સેક્સ સિરિયસલી:મહિલાઓમાં G-સ્પૉટ કઈ જગ્યાએ હોય છે? શું સ્ત્રીઓને ઑર્ગેઝમનો અનુભવ ના થઈ શકે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેક્સ લઈને મનમાં ઊભા થયેલા પ્રશ્નો જો કોઈને પૂછવામાં ના આવે તો તે મનમાં જ ભરાઈને રહી જાય છે અને તેની અસર મેરિડ લાઈફ પર પણ પડે છે. વાંચકોની તકલીફોનું સોલ્યુશન જણાવી રહ્યા છે સેક્સોલોજિસ્ટ ડૉ. રાજન ભોસલે...

પ્રશ્ન: મને ખબર પડતી નથી કે ઓર્ગેઝમ કેવી રીતે મળે છે, હું જાણવા ઈચ્છું છું કે મહિલાઓમાં ઓર્ગેઝમના સંકેત શું છે?
પુરુષોની જેમ મહિલાઓમાં ઓર્ગેઝમના કોઈ સંકેત હોતા નથી. ઓર્ગેઝમ સુધી પહોંચવા પર પુરુષોમાં સ્પર્મ વછૂટે છે જ્યારે મહિલાઓનાં શરીરમાં આવું કઈ જ થતું નથી. મહિલાઓને મળતું સેટિસ્ફેક્શન જ તેમના માટે ઓર્ગેઝમ હોય છે. ઘણી મહિલાઓ પુરુષો સાથે પોતાની સરખામણી કરે છે. ઘણી મહિલાઓને મલ્ટીપલ ઓર્ગેઝમનો અનુભવ થાય છે. સેક્સને લઈને દરેક મહિલાઓનો રિસ્પોન્સ અલગ હોય છે. ઘણી મહિલાઓ ઉત્તેજિત થાય છે ત્યારે અવાજ કરે છે કે ઊંડા શ્વાસ લે છે. જે મહિલાનો અવાજ નથી નીકળતો તેનો અર્થ એ નથી કે તેમને સંતોષ નથી મળ્યો. સેક્સ એ સ્ત્રી અને પુરુષના જીવનનો પર્સનલ મામલો છે અને તેમાં ત્યારે જ સંતોષ મળશે જ્યારે બંને પાર્ટનર પાર્ટિસિપેટ કરે અને એકબીજાના સંતોષનું ધ્યાન રાખે.

પ્રશ્ન: શું તમે સરળ ભાષામાં G-સ્પૉટ વિશે સમજાવી શકો? G-સ્પૉટ શું છે? આ મહિલાઓમાં કઈ જગ્યાએ હોય છે?
G-સ્પૉટ દરેક મહિલામાં હોય તે જરૂરી નથી. પ્રથમવાર જર્મન ગાયનેકોલોજિસ્ટ અર્નસ્ટ ગ્રેફેનબર્ગે G-સ્પૉટનો ઉલ્લેખ કર્યો હતો અને એ પછી તેનું નામ પણ G-સ્પૉટ જ રાખવામાં આવ્યું. G-સ્પૉટ એ વજાઈનામાં સ્થિત એક સંવેદનશીલ ભાગ છે, તે સેક્સ પ્લેઝર વધારે છે. આશરે 10-15% મહિલાઓને જ G-સ્પૉટ હોય છે, પરંતુ એનો અર્થ એ નથી કે જે મહિલાઓને G-સ્પૉટ ના હોય તેમને સેક્સ્યુઅલ પ્લેઝર મળતું નથી. બની શકે છે કે, G-સ્પૉટવાળી મહિલાઓ સેક્સ લાઈફ વધારે એન્જોય કરે. G-સ્પૉટ વિશે જાણવું જોઈએ, પણ આને સેક્સ પ્લેઝર સાથે કોઈ લેવાદેવા નથી. સેક્સ પ્લેઝર બંને પાર્ટનરના પ્રેમથી મળે છે આથી તેના પર વધારે ધ્યાન આપવું.

ડૉ. રાજન ભોસલે, MDપ્રોફેસર એન્ડ HOD, સેક્સ્યુઅલ મેડિસીન ડિપાર્ટમેન્ટ, KEM હોસ્પિટલ એન્ડ જી. એસ. મેડિકલ કોલેજ
સેક્સ સિરિયસલી માટે તમે તમારા સવાલ આ ઈમેલ આઈડી પર મોકલી શકો છો: db.women@dbcorp.in મેલ કરતાં સમયે ઈમેલના સબ્જેક્ટમાં સેક્સ સિરિયસલી અચૂક લખો.