ ખૂબ જ ગરમીના દિવસોમાં જ્યારે પારો 40 - 42 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જતો હોય છે ત્યારે ઘણીવાર તમને કારનું એસી કામ કરતું જોવા નહીં મળે. બહારનું તાપમાન જેટલું ગરમ હશે તેટલું જ તમારી એસી સિસ્ટમ માટે કામ કરવું મુશ્કેલ બનશે. આખરે આનું કારણ શું છે? બહારની ગરમી તમારી કાર અથવા વાહનને કેવી રીતે અસર કરે છે? તમારા એસીને નુકસાન થવાથી બચાવવા માટે તમે શું કરો છો?

કેવી રીતે બહારની ગરમી કારના એસીને અસર કરે છે?
જ્યારે બહાર તાપમાન ઊંચું હોય કે તાપમાન વધવા માંડે ત્યારે વાહનના એરકન્ડિશનર માટે કામ કરવું મુશ્કેલ બની જાય છે અને આ સમયે તમારા વાહનના એન્જિન અને કૂલિંગ સિસ્ટમ પર વધુ પડતો ભાર પડે છે. તેના કારણે કારની બેટરી અને કારને ઠંડી કરવા માટે કામ કરતા તમામ પાર્ટ્સ પર દબાણ આવી જાય છે અને તેના કારણે કારણ બીજા પાર્ટ્સ પર પણ અસર પડે છે.

તાપમાન 40 ડિગ્રીથી ઉપર જાય
જ્યારે બાહ્ય તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ થવાનું શરૂ થતાં જ એસી તેની સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરવાનું શરૂ કરે છે. ત્યારે જો કારની સ્પીડ વધારશો તો એન્જિન પર ડબલ લોડ આવશે અને તેની અસર ફરીથી એસી પર થવા લાગશે. તે યોગ્ય રીતે કામ કરશે નહીં. તમે જોશો કે કારનું એસી ઓછું કૂલિંગ કરી રહ્યું છે.

કારની સ્પીડ કેટલી રાખવી જોઈએ?
ઘણી વખત 100થી વધુની સ્પીડે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર કાર ચલાવતી વખતે એવું પણ બની શકે છે કે તમને એસી ગરમ હવા ફેંકવા લાગે. આવી સ્થિતિમાં કોઈપણ કાર કે એસી એક્સપર્ટ તમને સલાહ આપશે કે વાહનને ઓછી સ્પીડમાં રાખો અને પછી એસી ચલાવો. આ રીતે એસી કારની અંદર અમુક હદ સુધી તમને ઠંડીનો અહેસાસ કરાવી શકશે.

એસીને વધારે ફાસ્ટ ના રાખો, સ્પીડ ઓછી રાખો
પ્રયાસ કરો કે એસીને પૂરી સ્પીડ પર ના ચલાવો અને કારની સ્પીડ પણ ઓછી રાખો. ઘણી વખત અમુક સંજોગોમાં એસી પર વધુ પડતો બોજો આવી જાય તો તેની બગડવાની પણ શક્યતાઓ રહે છે.