અમેરિકામાં દુર્લભ ઘટના:કાનખજુરો ખાવાનો પ્રયાસ કરતાં સાપ ગૂંગળાઈ ગયો, બંનેનાં ઘટનાસ્થળે જ મોત

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2007થી વિશ્વની લુપ્ત થતી પ્રજાતિઓની યાદીમાં સામેલ ‘રિમ રોક ક્રાઉન્ડ સ્નેક’ નામનો સાપ તાજેતરમાં અમેરિકાના ફ્લોરિડામાં મળી આવ્યો હતો. નવાઈની વાત તો એ છે કે, વિચિત્ર હાલતમાં તે મૃત હાલતમાં મળી આવ્યો છે. તેણે એક કાનખજુરાને મોંમાં દબાવી રાખ્યો હતો, જેને ખાતા સમયે ગૂંગળાઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના પરનો અભ્યાસ ઇકોલોજી જર્નલમાં પ્રકાશિત થયો છે.

આ દુર્લભ ઘટના કેવી રીતે ઘટી?
રિમ રોક ક્રાઉન્ડ સ્નેક એટલું દુર્લભ છે કે, તે છેલ્લે વર્ષ 2018 જોવા મળ્યું હતું. હવે તેને ફ્લોરિડાના જ્હોન પેનેકેમ્પ કોરલ રીફ સ્ટેટ પાર્કમાં જોવામાં આવ્યું છે. અહીં ફરી રહેલા એક મુલાકાતીને આ સાપની ખબર પડી. જ્યારે તે નજીક ગયો ત્યારે તેણે જોયું કે, સાપના મોંમાં એક કાનખજુરો દબાયેલો હતો. બંને જીવો મૃત્યુ પામ્યા હતા. સાપે કાનખજૂરાને માથાના ભાગેથી ગળી જવાનો પ્રયાસ કર્યો હતો. કાનખજુરો કેરેબિયન વિશાળ સેન્ટિપેડ પ્રજાતિનો હતો.

બંને જીવોને મૃત હાલતમાં નિષ્ણાતો પાસે લઈ જવામાં આવ્યા હતા
બંને જીવોને મૃત હાલતમાં નિષ્ણાતો પાસે લઈ જવામાં આવ્યા હતા

વૈજ્ઞાનિકો સ્તબ્ધ થઈ ગયા
બંને સજીવોને એક જ સ્થિતિમાં નિષ્ણાતો પાસે લઈ જવામાં આવ્યા હતા. આ પછી તેમના ફોટા અને એક્સ-રે પણ કાઢવામાં આવ્યા હતા. તેમાં જાણવા મળ્યું હતું કે, કાનખજુરો સાપની અંદર ઊંડે સુધી જતો રહ્યો હતો, જેના કારણે સાપ શ્વાસ લઈ શકતો ન હતો અને તેનું મોત નીપજ્યું હતું. કનખજુરાના મોતના કારણ પર રિસર્ચ ચાલી રહ્યું છે. રિમ રોક ક્રાઉન્ડ સાપ મળવો ખૂબ જ દુર્લભ છે, તેથી નિષ્ણાતો આ પરિસ્થિતિમાં તેને શોધીને સ્તબ્ધ થઈ ગયા હતા.

સાપ 8 ઇંચ લાંબો હતો
જાણકારોના મતે આ સાપ 8 ઇંચ એટલે કે 20 સેન્ટીમીટર લાંબો હતો. જે કાનખજૂરો મોંઢામાં દબાયેલ જોવા મળે, તે 2 ઇંચ એટલે કે 50 મિલીમીટર લાંબુ હતું. સાપ તેને 27 મિલીમીટર સુધી ગળી ગયો હતો, ત્યારબાદ તે ગૂંગળાઈ ગયો હતો. આ બધું બંને સજીવોના ડિજિટલ ઓટોપ્સીમાં બહાર આવ્યું હતું.

વિશ્વમાં માત્ર 26 રિમ રોક ક્રાઉન્ડ સાપ છે
વિશ્વમાં માત્ર 26 રિમ રોક ક્રાઉન્ડ સાપ છે

રિમ રોક ક્રાઉન્ડ સાપની સંખ્યા ફક્ત 26 છે
વૈજ્ઞાનિકોએ કહ્યું કે, રિમ રોક ક્રાઉન્ડ સાપની પ્રજાતિ એટલી દુર્લભ છે કે, વિશ્વમાં માત્ર 26 જ છે. આ સાપને 1975થી ફ્લોરિડાની લુપ્તપ્રાય પ્રજાતિમાં સામેલ કરવામાં આવ્યો છે. તેની લંબાઈ 8 ઈંચથી વધુ હોતી નથી. આ સાપ ઝેરીલો પણ નથી. તે ખાસ કરીને દક્ષિણપૂર્વ એટલાન્ટિક કિનારાની નજીક જોવા મળે છે. છેલ્લે જીવંત સાપ 2015માં જોવા મળ્યો હતો. વર્ષ 2018માં મળેલા સાપને બિલાડીએ મારી નાખ્યો હતો.