ડિસેમ્બરનું બીજું અઠવાડિયું શરૂ થઇ ગયું છે. હાલ તો બપોર સિવાય સવારે અને સાંજે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. આવી સ્થિતિમાં ગીઝરનું ગરમ પાણી સારું લાગવા લાગ્યું છે. વોટર હીટરની માગ વધી છે. તો શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં?
કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જન ડૉ. વિક્રાંત રંજને કહ્યું હતું કે, હુંફાળા પાણીથી નહાવું બેસ્ટ માનવામાં આવે છે પણ ગરમ પાણીથી નહાવું સ્વાસ્થ્ય માટે સારું નથી. તેનાથી આપણી ત્વચાને નુકસાન થાય છે. ત્વચાના ત્રણ મુખ્ય સ્તરો એપિડર્મલ, ત્વચીય અને હાઇપોડર્મલ છે. આ તમામ લેયરમાં સૌથી મહત્વપૂર્ણ મધ્યમ લેયર છે. ઉપરનું લેયર આપણને જંતુઓથી રક્ષણ આપે છે. તે આપણા શરીરના તાપમાનને પણ કંટ્રોલ કરે છે.
સ્કિન ઇન્ફેક્શનનું જોખમ વધે છે
જ્યારે તમે ગરમ પાણીથી સ્નાન કરો છો તો ત્યારે સ્કિનની ઉપરનો ભાગ સેન્સેટિવ થઇ જાય છે. જો પાણી વધારે ગરમ હોય તો સ્કિન પર લાલ ચકમા થઇ જાય છે. જેના કારણે ખંજવાળ આવી શકે છે. ત્વચા બર્ન પણ થઈ શકે છે. તે સનબર્ન જેવું જ છે. જેના કારણે ત્વચાની ભેજ ખતમ થવા લાગે છે. ત્વચામાં જે નેચરલ ઓઇલ, ફેટ અને પ્રોટીન ઓછું થવા લાગે છે, સ્કિન ડ્રાય થઇ જવાને કારણે ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. ડૉ. વિક્રાંત જણાવે છે કે, આયુર્વેદ જણાવે છે કે સ્નાન કરતી વખતે માથા પર ઠંડુ પાણી રેડવું જોઈએ જ્યારે હૂંફાળું પાણી શરીરના અન્ય ભાગો પર વાપરી શકાય છે. માથા પર ગરમ પાણીનો ઉપયોગ કરવાનું ટાળો.
આંખને થઇ શકે છે નુકસાન
આંખના ડોક્ટર ડૉ. વત્સલ લાલ જણાવે છે કે, ઘણી વખત લોકો ગીઝરનું તાપમાન સેટ કરતા નથી. જો આપણા શરીરનું તાપમાન કરતાં ઘણું વધારે હોય તો તે આંખોને પણ નુકસાન પહોંચાડી શકે છે. આ પ્રકારની ઇજાને થર્મલ ઇજા કહેવામાં આવે છે. જો આંખો ગરમ પાણીના સીધા સંપર્કમાં આવે તો તે થર્મલ નેક્રોસિસનું કારણ બની શકે છે. ગંભીર કિસ્સાઓમાં આંખોમાં અંધત્વ પણ આવવાની શક્યતા રહે છે.
શરીરના તાપમાન જેટલું જ પાણીની તાપમાન રાખવું જોઈએ
શિયાળામાં ઠંડી વધુ પડતી હોવાથી નહાવાના પાણીનું તાપમાન અન્ય ઋતુઓ કરતા વધારે હોવું જોઈએ. નહાવાના પાણીનું તાપમાન શરીરના તાપમાનની નજીક હોવું જોઈએ. માનવીના શરીરનું સામાન્ય તાપમાન 36 થી 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. તેથી જ શિયાળામાં આપણું શરીર 40 થી 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે પાણી સાથે એડજસ્ટ થઈ જાય છે. જો ગરમ પાણીનું તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય તો તે તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. જો પાણીને 60-70 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે તો તે તમારી ત્વચા અને વાળ બંનેને નુકસાન પહોંચાડે છે. જો આ ગરમ પાણીમાં લાંબા સમય સુધી નહાવામાં આવે તો સ્વાસ્થ્ય બગડી શકે છે. ત્વચામાં ખરજવું પણ થઈ શકે છે.
નપુંસકતાની પણ શક્યતા
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં જણાવ્યું છે કે ગરમ પાણીથી નિયમિત સ્નાન કરવાથી શુક્રાણુના કોષો વધારે ગરમ થાય છે. શુક્રાણુઓની સંખ્યા ચારથી પાંચ અઠવાડિયામાં નોંધપાત્ર રીતે ઘટી જાય છે. આ સ્થિતિમાં ગરમ પાણીથી નહાવાથી પુરુષોમાં નપુંસકતા વધવાનું જોખમ રહે છે.
હાઈ બીપીના દર્દીઓ માટે ગરમ પાણી સારું નથી
હાઈ બીપીના દર્દીઓ જ્યારે ગરમ પાણીથી સ્નાન કરે છે ત્યારે બ્લડ પ્રેશર વધે છે. જો કોઈ વ્યક્તિને બ્લડ પ્રેશર અથવા કાર્ડિયો સંબંધિત બીમારી છે, તો તેણે ગરમ પાણીથી સ્નાન કરવાનું ટાળવું જોઈએ. તેના બદલે ક્યારેક હૂંફાળા પાણીનો ઉપયોગ કરી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.