તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • While Performing The Hairstyle Hack, Woman's Hair Brush That Got Stuck In Her Hair And She Had To Cut The Brush With A Grip To Remove It.

બાલ બાલ બચી:હેર સ્ટાઈલ હેક પર્ફોર્મ કરતી વખતે મહિલાના વાળમાં હેર બ્રશ સખત રીતે ફસાતાં રડવાનો વારો આવ્યો, તેને દૂર કરવા માટે પક્કડ વડે બ્રશ કાપવું પડ્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલિશા હિન્ટન નામની આ મહિલા રાઉન્ડ બ્રશ વડે કર્લ હેર અને બ્લો ડ્રાયર લુક કેવી રીતે મેળવી શકાય તેનો વીડિયો શેર કરી રહી હતી
  • હેર ફેલ થતાં હેર બ્રશ મહિલાના વાળમાં ફસાઈ ગયું અને પીડામાં તે રોવા લાગી
  • મહિલાના વાળ કાતર વડે પણ કાપે છૂટકો નહોતો. તેથી બ્રશને પક્કડ વડે કાપી તેને વાળમાંથી દૂર કરાયું

ઈન્ટરનેટ પર આજકાલ સ્ટાઈલિંગ હેક ખુબ વાઈરલ થઈ રહ્યા છે. ઘરે રહીને જ સિમ્પલ મેકઅપ, હેર સ્ટાઈલ અને અધર સ્કિલ્સના વીડિયો લોકો જોવાનું પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. એક ગોરી મેમ હેર સ્ટાઈલ હેક લાઈવ પર્ફોર્મ કરી રહી હતી. તેને એ એટલો ભારે પડ્યો કે તેના વાળમાં રાઉન્ડ હેર બ્રશ ફસાઈ ગયું. ન તો વાળ બ્રશમાંથી બહાર કાઢી શકી ન તો બ્રશને વાળની ગુચળામાંથી બહાર લાવી શકી. છેવટે પક્કડ વડે બ્રશ તોડી મહિલાની પીડા દૂર કરવામાં આવી.

વાળમાં હેર બ્રશ એવી રીતે ફસાયું કે તેની પીડાને લીધે મહિલા રડવા લાગી
વાળમાં હેર બ્રશ એવી રીતે ફસાયું કે તેની પીડાને લીધે મહિલા રડવા લાગી

અલિશા હિન્ટન નામની આ મહિલા રાઉન્ડ બ્રશ વડે કર્લ હેર અને બ્લો ડ્રાયર લુક કેવી રીતે મેળવી શકાય તેનો વીડિયો શેર કરી રહી હતી. વીડિયો શેર કરતી વખતે લાઈવ વીડિયોમાં જ તેની સાથે આ દુર્ઘટના થઈ. ચાલુ વીડિયોમાં મહિલાએ કહ્યું કે તેને ખોટાં બ્રશનો ઉપયોગ કરી લીધો છે. મહિલાના વાળમાં બ્રશ એવી રીતે ફસાઈ ગયું હતું કે તેને પીડા થઈ રહી હતી અને મહિલા રડી રહી હતી.

આ પરિસ્થિતિમાંથી બચાવવા માટે અને મહિલાની પીડા દૂર કરવા માટે પક્કડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહિલાના વાળ કાતર વડે પણ કાપે છૂટકો નહોતો. તેવામાં બ્રશને પક્કડ વડે કાપી તેને વાળમાંથી દૂર કરાયું હતું.

પક્કડ વડે બ્રશ કાપી મહિલાની પીડા દૂર કરાઈ
પક્કડ વડે બ્રશ કાપી મહિલાની પીડા દૂર કરાઈ

અલિશાએ સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈ તેનો ફોલો અપ વીડિયો પણ શેર કર્યો છે. તેણે વીડિયોમાં તેની ભૂલને કારણે વાળની સ્થિતિ દર્શાવી છે. તો યુઝરે પણ કમેન્ટ્સનો ઢગલો કરી તેને વીડિયો બનાવતી વખતે ધ્યાન રાખવાની સલાહ આપી છે.