પ્રેમિકાને મળવા માટે સંતાઈને જતા પ્રિન્સ હેરી:સ્ટાફ રુમમાં આવ્યો તો ચાદરમાં છુપાયા, બુક રહસ્યો ખોલી રહી છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કહેવત છે ને કે, મહેલોમાં મોટા-મોટા રહસ્યો છુપાયેલા હોય છે. એ વાત ખૂબ જ લોકપ્રિય છે કે, ગૂઢ રહસ્યો ક્યારેય પણ મહેલની દીવાલોને લાંધી શકતા નથી પણ આજના સમયમાં બ્રિટિશ શાહી ફેમિલીએ આ ટ્રેન્ડ બદલી નાખ્યો છે. એક પછી એક રાજવી પરિવારનાં ગુપ્ત રહસ્યો જાહેર જનતા સામે આવી રહ્યા છે. તેને જાહેર જનતા સામે લાવવાની જવાબદારી સ્વયં બ્રિટિશ પ્રિન્સ હેરીએ ઊઠાવી લીધી છે.

પ્રિન્સ હેરીની નવી બુક બ્રિટિશ રોયલ ફેમિલીની સાથે સામાન્ય બ્રિટનવાસીઓને પણ અસહજ બનાવી રહ્યું છે. થોડા દિવસ પહેલાં પોતાની સાવકી માતા અને ભાઈ-બહેન પર ગંભીર આરોપ લગાવ્યા બાદ હવે પ્રિન્સ હેરીએ નવા પુસ્તક ‘સ્પેયર’માં પોતાની લવ લાઈફ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેઓએ લખ્યું કે, તે અને તેની અભિનેત્રી પ્રેમિકા પોતાની માતા પ્રિન્સેસ ડાયનાની પુણ્યતિથિએ લંડનની એક હોટલમાં સંબંધ બાંધ્યા હતા. પ્રિન્સ હેરી તેની ગર્લફ્રેન્ડને મળવા છુપાઈ ગયો હતો. જ્યારે હોટેલમાં રૂમ સર્વિસ આવી ત્યારે તેણે પોતાનો ચહેરો બેડશીટથી ઢાંકી દીધો હતો.

પ્રિન્સ હેરીએ એક અમેરિકન અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા, જેની સામે રોયલ ફેમિલીમાં પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા. હેરીએ આરોપ લગાવ્યો કે, રોયલ ફેમિલીને તેમના બાળકના રંગને લઇને ચિંતા છે
પ્રિન્સ હેરીએ એક અમેરિકન અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા, જેની સામે રોયલ ફેમિલીમાં પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા. હેરીએ આરોપ લગાવ્યો કે, રોયલ ફેમિલીને તેમના બાળકના રંગને લઇને ચિંતા છે

આ માહિતી ક્યાંથી લીક થઈ છે?
પ્રિન્સ હેરી બ્રિટનનાં કિંગ ચાર્લ્સ ત્રીજાના નાના પુત્ર છે. તેઓએ પોતાની આત્મકથા લખી છે. ‘SPARE’ નામનાં આ પુસ્તકમાં પ્રિન્સ હેરી બ્રિટિશ રોયલ ફેમિલી વિશે ખુલીને વાત કરે છે. પુસ્તકની વાત જેમ-જેમ આગળ વધતી જાય છે તેમ-તેમ બ્રિટિશ રાજવી પરિવારનાં રહસ્યો ખૂલી રહ્યા છે. વેસ્ટર્ન મીડિયાનાં રિપોર્ટ મુજબ પ્રિન્સ હેરીએ બાયોગ્રાફી સહિત ત્રણ પુસ્તકો લખવા માટે પબ્લિશિંગ હાઉસ પેંગ્વિન સાથે 164 કરોડ રૂપિયામાં ડીલ કરી છે.

આ બુકમાં શું લખ્યું છે?
આ બુકમાં પ્રિન્સ હેરીએ પોતાના બાળપણથી લઈને અત્યાર સુધીમાં જે અનુભવ કર્યો તે શેર કર્યો છે. તેઓએ રોયલ ફેમિલીમાં થનારા ઝઘડા વિશે પણ ખુલીને વાત કરી છે. હેરીએ પોતાના મોટા ભાઈ પ્રિન્સ વિલિયમ પર મારપીટનો આક્ષેપ લગાવ્યો હતો. તે સિવાય તેઓએ પોતાની સાવકી માતા અને બ્રિટનની ક્વીન કંસોર્ટ કેમિલા પર પોતાની અને તેની પત્નીની અંગત માહિતી મીડિયામાં લીક કરવા માટે આક્ષેપ લગાવ્યા હતા.

પ્રિન્સ હેરીએ લગ્ન બાદ પોતાને રોયલ ફેમિલીથી અલગ કરી દીધા હતા. હાલ તે પત્ની અને બાળકો સાથે અમેરિકામાં રહે છે
પ્રિન્સ હેરીએ લગ્ન બાદ પોતાને રોયલ ફેમિલીથી અલગ કરી દીધા હતા. હાલ તે પત્ની અને બાળકો સાથે અમેરિકામાં રહે છે

રહસ્યો ખુલતાં અસહજ થઈ રોયલ ફેમિલી
પ્રિન્સ હેરીનાં દાવાઓ અને બુક પર રોયલ ફેમિલી તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું નથી પણ એવું માનવામાં આવી રહ્યું છે કે, તેના દાવાઓ રોયલ ફેમિલીને અસહજ કરી રહ્યા છે. નવા-નવા કિંગ બનેલા ચાર્લ્સ ||| પણ કઈ સમજી શક્યા નથી.​​​​​​​ બીજી તરફ અમુક બ્રિટનવાસી પણ પ્રિન્સ હેરીનાં આ દાવાઓથી હેરાન અને પરેશાન છે. બ્રિટનમાં રાજવી પરિવારને સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે. એવામાં રાજ પરિવાર પર પ્રિન્સ હેરીનાં દાવાને લોકો યોગ્ય માની રહ્યા નથી.

કેમ બાગી બન્યા પ્રિન્સ હેરી?
ખરેખર, પ્રિન્સ હેરીએ અમેરિકન અભિનેત્રી મેગન માર્કલ સાથે લગ્ન કર્યા છે. થોડા સમય પહેલાં પ્રિન્સ હેરીએ શાહી સ્થાન અને મહેલ છોડી દીધો હતો. તેણે કહ્યું કે, તે પોતાની પત્ની સાથે સ્વતંત્ર જીવન જીવવા માગે છે. આ પછી, બંનેએ પોતાના બાળકો સાથે રાજવી પરિવારથી પોતાને અલગ કરી દીધા. એવું માનવામાં આવે છે કે, શાહી પરિવારથી અલગ થવા અને શાહી દરજ્જાના કારણે હેરી આ બધું ખુલ્લેઆમ કહી રહ્યો છે.