• Gujarati News
  • Lifestyle
  • Why A Broom Is Bought On The Day Of Dhanteras, Find Out The Reason For Hiding The Broom Which Is A Symbol Of Mother Lakshmi

પરંપરા:ધનતેરસના દિવસે શા માટે સાવરણી ખરીદવામાં આવે છે, માતા લક્ષ્મીનું પ્રતીક ગણાતી સાવરણી સંતાડી રાખવાનું કારણ જાણો

શ્વેતા કુમારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજના દિવસે સાવરણી ખરીદવા પર આખું વર્ષ ધનની બરકત રહે છે
  • સાવરણી પલંગ નીચે ન રાખવી જોઈએ. તૂટેલી સાવરણીથી સફાઈ ન કરવી

દિવાળીના પંચપર્વની રાહ લોકો આખું વર્ષ જોતાં હોય છે. આ પર્વમાં ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાની પરંપરા છે. આ દિવસે સાવરણી ખરીદવાથી થતાં લાભ જાણીતા જ્યોતિષાચાર્ય આરતી દહિયા જણાવી રહ્યા છે.

આજે ધનતેરસનો તહેવાર છે. ભગવાન ધન્વંતરીના અવતરણના દિવસ તરીકે આ પર્વ ઉજવાય છે. પૌરાણિક કથા પ્રમાણે ભગવાન ધન્વતંરી સમુદ્ર મંથન દરમિયાન હાથમાં અમૃત કળશ લઈ આવ્યા હતા. તેથી આ દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે. તેની સાથે ઘરની સંપન્નતા સંકળાયેલી છે.

શા માટે ધનતેરસના દિવસે સાવરણી ખરીદાય છે?
આ દિવસે સોના ચાંદી સિવાય પીતળ, તાંબા અને સ્ટીલના વાસણ પણ ખરીદી શકાય છે. આ સિવાય આ દિવસે સાવરણની ખરીદવાનું પ્રચલન વધારે છે. સાવરણી માતા લક્ષ્મીનું પ્રતીક મનાય છે. આજના દિવસે સાવરણી ખરીદવા પર આખું વર્ષ ધનની બરકત રહે છે.

જ્યોતિષાચાર્ય દહિયા જણાવે છે કે, ધનતેરસના દિવસે સાવરણી ખરીદ્યા બાદ તેની ઉપર કાળો દોરો બાંધવો જોઈએ. સાવરણીને શુક્ર અને કાળા દોરાને શનિનું પ્રતીક મનાય છે. બંનેનો મેળ આર્થિક સમૃદ્ધિ અને ખુશી લઈને આવે છે. આમ કરવાથી ઘરની નેગેટિવ ઊર્જા દૂર થાય છે. માતા લક્ષ્મીની કૃપા સ્થાયી રીતે બની રહે છે અને કાર્યક્ષમતા વધે છે.

સાવરણી શા માટે સંતાડી રાખવાવામાં આવે છે?
સાવરણી લક્ષ્મીનું પ્રતીક મનાય છે. શહેરમાં ભલે તેને માન્યતા ન મળે પરંતુ ગ્રામીણ વિસ્તારમાં આજે પણ આ આસ્થા રહેલી છે. ઘરેણાં, રૂપિયા અને સંપત્તિ જે રીતે સંતાડી રાખવામાં આવે છે તે રીતે સાવરણી પણ લોકોની નજરથી બચાવવી જોઈએ.

માતા લક્ષ્મીને રિઝવવા માટે આ વાતોનું ધ્યાન રાખો

  • આ દિવસે માતા લક્ષ્મીને મખાનાની માળા અર્પણ કરો.
  • સાવરણીથી એંઠવાડ સાફ ન કરો તેનાથી માતા નારાજ થઈ જાય છે.
  • સાવરણી પલંગ નીચે ન રાખવી જોઈએ. આમ કરવાથી પતિ પત્ની વચ્ચે ઝઘડાં થાય છે.
  • તૂટેલી સાવરણીથી સફાઈ ન કરો.
  • ઘરમાંથી સાવરણી બહાર કાઢવી હોય તો શનિવારનો દિવસ પસંદ કરો.
  • ધનતેરસના દિવસે પહેલાં સાવરણની પૂજા કર્યા બાદ તેનો ઉપયોગ કરો.
  • ધનતેરસના દિવસે ઘર બંધ ન રાખો.
  • સાવરણી જૂની થઈ જાય તો તેને લોકો પાર્કિંગ કે ગમે ત્યાં મૂકી દે છે. આમ કરવાથી બચો. સાવરણી સીધી કચરાં પેટીમાં નાખો. તેથી ઘરની નેગેટિવ ઊર્જા બહાર જાય.