• Gujarati News
  • Lifestyle
  • Why And For How Long Is Body Massage Necessary For Mother After Delivery, Know What Ayurvedacharya Has To Tell About It

શું તમે જાણો છો?:ડિલિવરી પછી કેમ અને ક્યાં સુધી બોડી મસાજ કરાવવો જોઈએ? આયુર્વેદાચાર્ય પાસેથી જાણો

શ્વેતા કુમારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડિલિવરી પછી જેટલી દેખભાળ નવજાત બાળકની કરવાની હોય છે, તેટલી જ દેખભાળ માતાની પણ કરવાની હોય છે. માતાના ભોજન અને આરામ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. બાળકના જન્મ પછી માતાની માલિશ થાય છે. આ એક જૂની પરંપરા છે. આ માલિશ કેમ થાય છે? કેટલા સમય માટે ચાલુ રાખવી જોઈએ? આ બધી વાતથી જોબને લીધે પરિવારથી દૂર રહેતી કે વિદેશમાં પતિ સાથે રહેતી મહિલાઓ અજાણ હોય છે. માલિશ વિશે આયુર્વેદાચાર્ય ડૉ. સુરભિ સક્સેના પાસેથી જાણીએ... નવી માતા માટે બોડી મસાજ કેટલો જરૂરી છે, કેટલા સમય માટે કરવું જોઈએ અને કયા તેલથી કરવી જોઈએ તથા તેના ફાયદા શું છે...

મસાજ કેમ જરૂરી?
ડૉ. સુરભિ સક્સેનાએ કહ્યું કે, પ્રેગ્નન્સી દરમિયાન શરીર ઘણી બધી તકલીફોમાંથી પસાર થાય છે. ડિલિવરી પહેલાં અને લેબર પેન શરીરને થકવી દે છે. જ્યારે પણ બાળક ગર્ભમાં હોય છે ત્યારે શરીરના ઘણા બધા ભાગમાં સોજા આવી જાય છે. મસાજની મદદથી આ સોજા ઓછા કરી શકાય છે. પ્રેગ્નન્સી પછી શરીર નોર્મલ કરવા માટે મસાજની જરૂર પડે છે. આમ કરવાથી શરીર મજબૂત બને છે, બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે અને ગેસ રિલીઝ થાય છે.

કેટલા સમય માટે મસાજ કરવું જોઈએ?
મસાજ કરવું જરૂરી તો છે, પરંતુ કેટલા દિવસ માટે તેની જરૂર પડે છે આ વિશે ડૉ. સુરભિ સક્સેનાને કહ્યું, બાળક 9 મહિના સુધી માતાના પેટમાં રહે છે. આ દરમિયાન માતાનું વજન 10 કિલો વધી જાય છે. તેની ભાર યુટરસ પર પડે છે અને બ્લડ સર્ક્યુલેશન નીચેની તરફ રહે છે. આખા શરીરમાં બ્લડ ફ્લો કન્ટ્રોલમાં રાખવા માટે માતાએ ઓછામાં ઓછા 40-45 દિવસ સુધી મસાજ કરાવવું પડે.

મસાજ કેવી રીતે કરવું?
ડૉ. સુરભિએ કહ્યું કે, શહેરમાં રહેતી નવી માતાને ખબર નથી હોતી કે મસાજની સાચી પ્રોસેસ શું છે. મસાજ કરાવવા બોલાવે છે તે મનફાવે તેમ મસાજ કરીને જતી રહે છે. મસાજ કરનારી વ્યક્તિને ખબર હોવી જોઈએ કે આ પ્રોસેસ નીચેથી ઉપરની તરફ કરવી જોઈએ. નોર્મલ ડિલિવરી હોય કે સિઝેરિયન ડિલિવરી બંનેમાં આ વાતનું ધ્યાન રાખવું. ટાંકાની આજુબાજુ હળવે હાથે માલિશ કરવી, પરંતુ હાથ-પગમાં વ્યવસ્થિત માલિશ કરવી.

કયું તેલ સૌથી વધારે સારું?
બોડી મસાજ માટે સરસવનું તેલ એકદમ બેસ્ટ છે. સરસવના તેલમાં લસણ અને અજમા નાખી ગરમ કરીને ગાળી લો. આ ઉપરાંત મસાજ કરાવ્યાને એક કલાક પહેલાં ફાડા, પૌંઆ અને ઓટ્સ જેવો હળવો નાસ્તો કરવો અને મસાજના એક કલાક સુધી કઈ ના ખાઓ. મસાજ પછી તડકામાં બેસવાથી માતા અને બાળક એમ બંનેને ફાયદો થશે.