આપણે બધાએ એકવાર તો 'હાથી મેરે સાથી' ફિલ્મ જરૂર જોઇ હશે. હાથી હંમેશા માણસની મદદ માટે તૈયાર જ હોય છે. થોડા સમય પહેલાં એક વીડિયો વાઇરલ થયો હતો.જેમાં હાથી તેના મહાવતને પાણીમાંથી ડુબતો બચાવે છે. લોકો આ વાઇરલ વીડિયોના ખુબ જ વખાણ કરી રહ્યા હતા. તો હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે, જેમાં હાથીની સમજદારી અને માણસ પ્રત્યેનો લગાવ જોવા મળી રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો હાથીના વખાણ કરતા થાકતા નથી.
આ વીડિયો થાઇલેન્ડની એક હોટેલનો છે. હોટેલના રૂમમાં એક મહિલા શાંતિથી ઉંઘતી હતી તે દરમિયાન એક હાથી બારી પાસે પહોંચે છે અને જે મહિલા સૂતી હોય છે તેને સુંઢ અડાડીને જગાડે છે. તો બીજી તરફ આ મહિલા ઊંઘમાંથી જાગીને હાથીને જોયા બાદ ખુશખુશાલ થઇ જાય છે.
આ વીડિયોને 30 લાખથી વધુું લોકો જોઇ ચુક્યા છે.
સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલા આ વીડિયોને 30 લાખથી વધુું લોકો જોઇ ચુક્યા છે. આ વીડિયોને 19 જુલાઇએ શેર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, થાઈલેન્ડના દેશો પૈકી અમુક દેશોમાં હાથીઓ હજુ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે .જોકે હાથી અહીં લુપ્તપ્રાય પ્રજાતિની યાદીમાં આવી ગયા છે. આમ છતાં પણ આ દેશ લગભગ 2 હજાર જંગલી હાથીઓના રહેઠાણ તરીકે ઓળખાય છે.
એક હાથીએ હાથણીને ફુલ આપીને કર્યું પ્રપોઝ
એક વર્ષ પહેલા એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં એક હાથી ફુલનું બુકે લઇને હાથણીને પ્રપોઝ કરે છે. કોઇ માણસની જેમ જ હાથી તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે તેના સુંઢમાં ગુલાબી રંગના ફૂલો આપે છે.
હાથી કંઇક એ રીતે હાથણીને પ્રપોઝ કરે છે કે, હાથણી પણ પ્રેમનો સ્વીકાર કરી લે છે. વીડિયો જોઈને તમે અચાનક હસવા લાગશો અને તમે વિચારવા મજબૂર થઈ જશો કે પ્રાણીઓમાં પણ આટલી બુદ્ધિ હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.