અમેરિકા:એન્કર હવામાનની જાણકારી આપી રહી હતી, ત્યારે અચાનક ટીવી સ્ક્રિન પર પોર્ન વીડિયો ચાલુ થઈ ગયો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચેનલમાં ચાલુ બુલેટીન વખતે ટીવી સ્ક્રિન પર પોર્ન વીડિયો ચાલુ થઈ ગયો. - Divya Bhaskar
ચેનલમાં ચાલુ બુલેટીન વખતે ટીવી સ્ક્રિન પર પોર્ન વીડિયો ચાલુ થઈ ગયો.
  • ચેનલમાં ચાલુ બુલેટીન વખતે પોર્ન વીડિયો ચાલુ થઈ ગયો
  • પોર્ન વીડિયો ચાલુ થયા બાદ ઘણાં દર્શકોએ પોલીસને ફરિયાદ કરી

અમેરિકામાં એક મહિલા ન્યૂઝ એન્કર ટીવી સ્ક્રીન પર હવામાનની અપડેટ આપી રહી હતી ત્યારે હોબાળો થઈ ગયો. ખરેખર, જે સમયે એન્કર હવામાનની માહિતી આપી રહી હતી ત્યારે પાછળ સ્ક્રીન પર પોર્ન વીડિયો ચાલુ થઈ ગયો હતો. બાદમાં તેના માટે ન્યૂઝ ચેનલે પોતાના દર્શકોની માફી માગી.

એન્કર હવામાનની માહિતી આપી રહી હતી ત્યારે પાછળ સ્ક્રીન પર પોર્ન વીડિયો ચાલુ થઈ ગયો હતો.
એન્કર હવામાનની માહિતી આપી રહી હતી ત્યારે પાછળ સ્ક્રીન પર પોર્ન વીડિયો ચાલુ થઈ ગયો હતો.

એન્કરને વાતની જાણ ન હતી
ડેલી સ્ટાર રિપોર્ટના મુજબ, એન્કર કોડી પ્રોકટર ‘KREM NEWS’ પર હવામાનની માહિતી આપી રહી હતી ત્યારે પાછળ સ્ક્રીન પર પોર્ન વીડિયો ચાલુ થઇ ગયો હતો. એન્કર કોડીને આ વાતનો અંદાજ હતો જ નહીં કે તેની પાછળ પોર્ન વીડિયો ચાલી રહ્યો છે. જ્યારે એન્કરને ખબર પડી ત્યારે તે આશ્ચર્યચક્તિ થઇ ગઇ. થોડા જ સમયમાં ચેનલને ફરિયાદો મળવા લાગી. વીડિયોને ફટાફટ બંધ કરવામાં આવ્યો અને બાદમાં ચેનલે તેના માટે પોતાના દર્શકોની માફી માગી.

એન્કર હવામાનની માહિતી આપી રહી હતી.
એન્કર હવામાનની માહિતી આપી રહી હતી.

ચેનલે નિવેદન જાહેર કર્યું
KREMએ આ ભૂલ માટે માફી માગતા કહ્યું, રાત્રે 11 વાગે શોમાં જે કંઈ થયું તેના માટે અમે દર્શકોની માફી માગીએ છીએ. શોના પહેલા ભાગમાં અસ્લિલ વીડિયો શરૂ થઈ ગયો હતો. ચેનલ તરફથી કહેવામાં આવ્યું છે કે આવુ ભવિષ્યમાં બીજી વખત થશે નહીં. અમે આ દિશામાં કામ કરી રહ્યાં છીએ અને જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે આખરે આ કેવી રીતે થયુ.

એન્કર કોડી પ્રોકટર ‘KREM NEWS’ પર હવામાનની માહિતી આપી રહી હતી
એન્કર કોડી પ્રોકટર ‘KREM NEWS’ પર હવામાનની માહિતી આપી રહી હતી

સાયબર એટેક હતો કે પછી ચેનલની કોઈ ભૂલ?
ચેનલ પર પોર્ન વીડિયો ચાલુ થયા બાદ ઘણાં દર્શકોએ પોલીસને ફરિયાદ કરી હતી. જેના પર સ્પોકેન સિટી પોલીસ વિભાગે કહ્યું કે 18 ઓક્ટોબરે KREM News પર પોર્ન વીડિયો અંગે ફરિયાદ મળી છે. રિપોર્ટ મુજબ, આ ઘટના સાયબર એટેક હતી કે પછી ચેનલની કોઈ ભૂલ ? જેની તપાસ ચાલુ છે.