ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર ફોટો બ્લોગ 'હ્યુમન્સ ઓફ બોમ્બે'ની અલગ ઓળખ બની ગઈ છે. તેના ફાઉન્ડર અને CEO કરિશ્મા મહેતા છે. તેણે વર્ષ 2014ની શરૂઆતમાં 'હ્યુમન્સ ઓફ બોમ્બે'ની શરૂઆત કરી હતી. માત્ર 27 વર્ષની ઉંમરે કરિશ્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ લીધો હતો. તેના પછી કરિશ્માની કિસ્મત એવી પલટાઈ ગઈ કે તે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઈ ગઈ.
તાજેતરમાં કરિશ્માએ તેનો પીએમ સાથે સંબંધિત ઈન્ટરવ્યુનો અનુભવ શેર કર્યો હતો. LinkedIn પર લખ્યું છે કે, પ્રધાનમંત્રીના તે ઈન્ટરવ્યુએ તેને આખી દુનિયામાં ફેમસ બનાવી દીધી તો સાથે ઘણા પ્રકારની નફરતનો પણ તે શિકાર બની.
ઈન્ટરવ્યુની તે ખાસ વાતો જેનાથી મહેતા ચર્ચામાં આવી
લગભગ 22 મિનિટ સુધીના આ ઈન્ટરવ્યુમાં ઘણી એવી વાતો સામે આવી જેનો સીધો સંબંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન સાથે છે અને સામાન્ય વ્યક્તિના જીવન સાથે પણ હતો. આ ઈન્ટરવ્યુની દેશ અને દુનિયામાં સારી અને ખરાબ બંને રીતે ચર્ચા થઈ હતી.
આ ઈન્ટરવ્યુએ કરિશ્મા મહેતાની કરિયરને એક અલગ જ ઉંચાઈએ પહોંચાડી દીધી છે.
કોણ છે આ યુવતી?
મહેતાનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો અને બોમ્બે સ્કોટિશ સ્કૂલ, મહિમમાં પ્રારંભિક અભ્યાસ કર્યો અને તેના પછી મહેતાએ બેંગલુરુના બોર્ડિંગ સ્કૂલમાં 2 વર્ષનો અભ્યાસ કર્યો. મહેતા ફરી બિઝનેસ અને ઈકોનોમિક્સની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે યુનાઈટેડ કિંગડમની યુનિવર્સિટી નોટિંધમ ગઈ હતી.
હિન્દી, ઈંગ્લિશ અને મરાઠી સડસડાત બોલનારી કરિશ્મા મહેતા નેશનલ જિયોગ્રાફિક માટે ફ્રીલાન્સ પણ કરી ચૂકી છે. આ બધા સિવાય મહેતા IIFTના TEDxની રેગ્યુલર પ્રેજેન્ટર રહી છે. અત્યારે કરિશ્મા મહેતા રાઈટર, ફોટોગ્રાફર અને એક યુવા મહિલા ઑન્ટ્રપ્રનર તરીકે પ્રખ્યાત છે.
હ્યુમન્સ ઓફ બોમ્બે વિશે જાણો
અત્યારે હ્યુમન્સ ઓફ બોમ્બે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ્સ પર પોપ્યુલર છે. આ પેજ પર અજાણ્યા લોકોની કહાની પ્રકાશિત કરવામાં આવે છે. આ કદાચ તેના પ્રકારનું પહેલું ફેસબુક પેજ હતું જેને પીએમ મોદીએ પોતાના ઈન્ટરવ્યુ માટે પસંદ કર્યું હતું. આ પેજ 'હ્યુમન્સ ઓફ ન્યૂયોર્ક' (HoNY) પેજથી પ્રેરિત છે, જેની શરૂઆત ફોટોગ્રાફર બ્રાન્ડન સ્ટેન્ટને કરી હતી. હ્યુમન્સ ઓફ બોમ્બેમાં એ રીતે જ મુંબઈના રસ્તા પર ફરતા સામાન્ય લોકોની સ્ટોરી, ઈન્ટરવ્યુ, ફોટો અને વીડિયો અપલોડ કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.