તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • When A Bouncer Showed The Way Out To A Woman Who Went Shopping Without A Mask, She Spat On Him And Ran Away, And Within A Few Hours, The Police Arrested Her.

ઈંગ્લેન્ડ:માસ્ક વગર શૉપિંગ કરવા પહોંચેલી મહિલાને બાઉન્સરે બહારનો રસ્તો બતાવ્યો તો મહિલાએ તેના પર થૂંકીને દોટ મૂકી, થોડાક જ કલાકમાં પોલીસે ધરપકડ કરી

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માસ્ક વગર શૉપિંગ કરવા આવેલી મહિલાને બાઉન્સરે એન્ટ્રી ન આપતાં મહિલા ભડકી ઉઠી હતી
  • મહિલા અને તેના ફ્રેન્ડ્સે મળી બાઉન્સર્સ સાથે ઝપાઝપી કરી
  • મહિલાને ગુસ્સો આવતાં તેણે બાઉન્સર પર થૂંકી દોટ મૂકી

કોરોનાવાઈરસનો કહેર યથાવત છે. ભારત સહિત અનેક દેશોમાં માસ્ક પહેરીને ઘરની બહાર નીકળવું ફરજિયાત છે. પરંતુ તેની લોકો અવગણના કરી લડી લેવાના મૂડમાં આવી જતાં હોય છે. જ્યારથી કોરોના આવ્યો ત્યારથી આવી અનેકો ઘટના સામે આવી કે માસ્ક ન પહેરવાની બાબતને લઈ પોલીસ સાથે મગજમારી થઈ હોય. આવી જ એક ઘટના ઈંગ્લેન્ડના લંડનમાં સામે આવી છે. એક ફેશન સ્ટોરમાં મહિલાએ માસ્ક વગર પ્રવેશ કરતાં બાઉન્સરે તેને રોકી. મહિલાનો એટલો ઈગો હર્ટ થઈ ગયો કે તેણે બાઉન્સર સાથે ઝપાઝપી કરી. મહિલા અહીંયા જ ન રોકાઈ બલકે તેણે બાઉન્સર પર થૂંકીને પોતાનો ગુસ્સો ઉતાર્યો.

આ ઘટના ફેશન બ્રાન્ડ હેરોડ્સના શૉ રૂમમાં બની છે. થોડા દિવસ પહેલાં બનેલી આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર જબરદસ્ત વાઈરલ થઈ રહ્યો છે. મહિલા તેના ફ્રેન્ડ્સ સાથે શૉપિંગ કરવા આવી હતી. કોવિડ પ્રોટોકોલ ફોલો ન કરતાં મહિલા માસ્ક વગર આવી પહોંચી હતી. તેથી શૉ રૂમના બાઉન્સરે તેની બહારનો રસ્તો બતાવ્યો હતો. અહીંયા મહિલાએ પૂર્ણ વિરામ મૂકવાને બદલે વાતને વધુ ઉગ્ર બનાવી હતી.

બાઉન્સરે મહિલાને શૉ રૂમની બહાર ધકેલતાં મહિલાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે બાઉન્સર સાથે ઝપાઝપી શરૂ કરી દીધી. તેની સાથે આવેલી મહિલા મિત્રોએ પણ બાઉન્સર સાથે ઝપાઝપી કરી. મહિલાને એટલો ગુસ્સો આવ્યો કે તેણે બાઉન્સર પર થૂંકી દોટ મૂકી.

બાઉન્સરે પણ જાણે નક્કી કરી લીધું કે આ મહિલાને પાઠ સમજાવીને જ રહેશે. તે મહિલાની પાછળ દોડ્યો અને તેને પકડી પાડી. મામલો એટલો ગંભીર બન્યો કે વાત પોલીસ સુધી પહોંચી. મેટ્રોપોલિયન પોલીસે બાઉન્સર ઉપર થૂંકનાર મહિલાની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...