• Gujarati News
  • Lifestyle
  • Who Is The Most Domineering Mother in law In Bollywood? Bebo Has A Similar Relationship With Her Mother in law

નીતુ સિંહનું આલિયા સાથે બનશે:બોલિવૂડની કઈ સાસુ છે સૌથી દબંગ ? બેબોનો સાસુ સાથે છે કંઇક આવો સંબંધ

એક મહિનો પહેલાલેખક: નિશા સિન્હા
  • કૉપી લિંક

હાલમાં જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નના તાંતણે બંધાયા છે. ફિલ્મ અને ટીવી સિરિયલમાં તો સાસુ-વહુના ઝઘડા જોવા મળે છે પરંતુ હવે રિયલ લાઈફમાં સાસુ-વહુના સંબંધમાં ઘણો બદલાવ આવ્યો છે. હાલના સમયમાં જોવા જઈએ તો બોલિવૂડની સાસુ-વહુઓ સાથે બેસીને વીડિયો બનાવે છે અને તેને સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરે છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે, આલિયા ભટ્ટ અને સાસુ નીતુ સિંહ સાથે સારા સંબંધ હશે.

આલિયા અને નીતુ વચ્ચે કંઈક આવી હશે કેમેસ્ટ્રી
ન્યુમેરોલોજિસ્ટ સંજય બી જુમાનીના જણાવ્યા અનુસાર, આલિયા અને નીતુ બંનેની રાશિ જળપ્રધાન છે. નીતુ કપૂરની રાશિ કર્ક છે તો આલિયા ભટ્ટની રાશિ મીન છે. આ બંને રાશિને જળપ્રધાન રાશિ માનવામાં આવે છે. આ રાશિના લોકો બહુ જ ઈમોશનલ હોય છે . આ રાશિના લોકો માટે પરિવાર પહેલાં હોય છે. કહેવામાં આવે છે કે આ રાશિના પ્રાથમિકતાના લિસ્ટમાં પરિવાર સૌથી પહેલા હોય છે. આલિયા ભટ્ટ અને નીતુ કપૂર માટે આ વાત સાચી સાબિત થઇ શકે છે. રાશિ સિવાય ન્યુરોમોલોજીના હિસાબથી પણ જોઈએ તો આલિયા તેની સાસુ નીતુ કપૂર માટે લકી સાબિત થશે.

આલિયાની નણંદ રિધ્ધીમાએ કહ્યું કે, મારી મા બેસ્ટ સાસુ
દિવગંત એક્ટર રિશી કપૂર અને નીતુ કપૂરની લાડલી રિદ્ધિમાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આલિયા ભટ્ટ બહુ જ લકી છે. જેને નીતુ જેવી સાસુ મળી છે. તે કયારે પણ દખલઅંદાજીવાળી સાસુ નહીં બને. તે તેની વહુને બધું જ આપશે, પરંતુ તેની પાસેથી કોઈ આશા નહીં રાખે. રિદ્ધિમાએ વધુમાં કહ્યું હતું કે તેની માતા તેની વહુને બગાડી નાખે તેવી પૂરી શક્યતા છે. તેને બહુ જ પ્રેમ કરશે, સન્માન આપશે અને તેનું ધ્યાન રાખશે. ટૂંકમાં કહીએ તો નીતુ તેની વહુને રાણીની જેમ રાખશે.

રણબીર કપૂર અને આલિયાના સંબંધની ચર્ચા વચ્ચે નીતુ કપૂર અને સોની રાજદાનની મુલાકાતની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ હતી. આ તસવીર એ વાતની સાબિતી આપતી હતી કે બંનેના પરિવારજનોએ આ સબંધ પર મહોર મારી દીધી છે. તો બીજી તરફ જયારે રિશી કપૂરની ન્યૂ યોર્કમાં સારવાર ચાલી રહી હતી ત્યારે નીતુ કપુર સાથે પણ આલિયા ભટ્ટ જોવા મળી હતી. એક ઇન્ટરવ્યૂમાં નીતુએ સ્વીકાર્યું હતું કે તેની સાસુ કૃષ્ણા રાજ કપૂર સાથે તેનું બોન્ડિંગ સારું હતું.

ઐશ્વર્યાની સાસુ જયા બચ્ચને પત્રકારોને લીધા હતા આડે હાથ
પત્રકારો જયારે ઐશ્વર્યાને નામથી બોલાવી રહ્યા હતા ત્યારે જયા બચ્ચને પત્રકારોને આડે હાથ લીધા હતા. તે સમયે જયાએ કહ્યું હતું કે ઐશ્વર્યા-ઐશ્વર્યા કેમ કરી રહ્યા છો તે તમારા ક્લાસમાં ભણતી હતી ? આ બતાવે છે કે જયા સમાજમાં તેની વહુનો આદર જોવા માગે છે. તો એક-બે વાર ઐશ્વર્યા મજન્ટા કલર સાડીમાં જોવા મળી હતી તે જ સાડીમાં અગાઉ જયા બચ્ચન પણ જોવા મળી હતી.

જયા બચ્ચન હંમેશાં ઐશ્વર્યાને એક સારી માતા કહે છે. આરાધ્યાના જન્મ બાદ ઐશ્વર્યા જ દીકરીની દેખરેખ રાખે છે. એકવાર જયાએ મજાકમાં કહ્યું હતું કે આરાધ્યા ખૂબ જ નસીબદાર છે કે તેની કેર કરવા માટે મિસ વર્લ્ડ હાજર છે.

કરીનાનું પણ સાસુ સાથે છે કંઈક આવું બોન્ડિંગ

સૈફ અલી ખાનની માતા શર્મિલા ટાગોર ઘણી વાર તેની વહુ કરીનાના વખાણ કરી ચુકી છે. એક વાર શર્મિલાએ કરીના વિષે કહ્યું હતું, 'તે બહુ જ શાંત છે, હું તેને બેહદ પસંદ કરું છું. કરીના તેના સ્ટાફ, ડિઝાઈનર,હેર ડ્રેસર સાથે સારું વર્તન કરે છે. હું ક્યારેક-ક્યારેક હેરડ્રેસરને ઉતાવળે કામ કરવાનું કહું છું. પરંતુ કરીના કયારે પણ આવું કહેતી નથી. મને તેની આ વાત જ બહુ જ પસંદ છે.'

સાસુ અને વહુ વચ્ચેના સંબંધોમાં મીઠાશની બદલે કેમ કડવાશ આવી ગઈ છે ?
મનસ્થલી વેલનેસના સ્થાપક અનેસિનિયર સાઈકેટ્રિસ્ટ ડૉ. જ્યોતિ કપૂરે કહ્યું હતું કે, ભારતીય સમાજમાં સાસુના મનમાં અનેક ડર હોય છે.એક તરફ સાસુ પુત્રની માતા તરીકે પોતાના અધિકારો રાખવા માગે છે. બીજી તરફ પત્ની પોતાના પતિને જ પોતાનો માને છે, આનાથી સાસુ-વહુના સંબંધોમાં તિરાડ પડે છે. સાસુ-વહુના સંબંધમાં તિરાડ ત્યારે પણ આવે છે જયારે મહિલાઓએ માત્ર એક માતા તરીકે પોતાના અસ્તિત્વને મહત્ત્વ આપ્યું છે, તેમને લાગે છે કે હવે તેમનો પુત્ર કોઈ બહારની સ્ત્રી એટલે કે પુત્રવધુને વધુ મહત્ત્વ આપશે. સાસુને એ વાતનો પણ ડર હોય છે કે રસોડા જેવી જગ્યા પર પુત્રવધૂનો દબદબો રહેશે, તેથી તે પુત્રવધૂને સ્પર્ધક તરીકે જુએ છે, પરંતુ હવે આ બદલાઈ ગયું છે. ખાસ કરીને સેલિબ્રિટીઓમાં સાસુ-વહુ એકબીજાને વધુ મહત્ત્વ આપે છે. સાસુ-વહુ બંને એકબીજાના સમયને ઈજ્જત આપે છે. જે ઘરોમાં સૌ-વહુ બંને બીઝી હોય છે ત્યારે બંને સાથે સમય વિતાવી શકતા નથી. ત્યારે તેમની વચ્ચે ઝઘડો થવાની કોઈ સંભાવના જ નથી. તો આપણી આજુ બાજુ એવા ઘણા પરિવાર હોય, જેમાં સાસુ-વહુ અલગ-અલગ રહેતા હોય છે, તેથી તેના સંબંધમાં તિરાડ પડવાની સંભાવના નહિવત્ હોય છે.