• Gujarati News
  • Lifestyle
  • When Bose Asked A Female Employee To Quit Her Job, She Got Angry And Smashed Wine Bottles.

વાઇરલ વીડિયો:બોસે મહિલા કર્મચારીને નોકરી છોડવાનું કહ્યું તો, ગુસ્સામાં ધુંઆપુંઆ થઈને વાઇનની બોટલો તોડી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક મહિલા તેના બોસથી એટલી નારાજ થઇ ગઇ કે, દારૂની બોટલો તોડી નાખી હતી. આ બોટલોની કિંમત લાખોમાં હતી. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી છે. એલ્વિન રોલ્ડન આર્જેન્ટિનાના રાફેલમાં એપોલો સુપરમાર્કેટમાં કામ કરતી હતી. સોમવાર, 13 જૂનના રોજ તેને કહેવામાં આવ્યું કે હવે તેને વધુ કામ કરવાની જરૂર નથી.

આ સાંભળીને એલ્વિન ગુસ્સામાં ધુંઆપુંઆ થઈને દુકાનમાં વાઇનની બોટલો તોડવા લાગી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. એલ્વિને ગુસ્સામાં ડઝનબંધ બોટલો તોડી નાખી હતી. અચાનક તે રેડ વાઇન અને તૂટેલા કાચથી ભરેલી ફ્લોર પર ઉભી જોવા મળી હતી.

ભૂતપૂર્વ કર્મચારીએ મહિલાને ટેકો આપ્યો
દુકાનમાં કામ કરતા ભૂતપૂર્વ કર્મચારીએ મહિલાના પગલાનો બચાવ કરતા કહ્યું હતું કે, તે માલિકના વલણથી ખૂબ નારાજ છે. તેઓ દરરોજ તેની સાથે ખરાબ વર્તન કરતા હતા.

વીડિયો બાબતે હજુ સુધી કોઈ ખુલાસો નથી થયો
મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે જે 24 સેકન્ડનો છે. આ વિડીયોથી ખબર નથી પડતી કે, મહિલાએ ક્યા કારણે વાઈનની બોટલો તોડી હતી.

એલ્વિને તોડ્યું મૌન
સ્થાનિક મીડિયા લા ટેસ્લા સાથે વાત કરતા એલ્વિને જણાવ્યું હતું કે, હું ગુસ્સામાં આવી ગઈ હતી. મને પાછળથી મારા આ કામ પર પસ્તાવો થયો હતો. હું આશા રાખું છું કે આ વિડિયો સિવાય સત્ય વિશે વધુ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. આ બાદ એલ્વિનની ધરપકડ કરવામાં આવી છે.