લગ્ન કરીને ઠરીઠામ ક્યારે થશો?:આજની યુવતીઓ આત્મનિર્ભર તો છે, પરંતુ નિર્ણય શક્તિનો અભાવ છે, આ યુવતીઓને કેમ માનવામાં આવે છે મનમોજી?

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે આપણે ભલે મહિલા સશક્તિકરણની વાતો કરતા હોય, પરંતુ મિસ યુનિવર્સ અને બે દીકરીની માતા હોવા છતાં લોકો સુષ્મિતા સેનને સેટલ નથી માનતા. તો સામાન્ય યુવતીઓને મનપસંદ નોકરી મળી જાય કે પછી થોડા પૈસા વધી જાય તો ખરાબ નજરથી જોવામાં આવે છે. પરંતુ જે યુવતી લગ્ન નથી કરતી તેને સેટલ માનવામાં નથી આવતી. લોકો એવું માને છે કે, યુવતીના લગ્ન થઇ જાય તો જ સેટલ થઇ શકે છે.

સાઈકોલોજીસ્ટ ડો, બિંદા સિંહ કહે છે કે, યુવતીઓમાં નિર્ણય શક્તિ હોવી ખુબ જ જરૂરી છે. પરંતુ હાલની યુવતીમાં નિર્ણય શક્તિનો અભાવ હોય છે. જો યુવતીઓ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લે અને તેના પર કાયમ રહેવા માંગે છે તો સેટલમેંટને લઈને કોઈ મૂંઝવણ રહેશે નહીં.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

નિર્ણયને મહત્વ આપતા શીખો
આજકાલ યુવતીઓ સ્વતંત્ર હોવા છતાં અમુક નિર્ણય લેતા પહેલાં વિચારે છે. કેટલા પૈસાનું ક્યાં રોકાણ કરવું, ક્યારે લગ્ન કરવા, ક્યાં છોકરા સાથે લગ્ન કરવા તેને લઈને યુવતીઓ હજુ પણ અસમંજસમાં હોય છે. યુવતીઓને સતત એ ડર લાગતો હોય છે કે તે કોઈ નિર્ણય તો લઇ લે છે પરંતુ બાદમાં કોઈ તકલીફ પડશે તો શું થશે, ત્યારે તેને પરિવારજનો, સમાજ અને મિત્ર પાસેથી સાંભળવું પડશે. જો તમે પણ આવું વિચારતા હોય તો વિચાર બદલીને ન પોતાના જીવનનો નિર્ણય જાતે લેતા શીખો. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે, માતા-પિતા અથવા તો ઘરના કોઈ સભ્ય પાસેથી સૂચનો જરૂર લો પરંતુ નિર્ણય તો તમારો ખુદનો હોવો જોઈએ, જેથી પાછળથી પસ્તાવાનો વારો ન આવે. માતા-પિતાએ પણ તેમની દીકરીઓને નાનપણથી જ બધી વાતમાં સપોર્ટ કરવો જોઈએ, જેથી છોકરીઓ ફક્ત કહેવા માટે જ નહીં પરંતુ હકીકતમાં પણ સ્વતંત્ર બની શકે.

પોતાનું ઘર ચલાવું છું, સારી કમાણી કરી લઉં છું, તેથી હું સેટલ છું.
ડોક્ટર સિંહ કહે છે કે, આજકાલ એવી ઘણી યુવતીઓ ઊંચું માથું રાખીને કહે છે કે, હું સારી કમાણી કરું છું, મારું ઘર સારી રીતે ચલાવું છું, તો હું સેટલ છું. એવું નથી કે, લગ્ન કરીને જ યુવતીઓ સેટલ થશે. મારું જયારે મન થશે ત્યારે લગ્ન કરીશ અને મારુ ઘર વસાવીશ. તો આ પ્રકારની યુવતીઓને સમાજ અને ઘરવાળા અલગ જ નજરથી જુએ છે, આ યુવતીઓને બગડેલી, અક્ક્ડ અને મનમોજી પણ કહે છે. તો એકલી યુવતીઓને લઈને પણ ઘણા લોકોના મનમાં લઘુતાગ્રંથિ હોય છે કે બહુ પૈસા છે તેથી નક્કી કઈ ખોટું કામ કરતી હશે.

નજર-નજરમાં પણ ફર્ક હોય છે
આજે પણ ઘણાં ઘર અને સમાજમાં યુવતીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે. કહેવામાં તો એવું આવે છે કે, સ્ત્રીઓ આજે પુરુષ સમોવડી થઇ ગઈ છે, આમ છતાં પણ ઘરનાં અમુક નિર્ણય લેવામાં મહિલાઓને સામેલ કરવામાં નથી આવતી. તો બીજી તરફ યુવતીઓના મતે સેટલ થવું એટલે, ભણી-ગણીને કરિયર પર ધ્યાન આપવું, નામ બનાવવું હોય છે, આમ છતાં પણ મનમાં સેટલમેન્ટ લઈને અનેક પ્રકારના સવાલ આવતા રહે છે.યુવતીઓ વિચારે છે કે, હજુ પણ થોડું સેટલ થવાનું બાકી છે. તો બીજી તરફ આજના માતા-પિતા પણ યુવતીઓને આત્મનિર્ભર બનાવે છે. તો યુવકોને રસોઈ શીખવી અને ઘરકામ શીખવામાં નથી આવતા.

લગ્ન થવા અને બાળકો થવા સેટલમેંટની વ્યાખ્યા નથી
આજના આ મોર્ડન જમાનામાં પણ યુવતીઓ મજબૂરીમાં અથવા તો ઘરવાળાઓથી ત્રસ્ત થઈને લગ્ન કરીને ફેમિલી પ્લાનિંગ લરી લે છે. આજે પણ કમાતો પતિ અને બાળક હોય તો મહિલાઓને સારું લાગે છે. લગ્ન કરીને ઘર સંસાર જરૂરી છે. પરંતુ આ પરથી કહી ન શકાય કે યુવતી સેટલ થઇ ગઈ છે. સેટલમેન્ટની કોઈ ઉંમર નથી હોતી, ઘણી યુવતીઓ લગ્ન પહેલાં જ આત્મનિર્ભર અને સેટલ થઇ જાય છે તો ઘણી યુવતીઓ લગ્ન કરીને પણ સેટલ થતી હોય છે.