તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશિયલ મીડિયા પર વાઈરલ:અરેન્જ મેરેજ રોમેન્ટિક હોય કે નહીં? દેશી પબ્લિક વચ્ચે ચર્ચા શરુ થઈ, એક યુઝરે લખ્યું, ‘પ્રેમ ના થયો પણ મેગી બની ગઈ’

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુઝર્સ પોતાના અનુભવો શેર કરી રહ્યા છે
  • એક વ્યક્તિએ લખ્યું, અરેન્જ અને લવ તો આપણા માટે, બાકી જોડી તો ઉપરવાળો બનાવે છે

આપણા દેશમાં છોકરીની ઉંમર 20 વર્ષની થાય કે તરત જ પડોશીઓથી લઈને સંબંધીઓમાં લગ્નની વાત થવા લાગે છે. ઘણી છોકરીઓને જોઇને એવું લાગે છે કે, દુનિયાભરને તેના મેરેજની ચિંતા છે. જો કે, હાલ ઘણા કપલ્સ લવ મેરેજ કરીને સેટલ થઈ રહ્યા છે. તો બીજી તરફ અરેન્જ મેરેજ કરીને સેટલ થયા હોય તેવા કપલ્સના પણ અનેક ઉદાહરણ છે. સોશિયલ મીડિયા પર હાલ અરેન્જ મેરેજ રોમેન્ટિક હોય છે કે નહીં તેને લઈને ચર્ચા શરુ થઈ ગઈ છે.

આ ચર્ચા પર સૌપ્રથમ સોશિયલ મીડિયા યુઝર સૃષ્ટિ રંજને લખ્યું કે, અરેન્જ મેરેજ કપલ્સ જ્યારે તેમના પ્રેમ અને નસીબની વાત કરે છે ત્યારે મને તેમના લગ્નના ડાંસ ફંક્શન, પ્રી-વેડિંગ ફોટોશૂટ અને વીડિયો જોઇને હસવું આવે છે.

અન્ય એક યુઝરે લખ્યું, પ્રેમ તો ના થયો પણ મેગી બની ગઈ. 5 મિનિટમાં ઈન્સ્ટન્ટ રેડી. બીજા એક યુઝરે લખ્યું, અંતે જોડી તો ઉપરવાળો જ બનાવે છે.

સૃષ્ટિને મળેલા જવાબમાં મોટાભાગના લોકોએ લખ્યું હતું, કેટલા લોકોને સાચો પ્રેમ મળે છે? જીવવા દો લોકોને.

યુઝર શરણ્ય બિસ્વાસે અરેન્જ મેરેજનું સમર્થન કરીને લખ્યું, અરેન્જ મેરેજમાં પ્રેમ ના હોય તે વિચારવું જ ખોટું છે.

અન્ય સમાચારો પણ છે...