તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Which Foundation You Use On Your Face And What You Should Use As Per Your Skin Type, Know Here.

બ્યુટી:મેકઅપવાળા ચહેરા પર ‘માશાઅલ્લાહ’ ફાઉન્ડેશન

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોર્મલ સ્કિન ધરાવતા લોકો કોઈ પણ ટેન્શન વગર પાઉડર કે લિક્વિડ ફાઉન્ડેશનનો ઉપયોગ કરી શકે છે

આજકાલ મેકઅપ દરેકની જરૂરિયાત બની ગયો છે. કોઈ સંબંધીના ઘરે જવું હોય કે માર્કેટ જવું હોય,મેકઅપ વગર ઘરની બહાર નીકળવું એ ટ્રેન્ડની બહાર થઇ ગયું છે. મેકઅપની વાત કરીએ તો ફાઉન્ડેશનને કેવી રીતે ભૂલી શકાય. તેનું મહત્ત્વ તેના નામમાં જ છુપાયેલું છે. ફાઉન્ડેશન એટલે કે મેકઅપની બિલ્ડિંગનો પાયો.

લિક્વિડ અને પાઉડર ફાઉન્ડેશનમાં આ છે અંતર
આ બંને ફાઉન્ડેશનનું કામ લોકોને સુંદર બનાવવાનું છે, પરંતુ ઘણી મહિલાઓને આ વાત ખબર નથી કે કયા ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો? આ વિશે વાત કરતા મેકઅપ આર્ટિસ્ટ વિનોદ ઘોલપે કહ્યું કે, કંઈક સ્પેશિયલ ફંક્શનમાં જવાનું હોય તો લિક્વિડ ફાઉન્ડેશનનો ઉપયોગ કરો. પાઉડર ફાઉન્ડેશન હળવો હોય છે આથી ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે.

એક્ટ્રેસ માધુરી દીક્ષિતનો મેકઅપ કરી રહેલા આર્ટિસ્ટ વિનોદ ઘોલપ
એક્ટ્રેસ માધુરી દીક્ષિતનો મેકઅપ કરી રહેલા આર્ટિસ્ટ વિનોદ ઘોલપ

પ્લાન પ્રમાણે ફાઉન્ડેશન પસંદ કરો
લિક્વિડ અને પાઉડર ફાઉન્ડેશનની પસંદગી વિશે વિનોદે કહ્યું કે, તમે થોડા સમય માટે બહાર જતા હો તો પાઉડર કાફી છે, પરંતુ કલાકો સુધી કોઈ પ્લાન હોય તો લિક્વિડ ફાઉન્ડેશનનો ઉપયોગ કરો. બાળકોની પેરેન્ટ્સ-ટીચર મીટિંગમાં જવું હોય તો પાઉડર ફાઉન્ડેશન પસંદ કરી શકો છો. જો ડે આઉટ માટે બહાર જતા હો તો લિક્વિડ ફાઉન્ડેશનને પ્રાયોરિટી આપવી.

સ્કિન ટાઈપનું ખાસ ધ્યાન રાખો
ડ્રાય સ્કિન: સ્કિન ટાઈપ વિશે મેકઅપ આર્ટિસ્ટ વિનોદે કહ્યું કે, ડ્રાય સ્કિનવાળાને પાઉડર ફાઉન્ડેશન ના વાપરવું જોઈએ. જો આવી સ્કિન પર પાઉડર લગાવશો તો ચહેરો એક્સ્ટ્રા ડ્રાય દેખાશે. આથી આવા સ્કિન ટાઈપ માટે લિક્વિડ ફાઉન્ડેશન બેસ્ટ છે.

ઓઈલી સ્કિન: જો તમારી સ્કિન ઓઈલી છે તો લિક્વિડ ફાઉન્ડેશનની ઉપર પાઉડર ફાઉન્ડેશનનો ઉપયોગ કરો. આ તમારા ઓઈલી ફેસને કવર કરશે અને સ્કિન પોર્સમાંથી નીકળતા ઓઇલથી મેકઅપ ખરાબ થતા બચાવશે. તેનાથી તમને સ્મૂધ લુક મળશે.

નોર્મલ સ્કિન: નોર્મલ સ્કિન ધરાવતા લોકો કોઈ પણ ટેન્શન વગર બંને ફાઉન્ડેશનનો ઉપયોગ કરી શકે છે. આ સ્કિન ટાઈપવાળા લોકો તેમની જરૂરિયાત પ્રમાણે ફાઉન્ડેશન સિલેક્ટ કરી શકે છે. લાંબા સમય માટે ઘરની બહાર જવાનું હોય તો લિક્વિડ અને થોડા સમય માટે ક્યાંક જવાનું હોય તો પાઉડર ફાઉન્ડેશન વાપરો.